SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ तत्त्वन्यायविभाकरे પ્રમાણોનું ફળ પ્રમાણથી ભિન્નભિન્ન પ્રમાણોનું ફળ પ્રમાણથી ભિન્ન છે, એમ કેટલાક (નૈયાયિકો) કહે છે. કેટલાક (બૌદ્ધો અભિન્ન જ છે એમ માને છે. આ વિષયના તત્ત્વને જાણવાની ઇચ્છા જયારે શ્રોતાને ઉપસ્થિત થાય છે, ત્યારે આ જિજ્ઞાસાને શાન્ત કરવા માટે કહે છે કે ભાવાર્થ – “ફળ, પ્રમાણથી ભિનાભિન્ન છે. પ્રમાણપણાએ પરિણત જ આત્મા ફળરૂપે પરિણત થતો હોવાથી તે પ્રમાણફળનો કથંચિત્ અભેદ છે. કાર્ય-કારણભાવથી પ્રતીયમાન થતા હોવાથી તે પ્રમાણફળમાં કથંચિત્ ભેદ છે.” આ પ્રમાણે પ્રમાણનિરૂપણ સમાપ્ત થાય છે. વિવેચન – અહીં “ચ” અકથિતના સમુચ્ચયનો ઘાતક હોઈ, ફળ એટલે પ્રમાણફળ (આ પદ ધર્મીપક્ષવાચક હોઈ આ પદથી ધમનિદેશ કરેલો છે.) પ્રમાણથી ભિન્નભિન્ન છે, (સાધ્યધર્મ વાચકપદ હોઈ આ પદથી ભેદાભેદરૂપ સાધ્યધર્મનો નિર્દેશ કરેલો છે.) કેમ કે- ‘પ્રમાણપત્તત્વથાનુપત્તિ' છે. (આ રૂપ હેતુ અધ્યાહારરૂપ પૂરવાનો છે.) ૦ એકાન્તથી પ્રમાણ અને ફળનો ભેદ જો માનવામાં આવે, તો આ પ્રમાણ અને ફળ પોતાના છે તથા આ પ્રમાણ અને ફળ પારકા છે, આવો નિયમ ન થઈ શકે; માટે “ માતૃતલા'થી તે પ્રમાણફળનો કથંચિત્ અભેદ વાચ્ય છે. ખરેખર, જે આત્મા પ્રમાણના આકારે પરિણત થાય છે, તે આત્મા ફળરૂપપણે પરિણમે છે, બીજો નહીં; કેમ કે-તે પ્રકારે જ દર્શન છે. જેિ પ્રમાતા પ્રમાણથી વસ્તુનો નિશ્ચય કરે છે, તે પ્રમાતા વસ્તુનું ગ્રહણ કરે છે, ત્યાજ્યનો ત્યાગ કરે છે અને ઉપેક્ષણીયની ઉપેક્ષા કરે છે, એમ સર્વ લોકોથી અનુભવાય છે. પરંતુ અન્ય પ્રમાતાનો પ્રમાણપણે પરિણામ અને અન્ય કોઈને પણ ઉપાદાનબુદ્ધિ આદિ રૂપ ફળપણાએ પ્રતીતિ થતી નથી.] અન્યથા, જો એક જ પ્રમાતાનું પ્રમાણફળનું તાદાભ્ય ન સ્વીકારાય, તો આ પ્રમાણફળ સ્વકીય છે અને આ પ્રમાણફળ પરકીય છે, આવો વ્યવસ્થાનો નિયમ ન થાય! શંકા– જો આમ છે, તો પ્રમાણ અને ફળનો અભેદ જ રહે! બરોબર છે ને? સમાધાન – કુઠાર (કરણ) અને છેદનક્રિયા(સાધ્ય)ની માફક પ્રમાણ અને ફળમાં કાર્યરખપાવેન' (સાધ્ય-સાધનભાવથી) પ્રતીતિ હોવાથી પ્રમાણફળનો કથંચિત્ ભેદ પણ થાય છે. ખરેખર, સર્વથા અભેદમાં આ વ્યવસ્થા ન થઈ શકે! ચ' શબ્દથી અકથિત આત્મારૂપ પ્રમાતાનો સંગ્રહ છે, તેથી પ્રમાણ અને ફળનું પરિણામ કારણ છે. તે પ્રમાતા છે. જો પ્રમાતા ન હોય, તો પ્રમાણ અને ફળનો ભેદભેદ ન થઈ શકે. પ્રમાણથી અભિન્ન આત્મા અને આત્માથી અભિન્ન ફળ હોઈ પ્રમાણફળનો અભેદ વાચ્ય છે, કેમ કે-ગત્યંતરનો અભાવ છે. તથાચ આત્માના અભાવમાં અથવા સર્વથા ક્ષણિકપણામાં કે સર્વથા નિત્યપણામાં પ્રમાણ ફળનો અભેદનો અસંભવ હોઈ, પ્રમાણફળની વ્યવસ્થાના વિચ્છેદની આપત્તિ આવવાથી, પ્રમાણફળથી ભિન્નભિન્ન, ઉત્પાદ-વ્યય
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy