SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો મા /સૂત્ર - ૮, સપ્તમ: વિરો શંકા- અશક્ય વિવેચનપણું પણ અસિદ્ધ છે ને? સમાધાન – વિવક્ષિત દ્રવ્યપર્યાયોને દ્રવ્યાન્તરમાં લઈ જવાનું અશક્ય સારી રીતે પ્રતીત છે. જેમ કેવેદવેદક આકારજ્ઞાન : કેમ કે-વેદ્યવેદક આકારનું જ્ઞાનાન્તરમાં લઈ જવાનું અશક્યત્વ જ તે અશક્ય વિવેચનત્વ અભિમત છે. શંકા- દ્રવ્યપર્યાય અયુતસિદ્ધ [જેને છોડીને જે ન રહી શકે, બંને અયુતસિદ્ધ છે. જે બંનેમાં એક પદાર્થ જયાં સુધી તે નષ્ટ ન થઈ જાય, ત્યાં સુધી પરસ્પર એકબીજા સિવાય રહી ન શકે તે જ બંને અયુતસિદ્ધ છે.] હોવાથી અશક્ય વિવેચનત્વ છે જ ને? સમાધાન – બોલો, આ અયુતસિદ્ધ શું છે? દેશથી અભેદરૂપ અયુતસિદ્ધત્વ નથી, કેમ કે-પવન અને આતપમાં તે અયુતસિદ્ધત્વનો પ્રસંગ આવશે. કાળથી અભેદરૂપ અયુતસિદ્ધત્વ નથી, કેમ કે-પવન અને આતપમાં તે અયુતસિદ્ધત્વનો પ્રસંગ આવશે ! સ્વભાવથી અભેદરૂપ અયુતસિદ્ધત્વ નથી, કેમ કે-સર્વથા અભેદ માનવામાં વિરોધ આવે છે. જો તે કથંચિત્ છે, તો તે જ અશક્ય વિવેચનત્વ છે. પૃિથ આશ્રયના અનિશ્રયિત્વરૂપ, પૃથફ અગતિમત્વરૂપ અયુતસિદ્ધત્વ અશક્ય વિવેચનપણું કોઈ જુદું નથી, એમ પણ જાણવું. તે જ અવિષ્યગુભાવ-સમવાય (અયુતસિદ્ધવૃત્તિ) છે, એમ પરમતપ્રસિદ્ધ છે. અન્યથા, તે અશક્ય વિવેચનપણું ઘટતું નથી. શંકા – ધર્મિગ્રાહકપ્રમાણથી બાધન હોવાથી બાલદોષ છે ને? સમાધાન તે કારણથી કથંચિત્ ભિન્ન જ બે ધર્મીનું ગ્રહણ છે. ૦ સર્વથા ભિન્ન દ્રવ્યપર્યાયમાં દ્રવ્યપર્યાયિત્વનો અસંભવ છે. શંકા– ભિન્ન દ્રવ્ય અને પર્યાયમાં કેવી રીતે અભેદ થઈ શકે? કેમ કે-વિરોધ છે. કથંચિત્ ભેદભેદનો અનુભવ હોવાથી, મેચકજ્ઞાનની માફક, ત્યાં વિરોધ-વૈયધિકરણ્ય-સંશય-વ્યતિકર-સંકર-અનવસ્થા અપ્રતિપત્તિ-અભાવરૂપ આઠ દોષ આવતા નથી, કેમ કે-તે દોષોનું તથા પ્રતીતિના બળથી પહેલાં ખંડન કરેલું છે. તેથી [આ પ્રમાણે દ્રવ્ય અને પર્યાયના એકત્વમાં ભેદ કેવી રીતે સિદ્ધ થાય છે? એમ જો કહો છો, તો પરસ્પર-ભિન્ન સ્વભાવ-પરિણામ-સંજ્ઞા-સંખ્યા-પ્રયોજન આદિથી દ્રવ્ય-પર્યાયનો ભેદ છે, એમ સમજો. ખરેખર, દ્રવ્ય અનાદિ અનંત એક સ્વભાવ સ્વાભાવિક પરિણામવાળું છે અને પર્યાય સાદિસાન્ત અનેક સ્વભાવ પરિણામવાળો છે. દ્રવ્યને દ્રવ્ય અને પર્યાયને પર્યાય એમ અન્વર્થ (અર્થ પ્રમાણે) સંજ્ઞાભેદ છે. “એક દ્રવ્ય છે' એમ એત્વસંખ્યા દ્રવ્યમાં પર્યાયો ઘણા છે.' પર્યાયમાં બહત્વસંખ્યા છે. આ પ્રમાણે સંખ્યાભેદ છે. દ્રવ્યનું એકત્વના અન્વયના, જ્ઞાન આદિ પર્યાયનું અનેકત્વના વ્યાવૃત્તિના જ્ઞાનાદિ પ્રયોજન છે, એવો પ્રયોજનનો ભેદ છે. દ્રવ્ય ત્રિકાળ વિષયવાળું છે, પર્યાય વર્તમાનકાળ વિષયવાળો છે, એવો કાલકૃતભેદ છે. વળી આ પ્રમાણે દ્રવ્યપર્યાયાત્મક વસ્તુ “અદ્ મને કેમ કે-સ્વલક્ષણનો ભેદ છે. “ચાત્ મેવ' કેમ કે-અશક્ય વિવેચન છે. ચાત્ મયમેવ' કેમ કે-ક્રમથી અર્પિત છે. ‘ા અવતવ્યમેવ’ કેમ કે-સહ અર્પિત દ્વયથી કહેવાને અશક્ય છે. “યાદ્ અનેવં વક્તવ્યમેવ' કેમ કે-વિરૂદ્ધ ધર્માધ્યાસ સહ અર્પિત કર્યા છે. “સાત્ પર્વ નવક્તવ્યમેવ' કેમ કેઅશક્ય વિવેચન સહઅર્પિત કર્યા છે. “સાત્મ અવક્તવ્યમેવ' કેમ કે-ક્રમથી-અક્રમથી અર્પિત દ્વયે છે. આવી સપ્તભંગી વિચારવી.] દ્રવ્ય અને પર્યાયનો કથંચિત્ અભેદ સિદ્ધ થયેલ છે. ઇતિ.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy