SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ तत्त्वन्यायविभाकरे સ્થાપનાનિક્ષેપ. (સદ્ભાવ સાકાર) યાવતકથિક અનંતકાલિક સ્થાપનાનિલેપ. (અહીં અક્ષ આદિમાં નિરાકાર સ્થાપનાનો અર્થ સર્વથા આકારનો અભાવ એમ નહિ પરંતુ જે અપેક્ષાએ આકાર છે, તે આવી રીતે છે. જો કે બાહ્યરૂપે અક્ષના નિક્ષેપમાં આ આકાર નથી, તો પણ બુદ્ધિ દ્વારા તે આકારને તે રચનારો ત્યાં રચે છે. આકાર માત્ર જે છે ત્યાં, તે સ્થાપના વિવલિત છે.) અહીં કેટલાક, સ્થાપનાને અત્યંત અનુપયોગી માને છે તે અત્યંત અયુક્ત છે, કારણ કે-નામ આદિની માફક સ્થાપના પણ ઉપકારી છે. (સ્થાપનાબુદ્ધિથી સ્થાપનાવિષયની સ્મૃતિદ્વારા સ્થાપ્યગત ગુણોના પ્રણિધાનનો ઉક-આવિર્ભાવનું અથવા સ્થાપ્યગત ગુણપ્રતિધાનજન્ય નિર્જરાના અતિશયનું ફળપણું છે. પરંતુ સ્થાપનાવિષયમાં જો ઉત્કટ દોષનું પ્રતિસંધાન કરવામાં આવે, તો તે સ્થાપના ફળવતી (ફળદાયી) થતી નથી એમ જાણવું.). જો ભગવંત આદિની સ્થાપના અનુપકારી થાય, તો નામનું સ્મરણ પણ અનુપકારી થશે ને? કેમ કેનામ પુદ્ગલ આત્મક હોઈ અનુપકારી છે. શંકા – નામના સ્મરણથી નામી(નામવાળા)નું સ્મરણ થતાં, તે નામના ગુણોની સમાપત્તિદ્વારા ફળ છે ને? સમાધાન - ભગવંતની પ્રતિમાના દર્શનથી પણ અતિશયવંત પરમાત્માના સકળ ગુણોના ધ્યાનનો બિલકુલ સંભવ હોવાથી મહાફળ છે. વળી આ વાત સિદ્ધ છે કે ઘણા જીવોમાં જિનપ્રતિમાના દર્શનથી બોધિરૂપ સમ્યગ્દર્શનનો ઉદય થયેલો છે. શંકા - નામીની સાથે નામનો વાચ્યવાચક ભાવસંબંધ છે, સ્થાપનાનો નહિ. કેમ બરોબર છે ને? સમાધાન-બીજા નિક્ષેપાઓના અનિરૂપક ભાવનિક્ષેપની સાથે નામ અને સ્થાપનના સંબંધમાં વિશેષ નહિ હોવાથી, એ અપેક્ષાએ નામ અને સ્થાપના સમાન છે. વળી વાચ્યવાચક ભાવસંબંધ લેવો, સ્થાપ્યસ્થાપક ભાવસંબંધ નહિ લેવો. એમાં વિનિગમક (એકતર પક્ષસાધક યુક્તિવાળા)નો અભાવ છે. તેથી તમારે નામ અને સ્થાપના એમ બંનેય, ભગવંતના અધ્યાત્મના (આત્માના ગુણસ્વરૂપ ઐશ્વર્ય આદિના) ઉપનાયક(સંસ્કાર-સહાયક-ઉપસ્થિતિકારક) પણાના અવિશેષથી વંદ્ય થાય, કાં તો બંને ત્યાજય થાય! કેમ કે-અંતરંગની પ્રત્યાત્તિ(સંબંધ માત્ર)ના અભાવની તુલ્યતા છે. વળી આ ઈષ્ટ નથી, કેમ કેપરંપણ (બીજાઓ વડે) નામનો સ્વીકાર કરેલ છે. ૦ તથાચ જો સ્થાપના અવંદ્ય હોય, તો નામ પણ અવંઘ થાય ! આવો વિપર્યય પર્યવસાયક (વિપર્યયમાં તાત્પર્યના અંતવાળો) તર્ક સમજવો. ૦ જો ભાવનિક્ષેપ અવંદ્ય સ્થાપનાનિલેપનો પ્રતિયોગી (વિરોધી) હોય, તો અવંદ્ય નામનિક્ષેપનો પ્રતિયોગી પણ થાય. આવો અનિષ્ટ પ્રસંજક (પ્રસંગવાળો) તર્ક જાણવો. ૦ તથાચ નિક્ષેપના વિષયભૂત થતા ભાવ અરિહંતની અભેદબુદ્ધિ પ્રત્યે નામ આદિ ત્રણ આગમના પ્રામાણ્યથી અને સ્વાનુભવથી કારણ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy