SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १, प्रथम किरणे અસાધારણ ગુણ, આત્માથી કથંચિભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. (જીવની સાથે જ્ઞાનના અત્યંત ભેદમાં, અન્યના જ્ઞાનથી બીજાને વિષયજ્ઞાનના અભાવની માફક પોતાના આત્માને ન થાય, કેમ કેભિન્નતા છે. અને સર્વથા અભેદમાં ગુણના પ્રહણથી ગુણીનું પણ પ્રહણ થઈ જાય. એથી પ્રતિનિયત ગુણવિષયક સંશય ન થાય.) ૦ તે જ્ઞાનગુણી, મેઘોની માલાથી મુક્ત સૂર્યની માફક સઘળા આવરણ વગરના જીવનો સ્વભાવભૂત કેવલજ્ઞાનરૂપ વ્યવહારવાળો થાય છે. ૦ સર્વઘાતિકેવલજ્ઞાનાવરણ, સમસ્તપણાએ જ્ઞાનમાં આવરણ નહિ કરી શકતું હોવાથી, તે વખતે જે આ “મંદ પ્રકાશ” કેવલજ્ઞાનાવરણથી આવૃત આત્માને હોય છે, તેના જ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવરૂપ ચાર (૪) ભેદો છે. તાદશ-મતિ આદિરૂપ ચાર મંદ પ્રકાશ પ્રત્યે કેવલજ્ઞાનાવરણનું જ હેતુપણું છે, કેમ કે-કેવલજ્ઞાનરૂપ સ્પષ્ટ પ્રકાશ પ્રત્યે પ્રતિબંધક કેવલજ્ઞાનાવરણ તે મંદ પ્રકાશનો હેતુ છે. વળી પ્રત્યક્ષ સિદ્ધ છે કે-ઉત્કટ મેઘમાલાના આવરણમાં સ્પષ્ટ પ્રકાશ પ્રત્યે પ્રતિબંધકપણું અને મંદ પ્રકાશજનકપણું દેખેલું છે. ૦ એથી જ મતિજ્ઞાનાવરણના ક્ષયોપશમ આદિથી મતિજ્ઞાન આદિની ઉત્પત્તિનો પ્રસંગ નહિ આવે. તે જ્ઞાનસ્વભાવ, કેવલજ્ઞાન આવરણથી આવૃત છતાં અનંતમો ભાગ અવશિષ્ટ, અનાવૃત જ હોઈ, સામાન્યથી એક પણ અનાવૃત અનંતમો ભાગ અનંત પર્યાય મિશ્રિત સ્વરૂપવાળો મંદ પ્રકાશ નામવાળો થાય છે. ૦ તે મંદ પ્રકાશ, મધ્યસ્થિત મતિજ્ઞાન આદિ આવરણના ક્ષયોપશમથી જન્ય નાનાપણાને પામે છે. જેમ કે-મેઘમલાથી આચ્છાદિત સૂર્યનો મંદ પ્રકાશ, મધ્યસ્થિત ભીંત-ઝુંપડી-સાદડી-જાલીઓરૂપ આવરણના વિવર-છિદ્રમાં પ્રવેશ હોવાથી પ્રસિદ્ધ છે. શંકા – બલવાન કેવલજ્ઞાન વડે આવરવા માટે અશક્ય એવા અનંતમા ભાગમાં દુર્બલ મતિજ્ઞાન આવરણ આદિથી આવરણનો અસંભવ ખરો ને? સમાધાન – કર્મની, સ્વ આર્ય-જ્ઞાનાદિકની આવારકતામાં સર્વઘાતી રસસ્પર્ધકના ઉદયનું બલપણું છે. (અહીં સ્પર્ધક એટલે રસાંશની અપેક્ષાએ સમાનજાતીય પરમાણુ સમુદાયરૂપ અનંત વર્ગણાનો સમુદાય.) અથવા જેના એકથી બે વિભાગ થઈ શકે, તેવા કર્મપ્રદેશોમાંના રસના સમુદાયની વૃદ્ધિ અને કર્મપ્રદેશોની સંખ્યામાં ઘટાડો જે કર્મસ્કંધમાં થાય, તે સ્કંધને સ્પર્ધક જાણવું અને તે સર્વધાતી રસસ્પર્ધકનું મતિજ્ઞાનાવરણ આદિ પ્રવૃતિઓમાં પણ અવિશિષ્ટપણું છે. તથા સર્વઘાતિ રસસ્પર્ધકવાળા મતિજ્ઞાનાવરણ આદિના સાયોપશમથી પેદા થયેલ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવના ભેદથી ચાર પ્રકારનું ક્ષાયોપથમિક જ્ઞાન અને પાંચમું ક્ષાયિક કેવલજ્ઞાન છે. કમવિન્યાસ હેતુઓ – મતિજ્ઞાન (મતિજ્ઞાનનું જ “આભિનિબોધિક એવું બીજું નામ છે. અભિમુખ એટલે યોગ્ય દેશમાં રહેલ નિયત પદાર્થને ઇન્દ્રિય અને મન દ્વારા આત્મા, જે પરિણામવિશેષથી જાણે છે, તે વિશિષ્ટ પરિણામ-જ્ઞાનરૂપ અપર પર્યાય “આભિનિબોધિક.' તે બે પ્રકારનું કૃતનિશ્રિત અને અશ્રુતનિશ્રિત
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy