SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ३९६ तत्त्वन्यायविभाकरे પૂર્વપક્ષ – વેદાન્તીઓ તો અનિર્વચનીયખ્યાતિને કહે છે. (અનિર્વચનીય ખ્યાતિ એટલે સત્ત્વથી અને અસત્ત્વથી અનિર્વચનીય રજત આદિની ખ્યાતિપ્રતીતિ. તે આ પ્રમાણેઃ-શુક્તિમાં “આ ચાંદી છે? આવા સ્થળમાં “રજત સત નથી, કેમ કે-બાધનો વિષય થાય છે. સતુમાં બાધ્યમાનપણું નથી. જેમ કે-સાચી ચાંદી. અસતું નથી, કેમ કે-પ્રતીતિનો વિષય થાય છે. અસત્ પદાર્થ પ્રતીતિનો વિષય થતો નથી. જેમ કેવાંઝણીનો પુત્ર. તેથી અહીં અનિર્વચનીય રજતની ઉત્પત્તિ માનવી જોઈએ, એમ અતવેદાન્તીઓ કહે છે.) તે આ પ્રમાણે- અહીં શુક્તિમાં ભાસમાન રજત સત નથી. જો સત માનવામાં આવે, તો વાસ્તવિક રજતની બુદ્ધિની માફક શુક્તિમાં “આ ચાંદી છે. આવી બુદ્ધિમાં અભ્રાન્તપણું થઈ જાય ! જો અસત્ માનવામાં આવે, તો આકાશકુસુમની માફક શક્તિમાં “આ ચાંદી છે' આવી પ્રતીતિના પ્રતિભાસનો અને પ્રવૃત્તિમાં અવિષયપણાનો પ્રસંગ છે. જો સદ્-અસરૂપપણું માનવામાં આવે, તો ઉભય પક્ષમાં કહેલ દોષનું અનુસંધાન છે. માટે આ અનિર્વચનીય જ છે, એમ માનવું ઉચિત છે. ઉત્તરપક્ષ – આ અદ્વૈત વેદાન્તીઓનો મત સુંદર નથી, કેમ કે-શુક્તિમાં રજતભ્રમમાં વિષયભૂત શુક્તિશકલમાં સ્વરૂપ-પરરૂપની અપેક્ષાએ સદ્અસદ્ રૂપનું અખંડિતપણું છે. શંકા – શુક્તિમાં “આ ચાંદી છે આવા તે જ્ઞાનના રજતપ્રકારકપણામાં શું નિયામક છે? સમાધાન – વિશેષણજ્ઞાનમાં અથવા તાત્કાલિક શુક્તિપરિણામવિશેષમાં (સંવૃત સ્વ આકારદ્વારા ગૃહિત રજતના આપાદનવાળા પરિણામવિશેષમાં) નિયામકપણું છે, કેમ કે-અર્થથી જ જ્ઞાનોનો વિશેષ (ભેદ) છે. શંકા – વિલક્ષણ રજતની ઉત્પત્તિ શાથી નથી? સમાધાન – તે વિલક્ષણ રજતના ઉત્પાદકકારણનો અભાવ હોવાથી વિલક્ષણ રજતની ઉત્પત્તિ નથી. પરિણામી (ઉપાદાન) કારણ આદિ સામગ્રી સિવાય કાર્યની ઉત્પત્તિ ક્યાંય પણ દેખેલી નથી. શંકા – શુક્તિનું અજ્ઞાન જ પ્રતીતિવિષયભૂત રજતનું કારણ છે ને? સમાધાન – તે અજ્ઞાનરૂપ કારણમાં પરિણામીનારણપણાનો અભાવ છે, કેમ કે-સમ્યજ્ઞાનનો પ્રાગભાવ અથવા મિથ્યાજ્ઞાન કારણ હો ! માટે તે તે પર્યાયથી પરિકરિત દ્રવ્યમાં જ પરિણામીનારણપણું છે. ૦ અજ્ઞાનપર્યાયથી આક્રાન્ત આત્મદ્રવ્ય જ તે પ્રતીયમાન રકતનું કારણ હો ! આવું કથન પણ સુંદર નથી, કેમ કે-ચેતનનું અચેતન પ્રત્યે કોઈપણ રીતે પરિણામકારણપણું સંભવિત નથી. શંકા – સમ્યજ્ઞાન પ્રભાવથી યુક્ત કે મિથ્યાજ્ઞાનથી યુક્ત, માયા-અવિદ્યા આદિ શબ્દથી વાચ્ય, બીજી વસ્તુરૂપ અજ્ઞાન, અનિર્વચનીય એવા રજત પ્રત્યે હેતુ છે એમ કહીએ તો શો વાંધો? સમાધાન – તાદશમાં પ્રમાણનો અભાવ છે, કેમ કે-શુક્તિનું અજ્ઞાન રજત પ્રત્યે હેતુ નથી; કેમ કેશુક્તિના અજ્ઞાનનું પાષાણ આદિમાં પણ સત્ત્વ હોઈ દેશના નિયમનો અભાવ છે. શંકા – ઈદ–ાવચ્છેદથી શુક્તિનું અજ્ઞાન, ઇદવાવચ્છેદથી રજતનો હેતુ છે એમ કહીએ તો તે બરાબર છે ને?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy