SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ९, नवमः किरणे ४३७ વિવેચન – “નિષેધપરિહારને’તિ ! આ પદ સુનવીકરણ માટે છે. સંગ્રહથી ગૃહિત સત્ત્વ આદિ અર્થોની ઉપેક્ષા કરી, તે સંબંધી વિભાગના વિષયવાળો જે અભિપ્રાય, તે વ્યવહારનય છે. પરસામાન્યનું આલંબન લઈ તેના વિભાગના અભિપ્રાયને દર્શાવે છે કે-“વશે'તિ | અપરસામાન્યનું આલંબન લઈ તેના વિભાગને કહે છે કે-“વ'મિતિ ! – “વશ્વરૂ વિલ્થિ વવદારો સબૂતળે'તિ નિયુક્તિના પ્રતીક અનુસાર વિનિશ્ચિતાર્થ પ્રાપકત્વ, એ વ્યવહારનું લક્ષણ લબ્ધ થાય છે. (જેમ પંચવર્ણ આદિ હોવા છતાં ભ્રમરમાં કાળો વર્ણ જ લોકમાં નિશ્ચિત પ્રસિદ્ધ થાય છે. તેથી વિનિશ્ચિત અર્થપ્રાપક વ્યવહારનય છે, કેમ કે તે વ્યવહારનય નિશ્ચિત અર્થનો ચમકને પ્રરૂપક છે. ખરેખર, તે જ લોકવ્યવહારને અનુકૂળ હોઈ સ્પષ્ટતમ છે. તેથી શેષ વર્ણ આદિને આ નય મૂકી દે છે. આ પ્રમાણે વિનિશ્ચિતાર્થ પ્રાપકપણું જાણવું.) ૦ નિરૂક્તિ અનુસાર વિશેષથી સામાન્યનું નિરાકરણ જેનાવડે કરાય, તે વ્યવહાર છે. આ વ્યવહારની વિનિશ્ચિત અર્થની પ્રાપ્તિ, સામાન્યનો અસ્વીકાર હોય છતે વિશેષના સ્વીકારથી છે. જલ આહરણ આદિમાં ઉપયોગી ઘટ આદિ વિશેષોને જ આ વ્યવહારનય સ્વીકારે છે, પરંતુ સામાન્યને નહિ; કેમ કે-“ગાયને તું બાંધી લે' ઇત્યાદિ વચન કહ્યું છd, ગોત્વનું બંધન આદિ અધ્યવસાય કોઈને પણ ઉદયમાં આવતો નથી. શંકા – તો ગો માત્રમાં અનુગત (વ્યાપક) વ્યવહાર કેવી રીતે? સમાધાન – અન્ય અપોહ (ગોભિન્નના અપોહ) આદિથી પણ તે અનુગત વ્યવહારની ઉપપત્તિ છે અને શબ્દના અનુગમથી જ અનુગત વ્યવહારની ઉપપત્તિ છે. (જમ લૌકિક પુરુષો વિશેષ જ ઘટ આદિથી વ્યવહાર કરે છે, તેમ આ નય પણ કરે છે, માટે લૌકિક સમ કહેવાય છે. ઉપચારપ્રાય-ઉપચાર એટલે અન્યત્ર સિદ્ધ અર્થનો અન્યત્ર અધ્યારોપ જે છે તે. અર્થાત્ ઉપચારબકુલ, જેનો વિસ્તીર્ણ-અનેક અર્થ જ્ઞય છે, તે વિસ્તૃતાર્થ અધ્યવસાયવિશેષ વ્યવહાર કહેવાય છે.) ૦ “લૌકિકસમ ઉપચારપ્રાય વિસ્તૃત અર્થવાળો વ્યવહાર છે. આવી રીતે તત્ત્વાર્થભાષ્યના અનુરોધથી તો શબ્દ અને તે શબ્દોપજીવી પ્રમાણથી ભિન્ન પ્રમાણ પક્ષપાતી, ગૌરીવૃત્તિદ્વારા અતિશે વ્યવહાર કરનારો, અનેક વ્યક્તિવાળા શબ્દના સંકેતના ગ્રહણમાં પરાયણ જે બોધ, તે વ્યવહારનય. ૦ ઉપચારબહુલ અધ્યવસાયવૃત્તિ નયત્વવ્યાપ્ય જાતિમત્વ, એ વ્યવહારનયનું લક્ષણ છે. (ઉપચારબહુલ અધ્યવસાયત્વ માત્રને જો લક્ષણ કરવામાં આવે, તો અનુપચરિત વ્યવહારમાં અવ્યાપ્તિ આવે છે, માટે નિયત્વવ્યાપ્ય જાતિમત્વનો નિવેશ છે. નયત્વવ્યાપ્ય જાતિમત્વ, એવું વ્યવહારનયનું જો લક્ષણ માનવામાં આવે, તો નૈગમ-સંગ્રહ આદિમાં પણ સત્ત્વ હોઈ અતિવ્યાપ્તિના વારણ માટે ‘ઉપવાસવદુત્તાધ્યવસાયવૃત્તિ' એમ કહેલ છે. એથી જ નયત્વવત્વની ઉપેક્ષા કરીને નયત્વવ્યાપ્ય જાતિમત્વ કહેલ છે. કવાચિત્ક (કોઈ જગ્યાએ રહેલ) ઉપચારના અધ્યવસાયનું ગ્રહણ કરી નૈગમ આદિમાં અતિવ્યાપ્તિના વારણ માટે “વહુને'તિ / કહેલ છે.) ઉપચારનું આધિક્ય (બહુલતા) જેમ ‘પહાડ જળે છે?“માર્ગ જાય છે – કુંડી ઝરે છે,' ઇત્યાદિમાં પ્રથમમાં ગિરિપદની ગિરિસ્થ તૃણ આદિમાં લક્ષણા, અતિશય દાહની પ્રતીતિરૂપ ફળ છે. બીજામાં માર્ગમાં ચાલનાર પુરુષોના સમુદાયમાં લક્ષણા, નિરંતરતાની પ્રતીતિરૂપ ફળ છે. ત્રીજામાં કુંડીમાં રહેલ પાણીમાં લક્ષણા, અનિબિડતાની પ્રતીતિ એ ફળ છે, એમ વિચારવું.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy