SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे પૂર્વપક્ષ – અહીં આ ધ્યાન રાખવાનું છે કે-મીમાંસકો, ભ્રમના સ્થળમાં વિવેક અખ્યાતિ કહે છે. (શુક્તિમાં ‘આ રજત છે.') અહીં પ્રત્યક્ષ અને સ્મરણરૂપ બે પ્રતીતિ ઉત્પન્ન થાય છે. તેમાં ‘તું અંશ’ પ્રત્યક્ષનો વિષય છે, હટ્ટસ્થ આદિ રજત તો સ્મરણનો વિષય છે. તે પ્રત્યક્ષ અને સ્મરણમાં, શુક્તિ અને રજતમાં ઇન્દ્રિયના દોષવશે ભેદનું ગ્રહણ થતું નથી. ભેદ વિવેકની અખ્યાતિ છે, એમ મીમાંસકો કહે છે. તે આ પ્રમાણેઃ-‘આ ચાંદી છે' ઇત્યાદિ. ભ્રાન્તપણાએ અભિમત પ્રતીતિની ઉત્પત્તિમાં કયો હેતુ છે ? ઇન્દ્રિય હેતુ નથી, કેમ કે-તે ઇન્દ્રિય આગળ વર્તમાન શુક્તિ આદિમાં જ સંબંધવાળી હોઈ અસંબંધવાળા રજત આદિના જ્ઞાનના જનનમાં સામર્થ્યનો અભાવ છે. સંબંધવાળા વર્તમાનનું જ તે ઇન્દ્રિયથી ગ્રાહ્યપણું છે. ३८८ શંકા – દોષથી સહકૃત-અસંબંધવાળી પણ તે ઇન્દ્રિય, રજતજ્ઞાનજનનમાં સમર્થ થશે જ ને ? - 1 સમાધાન – સ્વાભાવિક કાર્યજનનના સામર્થ્યના વિઘાતદ્વારા, પ્રતિહત શક્તિવાળા દોષમાં વિપરીત કાર્યની ઉત્પત્તિમાં તે ઇન્દ્રિયના સહકારિપણાનો અસંભવ છે. ખરેખર, કલુષિત ઘઉંના બીજ વગેરે, ડાંગરના અંકુર આદિના જનનમાં સમર્થ દેખાતાં નથી. વળી બીજું કાંઈ કારણ નથી, કેમ કે-વિનિવૃત્ત ઇન્દ્રિયવ્યાપારમાં પણ તથાવિધ બોધની ઉત્પત્તિનો પ્રસંગ થાય ! તેથી ‘આ ચાંદી છે' આવા પ્રત્યક્ષ અને સ્મરણરૂપ બે જ્ઞાનો જ છે, કેમ કે-‘તું અંશ'માં પ્રત્યક્ષરૂપ હેતુભૂત ઇન્દ્રિયસંનિકર્ષની અને રજતાંશમાં સાધારણ રૂપ આદિના દર્શનથી જાગૃત સંસ્કારવાળા પૂર્વના અનુભવથી જન્ય સ્મરણરૂપ હેતુની સત્તા છે. ત્યાં ‘વં’ આ પ્રમાણેનું જ્ઞાન આગળ વર્તમાન શુક્તિકાના વિષયવાળું છે. ‘રત્નતં’ એવું જ્ઞાન પરોક્ષ રજતનું અવગાહી છે. (‘પરોક્ષ’ એવા પદથી રજતમાં ઇન્દ્રિયસંનિકર્ષનો અભાવ સૂચિત છે. રજતમાં અતિ દૂર હોવાથી, લિંગ આદિની અનુપલબ્ધિથી અનુમાન આદિ વિષયત્વનો અસંભવ હોવાથી રજતજ્ઞાન સ્મરણરૂપ જાણવું.) રજતજ્ઞાનની શુક્તિકાનો ટૂકડો વિષય નથી, કેમ કે-અન્ય આકારનો અતિપ્રસંગ છે. (તે તે જ્ઞાનમાં સકલવિષયના પ્રતિભાસનો પ્રસંગ હોઈ, સર્વ જ્ઞાનોમાં સકલવિષયકપણું અને સર્વ જીવોમાં સર્વજ્ઞપણું થઈ જાય. આવો અતિપ્રસંગ આવે છે. તેમજ અન્ય આકારજ્ઞાનના અન્ય વિષયકપણામાં સ્વવિષયનું વ્યભિચારિપણું (વ્યભિચાર) હોઈ, સર્વ જ્ઞાનોમાં વિશ્વાસનો અસંભવ હોવાથી ક્યાંય કોઈની પણ પ્રવૃત્તિ-નિવૃત્તિ નહિ થાય, એવો પણ અતિપ્રસંગ આવશે, આવો ભાવ છે.) શંકા — ‘તે રજત છે’ એવા તત્ત્વનું અવભાસન નહિ હોવાથી રજતજ્ઞાન સ્મરણરૂપ નથી ને ? સમાધાન – તત્તાના અંશથી રહિત પણ ઘણા જ્ઞાનોમાં સ્મરણની ઉપલબ્ધિ છે. શંકા — તો ‘આ ચાંદી છે' એવું એક જ્ઞાનપણાએ કેવી રીતે ભાન છે ? બે જ્ઞાનરૂપે કેમ નથી ? અને રજતમાં અતીતતાનો અવભાસ નથી ને ? સમાધાન આ તો દોષનો મહિમા છે. તેથી ‘ä' આવા જ્ઞાનનું શુક્તિકારૂપે શુક્તિકાને વિષય કરવામાં અસમર્થપણું હોઈ અને ઉભયના સાધારણ ધર્મના દર્શનથી રજતશક્તિમાં તથા બે જ્ઞાનોમાં ભેદના અગ્રહણથી દ્વિત્વનો અને અતીતતાનો અવભાસ નથી. 1 શંકા – બધા જ્ઞાનોમાં જ યથાર્થ જ્ઞાનપણું હોઈ, ‘આ ચાંદી છે’ ઇત્યાદિ બાધક પ્રતીતિઓ કોને બાધ કરનારી થાય છે ?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy