SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ ३६७ ક્લિીયો મા /સૂત્ર - ૮, સપ્તમ: વિરો | વિવેચન – ક્રમવર્તી પરિણામો નવા-જૂના વગેરે પર્યાયો ગણાય છે. સામાન્યથી વ્યંજનપર્યાય અને અર્થપર્યાયના ભેદથી પર્યાય બે પ્રકારના છે. ત્રિકાલસ્પર્શી પર્યાયો વ્યંજનપર્યાયો છે. જેમ કે-ઘટ આદિના માટી આદિ પર્યાય. કેમ કે-ઘટના ત્રણેય કાળમાં માટી આદિ પર્યાયનું વ્યંજન (પ્રકટીકરણ) છે. ૦ સૂક્ષ્મ-વર્તમાનકાળવાર્તા પર્યાય “અર્થપર્યાય છે. જેમ કે-ઘટાદિનો તે તે ક્ષણવર્તીપર્યાય. જે કાળમાં વર્તમાનપણાએ રહેલ છે, તે કાળની અપેક્ષાએ કરેલ વિદ્યમાનતાની અપેક્ષાએ અર્થપર્યાય કહેવાય છે. દરેક-વ્યંજન અને અર્થપર્યાય દ્રવ્ય અને ગુણથી બે પ્રકારના છે. વળી ત્યાં પણ શુદ્ધ અને અશુદ્ધના ભેદથી બે પ્રકારો છે. ૦ ત્યાં ૧-શુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય. જેમ કે-ચેતનદ્રવ્યનો સિદ્ધત્વપર્યાય. ર-અશુદ્ધદ્રવ્યવ્યંજનપર્યાય. જેમ કે-નર-દેવ-નારક-તિર્યંચરૂપ પર્યાય. ૩-શુદ્ધગુણવ્યંજનપર્યાય કેવલજ્ઞાન આદિરૂપ છે. ૪-અશુદ્ધગુણ વ્યંજનપર્યાય મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન પર્યાય જ્ઞાનરૂપ છે. ૦ ઋજુસૂત્રનયની અપેક્ષાએ ક્ષણમાં પરિણત અર્થપર્યાય શુદ્ધ છે. જે જેનાથી અલ્પકાળવર્તી છે, તે તેનાથી અલ્પત્વની વિવક્ષાથી અશુદ્ધ અર્થપર્યાય. જેમ નરત્વ વ્યંજનપર્યાય છે, તેમ બાલવ વગેરે અર્થપર્યાય છે. ઇતિ. ૦ શુદ્ધગુણવ્યંજનપર્યાયરૂપ કેવલજ્ઞાનનો પણ પ્રતિક્ષણભેદ હોવાથી, તેનો પર્યાય શુદ્ધ ગુણનો અર્થ પર્યાય છે. ૦ શુદ્ધદ્રવ્યવ્યંજનરૂપ પરમાણુ શુદ્ધ પુદ્ગલનો પર્યાય છે, કેમ કે-તે પરમાણુ અવિનાશી છે. સંયોગથી જનિત કયણુક વગેરે ગુણો અશુદ્ધ ગુણવ્યંજનપર્યાયરૂપ છે. પરમાણુગુણ શુદ્ધગુણવ્યંજનપર્યાય છે. આ પ્રમાણે ધર્માસ્તિકાય આદિમાં વિચારવું. શંકા – જે ગુણો જ ક્રમથી કે સાથે (સમકાળ) હોય છે અને તે જ પર્યાયો થાય છે, તો કેવી રીતે તે ગુણ, પર્યાયનો ભેદ કહેવાય છે? સમાધાન – અભિન્નકાળવર્તી ગુણો છે. કાળની સાથે અભેદવાળા ગુણો છે. હંમેશાં જ સહવર્તી હોવાથી વર્ણ-ગંધ-રસ વગેરે સામાન્યથી ગુણો કહેવાય છે, કેમ કે-મૂર્ત(રૂપી) વસ્તુમાં કદાચિત પણ વર્ણ વગેરે વ્યવચ્છિન્ન હોતા નથી. વર્ણવિશેષરૂપ કૃષ્ણ-નીલ વગેરેમાં પણ પ્રાયઃ ઘણા કાળ સુધી સાથે રહેનારા હોવાથી ગુણપણું છે. આ પ્રમાણે જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય આદિનું જાણવું. વિભિન્નકાળવર્તી કાળભેદવાળા પર્યાયો છે. એકગુણકાલ– આદિ વિભિન્ન પર્યાયો, દ્રવ્યની અવસ્થાન્તર પ્રાપ્તિરૂપ પર્યાયો છે. ૦ ત્રણ લોકમાં રહેલ સર્વ પણ કાળની અસત્કલ્પનાથી જે ગુણરૂપ અંશ સર્વજઘન્ય છે, તેની સાથે કાલક પરમાણુ આદિ “એકગુણકાલક' કહેવાય છે. આ પ્રમાણે દ્વિ (બે) આદિ ગુણકાલક આદિ જાણવા. ૦ વાસ્તવિક રીતે ગુણનો અને પર્યાયનો કોઈ ભેદ નથી, કેમ કે-દ્રવ્યનય અને પર્યાયનયરૂપી બે નયથી ભિન્ન નયનો ઉપદેશ ભગવંતોએ કરેલો નથી.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy