SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો ભાગ / સૂત્ર – ૨૪, नवमः किरणे ४८३ ૦ નયવિચારનું વિશેષ ફળ તો, નિક્ષેપ-નયપ્રમાણથી જે વ્યક્તિ અર્થને સૂક્ષ્મક્ષિકાથી વિચારતો નથી, તે વ્યક્તિને અવિચારિત રમણિયતાના કારણે અયુક્ત-યુક્તરૂપે ભાસે છે અથવા યુક્ત-અયુક્તરૂપે ભાસે છે. તે અનર્થને દૂર કરવા માટે નિક્ષેપ-નયપ્રમાણનો, પદાર્થનો વિચાર કરવો જોઈએ. ૦ તેમજ સર્વથા અનિત્યપણા આદિના પ્રતિપાદક બૌદ્ધ આદિ પરદર્શનના ઋજુસૂત્રનયની વિધિના જાણકારે, તે ઋજુસૂત્રના પ્રતિપક્ષભૂત નિત્યત્વ આદિ પ્રતિપાદક દ્રવ્યાસ્તિકનયથી નિરાકરણ કરવા માટે, અથવા સ્વશાસ્ત્રમાં અજ્ઞાન-દ્વેષ આદિ દોષથી કલુષિત એવાપરે, દોષબુદ્ધિથી કોઈ પણ જીવ આદિ વસ્તુ ગ્રહણ કરેલી છે, તેને પણ નયની વિધિના જાણકારે નયના વચનોદ્વારા, ગુણરૂપે સ્થાપન કરવા માટે નયનો વિચાર કરવો જોઈએ. તથા દૃષ્ટિવાદમાં સર્વ અર્થની પ્રરૂપણા સૂત્ર અને તેના અર્થનું વર્ણન સર્વ નયોથી કરાય છે. ૦ નિક્ષેપનિરૂપણ—પદાર્થોને વિશિષ્ટ જ્ઞાનની ઉત્પત્તિ માટે શાસ્ત્રમાં નામ આદિ નયરૂપ નિક્ષેપાઓ કહેલા છે. તે નિક્ષેપાઓને સાત નયોમાં શમાવવા માટે સંક્ષેપથી તે નિક્ષેપાઓનું નિરૂપણ કરાય છે. ૦ જેના વડે, જેમાં, કે જેનાથી શાસ્ત્ર અને અધ્યયન-ઉદ્દેશ આદિ, નામ-સ્થાપના-દ્રવ્ય આદિ ભેદોથી વ્યવસ્થિત કરાય છે, તે ‘નિક્ષેપ’ કહેવાય છે. નિક્ષેપલક્ષણ=અનુયોગદ્વારરૂપ હોઈ શબ્દાર્થરચના વિશેષ જ નિક્ષેપનું લક્ષણ છે. (જેમ સૈન્ધવપદની શક્તિ લવણમાં અને ઘોડામાં વ્યુત્પાદિત છે. ત્યાં ‘સૈન્ધવ લાવો’ આવા વાક્યના કથનમાં ભોજનપ્રકરણના સહકારથી લવણરૂપ અર્થનું જ્ઞાન થાય છે. યાત્રાપ્રકરણના સહકારથી ઘોડારૂપ અર્થનું જ્ઞાન થાય છે. કોશદ્વારા વિશેષ કરી બે અર્થમાં સૈન્ધવપદની શક્તિ વ્યુત્પાદિત હોયે છતે, ત્યાં પ્રકરણ આદિથી અપ્રત્તિપત્તિ આદિનો નિરાસ કરી અવશેષનું જ્ઞાન થાય છે. તેમ પ્રકૃતમાં પણ નામ આદિ નિક્ષેપાઓ હોયે છતે, પ્રકરણ આદિના વશે કરી, અપ્રતિપત્તિ આદિનો નિરાસ કરી, નામમંગલના ઉપયોગમાં મંગલપદથી નામમંગલનો, એ પ્રમાણે સ્થાપનામંગલ આદિના ઉપયોગમાં સ્થાપનામંગલ આદિની પ્રતિપત્તિ છે. એમ તે રૂપ, યથાસ્થાન વિનિયોગરૂપ ફળવડે ફળવાળા નિક્ષેપાઓ છે. એવા આશયથી કહે છે.) પ્રકરણ આદિના વશે કરી અપ્રત્તિપત્તિ આદિના વ્યવચ્છેદક, યથાસ્થાન વિનિયોગ માટે શબ્દાર્થરચના વિશેષ નિક્ષેપ કહેવાય છે. વળી મંગલ આદિ પદાર્થના નિક્ષેપથી નામમંગલ આદિ વિનિયોગની ઉપપત્તિ થવાથી નિક્ષેપાઓ ફળવંતા થાય છે. ૦ અપ્રસ્તુત અર્થના નિરાકરણથી અને પ્રસ્તુત અર્થના પ્રકાશનથી નિક્ષેપ ફળવાળો છે, એમ ગીતાર્થપુરુષોનું વચન છે. [અપ્રસ્તુત અર્થના નિરાકરણમાં-પ્રસ્તુત અર્થના પ્રકાશનમાં નિક્ષેપાને પ્રકરણ આદિ સહકારી થાય છે એમ જાણવું. જો કે ‘સત્સંખ્યા વગેરે પણ અનુયોગનું અંગ છે, તો પણ વિશેષણ વિશેષ્યભાવથી વિશિષ્ટ અર્થના જ્ઞાનમાં તે કારણ છે. નિક્ષેપાઓ તો અખંડ વિશેષ્યસ્વરૂપ વિશેષના જ જ્ઞાનમાં કારણ છે, જેથી નામઘટ એટલે નાવિશિષ્ટ ઘટ નહિ પરંતુ જે કોઈ પદાર્થની ‘ઘટ’ એવું નામ (સંજ્ઞા) કરાય છે, તે વિશિષ્ટ વસ્તુ અખંડ જ નામઘટ છે. એમ પ્રમાણે સ્થાપનાઘટ વગેરે પણ જાણવા. વળી અહીં શબ્દાર્થની રચના કર્મધારયના સમાસલક્ષણવાળી જ છે. બીજે ઠેકાણે કર્મધારયનું વિશેષ્યપદાર્થમાં વિશેષણપદાર્થનું અભેદ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy