SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ४५४ तत्त्वन्यायविभाकरे ૦ વળી આ પ્રમાણે સંજ્ઞાભેદથી વસ્તુના ભેદની માફક ક્રિયાના ભેદથી પણ વસ્તુનો ભેદ જાણવો. વળી તે ક્રિયા તે વસ્તુની ભેદ કરનારી છે કે જ્યારે તે ક્રિયામાં પ્રવેશ કરે છે, ત્યારે આ નિમિત્ત (વાળા) તે તે વ્યવહારને પામે છે, બીજા કોઈ વખતે નહિ; કેમ કે-અતિપ્રસંગ છે. જ્યારે ઘટતે (ચેષ્ટા કરે છે), ત્યારે જ આ ઘટ છે. ભૂતકાળની ચેષ્ટાવાળો નહિ અને ભવિષ્યકાળની ચેષ્ટાવાળો ઘટ, “ઘટ’ એવા વ્યવહારને યોગ્ય તરીકે યુક્ત નથી, કેમ કે-સર્વ વસ્તુઓમાં ઘટપણાની આપત્તિનો પ્રસંગ છે. વળી ચેષ્ટાના કાળમાં જ વસ્તુ, ચક્ષુ આદિ વ્યાપારથી પેદા થયેલ શબ્દથી અનુવિદ્ધ પ્રત્યયને પામે છે, કેમ કેચેષ્ટાવાળા પદાર્થો હોય છે. પૂર્વપક્ષ – યથાર્થ અર્થનો પ્રતિભાસ જ વસ્તુઓનો વ્યવસ્થાપક હોય છે. અન્યથા, ભૂતપ્રતિભાસ નહિ. અન્યથા, જો એમ ન માનવામાં આવે, તો ચેષ્ટાવાનરૂપે (ચેષ્ટાથી) શબ્દથી અનુવિદ્ધ પ્રત્યક્ષ પ્રત્યયમાં પ્રતિભાસના સ્વીકારમાં તે શબ્દાનુવિદ્ધ પ્રત્યક્ષ પ્રત્યય નિર્વિષ હોઈ, ભ્રાન્તમાં પણ વસ્તુવ્યવસ્થાપકપણું માનવા જતાં, સર્વ પ્રત્યય સર્વ અર્થનો વ્યવસ્થાપક થઈ જશે ! આ પ્રમાણેનો અતિપ્રસંગ આવશે ને? ઉત્તરપક્ષ – ઘટનક્રિયાના સમયથી પહેલાં કે પછીથી ઘટ તેના (ઘટના) વ્યવહારને પામે છે. આ પ્રમાણે એવંભૂતનયનો મત છે. (ચેષ્ટાના સમયથી પહેલાં કે પછીથી ઘટ ઘટના વ્યવહારને પામે છે, માટે પૂર્વોક્ત અતિપ્રસંગ આદિ દોષોનો અભાવ છે.) શંકા - આ એવંભૂતનયમાં વ્યુત્પત્તિનિમિત્ત(ક્રિયા)નું જ પ્રવૃત્તિનિમિત્તપણું હોઈ, કોઈ એક રૂપથી આ નયના અતિપ્રસંગનો અભાવ કહેવો જોઈએ. અન્યથા, “છતી'તિ ા (ગમન કર્યું છ0) જ (ગાય વગેરે) છે, તો ગમન કરનાર ઘોડા વગેરે છે તે પણ ગૌરૂપ થશે ને? સમાધાન – પ્રસિદ્ધ અર્થના પુરસ્કારથી પ્રવૃત્ત એવંભૂતનય માટે સ્વાર્થનો વ્યુત્પત્તિનિમિત્ત ક્રિયાનો) અતિપ્રસંગ દૂષણરૂપ નથી, પરંતુ તે દોષના નિવારક નયાન્તરના ઉપાયવાળો હોઈ ભૂષણરૂપ છે. આનો આશ્રય લઈને જીવનાર, વ્યવહાર તો વૃત્તિ પ્રમાણે જાણવો. ૦ પૂર્વોક્ત આ કથન પ્રમાણે “રાનન' શબ્દનાં છત્ર, ચામર વગેરેની શોભાના અભાવકાળમાં રાજપદની વ્યુત્પત્તિના નિમિત્તનો અભાવ હોવા છતાં, બીજા કરતાં અતિશય પુણ્ય આદિથી જન્ય “રાનન’ શબ્દ જે અનતિપ્રસક્ત છે, તેની સત્તાથી રાજન્ શબ્દને રાજા તરીકે કહેવો જોઈએ જ. આવું કથન ખંડિત થાય છે. ૦ એવંભૂતનયના ઉદાહરણને કહે છે કે-“શે'તિ (ઈન્દન આદિ ક્રિયાના અભાવકાળમાં વ્યુત્પત્તિમાં નિમિત્તભૂત ઇજન આદિ ક્રિયાના અભાવથી કેવી રીતે ત્યાં ઈન્દ્ર આદિ શબ્દની પ્રવૃત્તિ? આવી આશંકામાં કહે છે કે - “સમઢ નિયમતમ્ ' ખરેખર, સમભિરૂઢનય ઇન્દનક્રિયાની વિદ્યમાનતામાં અને અવિદ્યમાનતામાં વાસવ આદિ અર્થમાં ઈન્દ્ર આદિના વ્યવહારને ઇચ્છે છે, જ્યારે વાસવ વગેરે ઐશ્વર્ય આદિનો અનુભવ કરે છે અને જયારે અનુભવ નથી કરતા, એમ ઉભયકાળમાં પણ ત્યાં ઇન્દ્રાદિ શબ્દવ્યપદેશનું યોગ્યપણું સમભિરૂઢનય સ્વીકારે છે.) કારણ કે- વ્યુત્પત્તિનિમિત્ત ક્રિયાની અભાવદશામાં પણ તે ક્રિયાના સમાનાધિકરણ સામાન્ય-વિશેષરૂપ પ્રવૃત્તિનિમિત્તના બળથી ત્યાં તે વાસવાદિ શબ્દવ્યપદેશ્યપણું છે.” આવો નિયમ હોઈ કહે છે કે-“ક્રિયાથી ઉપલક્ષિત સામાન્ય જ પ્રવૃત્તિમાં નિમિત્ત છે.” અર્થાત જ્યારે કદાચિત ઈન્દન આદિ ક્રિયાના અધિકરણમાં વર્તમાન, જે વાસવ આદિ રૂપ સામાન્ય છે, તે
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy