SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ तत्त्वन्यायविभाकरे ૦ આ રીતે “નો નિવિદ્દે ભારે બ્રિટે સારુ સત્યમેવ ' ઇત્યાદિ ઉત્તરાધ્યયન. સૂત્રના વચનથી ચતુર્વિધ શબ્દ, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવના ભેદથી યુક્ત હોવાથી, વ્યાખ્યાના ચાર નિક્ષેપાઓનું ઔચિત્ય મુજબ આરાધ્યપણું અવિરૂદ્ધ છે. ઈતિ. દ્રવ્યનિક્ષેપનિરૂપણ – અનુભૂત (ભૂતકાલીન) અનુભવિષ્યમાણ (ભવિષ્યકાલીન) પર્યાયને યોગ્ય (લક્ષણમાં યોગ્યતા, એક ભવિકબદ્ધ આયુષ્ક અભિમુખ નામગોત્રના ભેદથી ત્રણ પ્રકારની છે ? અને અતીત-અનાગત-વર્તમાન ભવભાવની સાથે ક્વચિત્ અંતર વગરના લેવા. અન્યથા, અતીત-અનાગત અનંત ભવોમાં પણ દ્રવ્યપદ વ્યપદેશનો પ્રસંગ થાય! ખરેખર, વર્તમાન ભવમાં રહેલો પુરસ્કૃત ભવીયપશ્ચાત્કૃત ભવીય આયુષ્યકર્મને સદ્ભવ્યપણાએ સ્પર્શ કરે છે. જેમ સવારની સંધ્યામાં સૂર્ય, પૂર્વવિદેહ અને ભરતને તથા પ્રદોષસંધ્યામાં તો ભરતને અને પશ્ચિમવિદેહને પ્રકાશિત કરે છે. તીર્થંકરનામકર્મ ઘટિત યોગ્યતાવડે તો નાના ભવના વ્યવધાનવડે પણ હોય છે, કેમ કે-મરીચિમાં દ્રવ્યતીર્થંકરપણાનું પ્રતિપાદન છે. સુદૂર વ્યવહિત પણ દ્રવ્યતીર્થકરોનું વંદ્યત્વનું પ્રતિપાદન, નાના ભવસંબંધ ઘટિત યોગ્યતા સિવાય અનુપપન્ન થાય છે.) (કારણ) જે નિક્ષેપવિષય થાય છે, તે દ્રવ્યનિક્ષેપ' કહેવાય છે. જેમ અનુભૂત ઈન્દ્રપર્યાયવાળો (જ જીવદ્રવ્ય પહેલાં ઇન્દ્રરૂપે હતું) કે અનુભવિષ્યમાણ ઇન્દ્રપર્યાયવાળો (ઉત્તરકાળમાં ઇન્દ્ર થશે)-બંને ઇન્દ્ર કહેવાય છે, અર્થાત તે જીવ દ્રવ્યનિક્ષેપે દ્રવ્યક્ત કહેવાય છે. (ખરેખર, જે વિશિષ્ટ જીવ દેવેન્દ્ર થઈને તેના યોગજનક કર્મની પરિસમાપ્તિ થતાં, તે શરીરને છોડીને મનુષ્ય આદિ યોનિમાં ઉત્પન્ન થયો. તે વખતે મનુષ્ય પણ હોવા છતાં, પૂર્વે પ્રાપ્ત કરેલ ઈન્દ્રપર્યાયવાળો હોવાથી “આ ઈન્દ્ર છે. આવો વ્યવહાર કરાય છે (થાય છે). અથવા જે હમણાં મનુષ્યગતિમાં વર્તતો જીવ, ઉત્તરકાળમાં મનુષ્ય ઉપભોગ્ય સમસ્ત કર્મની પરિસમાપ્તિ થતાં, મનુષ્યનું શરીર છોડીને દેવેન્દ્રવપદ ઉપભોગ્ય કર્મોદયકાળમાં દેવગતિમાં દેવેન્દ્ર ભવિષ્યકાળમાં થશે. તે જીવ, અનુભવિષ્યમાણ ઇન્દ્રપર્યાયવાળો “આ ઇન્દ્ર છે આવો વ્યવહાર થાય છે. તે બંને દ્રવ્ય છે.) આ બંનેમાં ઇન્દ્રપર્યાયના અભાવકાળમાં ઇન્દ્રપદનો વ્યવહાર કેવી રીતે? આવી શંકામાં દષ્ટાન્તનો આધાર લઈને તેની વ્યવસ્થા કરે છે કે. ૦ અનુભૂત વૃતના આધારતાના પર્યાયવાળા અથવા અનુભવિષ્યમાણ ધૃતના આધારપણાના પર્યાયવાળા ઘડાઓમાં જ ઘડાએ પૂર્વકાળમાં ઘીનું ધારણ કરેલું છે તે ઘડામાં અને જે ઘડો ઉત્તરકાળમાં ઘીનું ધારણ કરશે, તે બંને ઘડાઓમાં) ઘીના ઘડાના વ્યવહારની માફક (લોકમાં આ ઘીનો ઘડો છે-એમ વ્યવહાર થાય છે તેમ) ત્યાં અનુભૂત ઈન્દ્રપર્યાયવાળા અને અનુભવિષ્યમાણ ઇન્દ્રપર્યાયવાળા જીવમાં ઇન્દ્રશબ્દના વ્યપદેશની ઉપપત્તિ છે. (આ ઈન્દ્ર છે, આ પ્રમાણે ઈન્દ્રશબ્દનો પ્રયોગ યુક્તિયુક્ત છે.) ૦ હવે બીજા પ્રકારથી દ્રવ્યનિક્ષેપને કહે છે કે-ક્વચિત્ કોઈ એક સ્થળમાં અપ્રધાનપણામાં પણ દ્રવ્યનિક્ષેપ પ્રવર્તે છે. જેમ અંગારમર્દક સંજ્ઞાવાળા આચાર્યના ગુણોથી રહિત હોવાથી અપ્રધાન આચાર્ય ‘દ્રવ્યાચાર્ય' કહેવાય છે. વળી ક્વચિત્ અનુપયોગમાં દ્રવ્યનિક્ષેપ પણ પ્રવર્તે છે. જેમ કે-અનાભોગથી–અન્યમાં રહેલ ચિત્તપણા વગેરેથી યથાર્થ ઉપયોગના અભાવથી, અથવા આલોક અને પરલોક આદિની આશંસાલક્ષણવાળા (જે પૂજાવિધાયક આગમ અર્થનો ઉપયોગ હોય, તો ત્યાં ઈહલોક આદિ આશંસા પ્રતિષિદ્ધ છે. આમ “તેની
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy