SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો માળ / સૂત્ર - ૨૬, નવમ: વિળે ४६३ શું આ નયોમાં સઘળા નયો સમાન વિષયવાળા છે કે ન્યૂન કે અધિક વિષયવાળા છે ? આવી શંકાના સમાધાનમાં શુદ્ધત્વ અને અશુદ્ધત્વના અભિપ્રાયથી કહે છે કે ભાવાભાવ વિષયક નયો ભાવાર્થ – “નૈગમનય ભાવ અને અભાવના વિષયવાળો છે, સંગ્રહનય સર્વભાવવિષયવાળો છે, વ્યવહારનય ત્રણ કાળમાં વર્તમાન કેટલાક ભાવપ્રકારને જણાવનારો છે, ઋજુસૂત્રનય વર્તમાન પણ ક્ષણ માત્રમાં રહેનાર પદાર્થના વિષયવાળો છે, શબ્દનય કાળ આદિના ભેદથી ભિન્ન અર્થના વિષયવાળો છે, સમભિરૂઢનય વ્યુત્પત્તિના ભેદથી પર્યાયશબ્દોના અર્થભેદના સમર્થનમાં પરાયણ છે, એવંભૂતનય ક્રિયાના ભેદથી અર્થભેદના નિરૂપણમાં પરાયણ છે. એમ ઉત્તર ઉત્તરનયની અપેક્ષાએ પૂર્વપૂર્વ નયનું મહા (બહુ) વિષયપણું જાણવું.’ વિવેચન નૈગમનય ભાવ અને અભાવના વિષયવાળો હોઈ સંગ્રહનયની અપેક્ષાએ બહુવિષયવાળો છે. ૦ સદ્વિશેષનો (કેટલાક સત્ પ્રકારોનો) પ્રકાશ કરનાર વ્યવહારનયની અપેક્ષાએ સમસ્ત સા સમૂહના ઉપદર્શક સંગ્રહનું બહુવિષયપણું છે. માટે કહે છે કે-“સદ્ધ' કૃતિ । અર્થાત્ સંગ્રહ સર્વભાવના વિષયવાળો છે. ૦ વર્તમાન વિષયના અવલંબી ઋજુસૂત્ર કરતાં ત્રણ કાળમાં વર્તમાન પદાર્થના સમૂહનો અવલંબી વ્યવહારનય બહુવિષયવાળો છે. માટે કહે છે કે- ‘વ્યવહાર’ કૃતિ । અર્થાત્ વ્યવહારનય ત્રણ કાળવર્તી કેટલાક ભાવપ્રકારોનો પ્રકાશક છે. ૦ કાળ આદિના ભેદથી અર્થભેદના ઉપદેશક શબ્દનયની અપેક્ષાએ તદ્ વિપરીત વેદક (કાળ આદિના ભેદથી અભિન્ન અર્થનો બોધક) ઋજુસૂત્રનય બહુવિષયવાળો છે. માટે કહે છે કે- ‘વર્તમાન' તિ । અર્થાત્ વર્તમાન ક્ષણ માત્ર સ્થાયી પદાર્થના વિષયવાળો ઋજુસૂત્રનય છે. ૦ કેવળ કાળ આદિના ભેદથી જ ઋજુસૂત્રનય કરતાં શબ્દનયની અલ્પવિષયતા નથી, પરંતુ નામ આદિથી પણ’ અલ્પવિષયતા છે. ખરેખર, શબ્દનય, નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવરૂપ ચાર પ્રકારના નિક્ષેપાઓમાં માત્ર ભાવઘટને જ વ્યવહારના વિષય તરીકે માને છે, કેમ કે-શબ્દાર્થ પ્રધાનપણાએ તે ભાવઘટ જ જલ આહરણ આદિ ક્રિયામાં સમર્થ છે. અથવા વિશેષાવશ્યક કથનની અપેક્ષાએ સપ્તધર્મરૂપ સપ્તભંગીના અર્પણથી (માન્યતાથી) આ શબ્દનયમાં વિશેષ છે. ખરેખર, ઋજુસૂત્રનય વર્તમાનકાલીન અવિશેષિત ઘટને જ માને છે. પરંતુ શબ્દનય તો સદ્ભાવ-અસદ્ભાવ આદિથી અર્પિત-વિવક્ષિત ભાવઘટ, (ઉર્ધ્વગ્રીવા-કપાલ-કુક્ષિ-બુધ્ન આદિ રૂપ સ્વપર્યાયોથી-સદ્ભાવથી વિશેષિત-વિવક્ષિત જો છે, તો સ્યાદ્ ઘટ-પટ આદિગત પરપર્યાયોથીઅસદ્ભાવથી સ્યાદ્ અઘટ થાય છે. સ્વ-પર ઉભય પર્યાયોથી, સદ્-અસદ્ભાવથી અર્પિત એકીસાથે કહેવાને ઇષ્ટ જો છે, તો અવક્તવ્ય થાય છે એમ જાણવું.) સ્વપર્યાયોથી-સદ્ભાવથી, પરપર્યાયોથી-અસદ્ભાવથી, ઉભય પર્યાયોથી-ઉભયથી, અર્પિત-વિશેષિત ઘટ, સ્યાદ્ ઘટઃ, સ્યાદ્ અઘટઃ, સ્યાદ્ ઘટાઘટાવક્તવ્યઃ, સ્યાદ્
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy