SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ४०० तत्त्वन्यायविभाकरे એમ ફલિત થાય છે. ખરેખર, અસખ્યાતિવાદ સર્વથા અસત્ એવા અર્થની પ્રસિદ્ધિમાં થઈ શકે, પરંતુ અહીં તે પ્રમાણે નથી માટે અસખ્યાતિનો પ્રસંગ નથી. જો આમ છે, તો ત્યાં અવિદ્યમાન રજતનું નયનની સાથે સંનિકર્ષ નહિ હોવાથી ભાન કેવી રીતે થાય છે ? ‘દોષના મહિમાથી ત્યાં રજત સંનિહિતપણાએ ભાસે છે.’ તથાચ તે દેશ-કાળ વગરના પણ રજતનું દોષના મહિમાથી સંનિધાનનું પ્રતિભાસન ઉપપન્ન છે એમ જાણવું. દોષના મહિમાથી તે પ્રકારે ભાસમાનપણું હોવાથી જ આ પ્રતીતિની વિપરીતખ્યાતિરૂપતા છે. આ હેતુથી જ આ જ્ઞાન વિપરીતખ્યાતિરૂપ છે. શંકા — જો દોષના મહિમાથી તે દેશ-તે કાળ વગરનાનું પણ ભાન થાય છે, તો જગતનું પણ ભાન કેમ નહિ થાય ? – સમાધાન – સ્મરણદ્વારા ઉપસ્થિત રજતનું જ ભાન અહીં છે, જગતનું ભાન નથી. ઉપસ્થાન-ચિત્તમાં સ્ફુરાયમાન પદાર્થનો બાહ્ય અવભાસ, ખરેખર ઉપસ્થાન કહેવાય છે. વળી ચિત્તમાં સઘળું જગત સ્ફુરાયમાન થતું નથી. શંકા – આખા જગતનું સ્મરણ કેમ નહિ ? માત્ર રજતનું સ્મરણ કેમ ? સમાધાન – ખરેખર, સમાનતા વિશિષ્ટ અર્થના દર્શનથી સ્મરણ થાય છે અને સદેશપણું ચાકચિકય (ચક્યચકિતપણું ભ્રમનો ઉત્પાદકદોષવિશેષ છે. જેમ શુક્તિમાં ચાકચિક્ય. અહીં ચાકચિક્યદોષના વશે ‘આ ચાંદી છે’ એવું જ્ઞાન ઉત્પન્ન થાય છે.) વગેરે રૂપ છે, તે શુક્તિકા અને રજતનું જ સમજવું પરંતુ વિશ્વનું નહિ. એવી ચાકચિક્ય આદિ રૂપ સમાનધર્મના દર્શનથી સ્મરણ રજતનું થાય છે અને તે સ્મરણવડે રજત જ ઉપસ્થાપિત છે, જગત નહિ. ૦ વળી આ પ્રમાણે સંવેદનથી (જ્ઞાનથી) અલગ થયેલ પદાર્થની અહીં પરિસ્ફુરણા હોવાથી ‘આત્મખ્યાતિ’ નથી અને અત્યંત અસત્તા પ્રતિભાસનો અભાવ હોવાથી ‘અસખ્યાતિ’ નથી એમ જાણવું. શંકા — ‘આ ચાંદી છે’ ઇત્યાદિ જ્ઞાન પ્રત્યક્ષરૂપ હોઈ સ્મરણની અપેક્ષા વગરનું છે, તો પછી ક્યાંથી તે સ્મરણથી ઉપસ્થાપિત અર્થના અવભાસનો સંભવ હોઈ શકે ? સમાધાન – ‘આ ચાંદી છે’ ઇત્યાદિ જ્ઞાન પ્રત્યક્ષાભાસરૂપ હોઈ આવા પ્રકારના શંકાના સ્થાનરૂપ થતું નથી. અહીં વૃદ્ધપુરુષોનું કથન છે કે-સ્વ આકારનું સંવરણ કરનારી, ચાંદીના આકારને ગ્રહણ કરનારી શુક્તિકા જ તે જ્ઞાનનું આલંબન છે, કેમ કે-ત્રિકોણપણા આદિ રૂપ સ્વવિશેષના ગ્રહણનો અભાવ છે : અને ચાકચિક્ય આદિ સમાનધર્મના દર્શનથી ઉપજનિત ચાંદીના સ્મરણથી આરોપિત ચાંદીના આકારવાળી છે. : શંકા ! – રજતના આકારવાળા જ્ઞાનની વિષય તરીકે શુક્તિકા કેવી રીતે ? સમાધાન ચોક્કસ જે જ્યાં કર્મરૂપે ચકાસે છે, તે ત્યાં આલંબન છે, કેમ કે-અંગુલિ આદિથી (શૃંગગ્રાહિકયા અર્થાત્ આ શુક્તિકા છે-એમ નામ દઈને) નિર્દેશ કરાતા કર્મપણાએ જ્ઞાનજનક શુક્તિકારૂપ વિષયનું આલંબનપણું છે. અન્યથા, જો કર્મપણાએ વિષયરૂપ શુક્તિકા ન માનવામાં આવે, તો પ્રકૃતજ્ઞાનવડે તે શુક્તિકા અપેક્ષાનો વિષય ન બને ! વળી તે પ્રકૃતજ્ઞાનવડે તે શુક્તિકા અપેક્ષણીય છે. અન્યથા, જો શુક્તિકાની અપેક્ષા ન રાખવામાં આવે, તો તે શુક્તિકાના અસંનિધાનમાં પણ પ્રકૃતજ્ઞાનની ઉત્પત્તિની આપત્તિ છે ઃ અને -
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy