SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ૫૮ तत्त्वन्यायविभाकरे જીવાશ્રિત ચાર પ્રકારો-ચરમશરીરથી કિંચિત્ ન્યૂન એવા શુદ્ધ અસંખ્યાતપ્રદેશ આત્મક સિદ્ધભગવાન, એ એક પ્રકારનું દષ્ટાન્ત છે. અનંતજ્ઞાન અનંતદર્શન, અનંતસુખ, અનંતવીર્યરૂપ અનંતચતુષ્ટય, એ બીજા પ્રકારનું દષ્ટાન્ત છે. એવી રીતે સાધુ વગેરે ત્રીજા પ્રકારનું દષ્ટાન્ત છે. મતિજ્ઞાન વગેરે ચોથા પ્રકારનું ઉદાહરણ છે. પુલના સંબંધમાં-(૧) અવિભાગી પુદ્ગલપરમાણુઓ, (૨) વર્ણ, ગંધ અને રસના પ્રકારો પૈકી એક એક, તેમજ અવિરોધી એવા બે સ્પર્શી, (૩) દ્વિઅણુક આદિ અને (૪) રસ, રસાત્તર, ગંધ, ગંધાન્તર વગેરે-એમ ચાર દષ્ટાન્નો જાણવા.] એવા અભિલાપયોગ્ય પયોવડે જ ચેતન-અચેતનરૂપ સકલ વસ્તુમાં અભિલાયત્વની પ્રતીતિ છે, પરંતુ અનભિલાહયોગ્ય પર્યાયોવડે નહિ. વળી એકાન્તથી અનભિલાપ્ય સ્વરૂપવાળી વસ્તુ ઉપલબ્ધિ(અનુભવ)ના ભાજન નથી, કેમ કે પ્રત્યેક ક્ષણમાં થનાર પ્રતિક્ષણ પરસ્પર સ્વરૂપભવન લક્ષણવાળો સૂક્ષ્મ, જેનું બીજું નામ અWપર્યાય છે. સૂક્ષ્મ-વર્તમાનકાળવાર્તા પર્યાય “અર્થપર્યાય' કહેવાય છે. ભૂતત્વ-ભવિષ્યત્વ સંસ્પર્શરહિત શુદ્ધ વર્તમાનકાલાવચ્છિન્ન વસ્તસ્વરૂપમર્થપર્યાય ભૂત-ભવિષ્યકાળના સંસ્પર્શરહિત શુદ્ધ વર્તમાનકાળથી વિશિષ્ટ વસ્તુનું સ્વરૂપ “અર્થપર્યાય છે.] તે અનભિલાપયોગ્ય પર્યાયરૂપ અર્થ પર્યાયોવડે સર્વ વસ્તુમાં અનભિલાપત્યની પ્રતીતિ છે, પરંતુ અભિલાખયોગ્ય પર્યાયોથી નહિ. શંકા – જો અભિલાખ-અનભિલાપ્ય ધર્મવાળી વસ્તુ છે, તો અભિલાખો શબ્દથી અભિધાનવિષયરૂપ હોઈ, જેણે સંકેત નથી કરેલો એવા પુરુષની આગળ રહેલ એવા પણ અર્થમાં શબ્દથી પ્રતીતિ અને પ્રવૃત્તિ કેમ નહિ જ થાય ને? સમાધાન – જે અર્થમાં જે શબ્દથી પ્રતીતિ થતી નથી, તેમાં તેના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમનો અભાવ છે, કેમ કે તે ક્ષયોપશમ સંકેતથી અભિવ્યફગ્ય (પ્રકટયોગ્ય) છે. ખરેખર, મિથ્યાત્વ આદિથી જનિત જ્ઞાનાવરણ આદિ કર્મરૂપી મળના પટલથી આચ્છાદિત સ્વરૂપવાળા જ્ઞાયક સ્વભાવી આત્મામાં, સંકેત-તપશ્ચર્યા–દાન-પ્રતિપક્ષી-ભાવના આદિથી જ્ઞાનાવરણકર્મનો ક્ષયોપશમ અને ક્ષય પ્રાપ્ત થાય છે. ત્યારબાદ વિવલિત અર્થના આકારવાળું સંવેદન પ્રવર્તે છે. અન્યથા, તેની પ્રવૃત્તિનો અભાવ છે. - અહીં વિરોધની બાધા નથી, કેમ કે તે બે ભિન્ન નિમિત્તવાળા છે. જે બંનેમાં ભિન્ન નિમિત્તપણું છે, તે બંનેમાં એક વસ્તુમાં વિરોધ નથી. જેમ હૃસ્વત્વ અને દીર્ઘત્વમાં છે, તેમ અહીં સમજવું. ૦ વળી આ બંનેમાં ભિન્ન નિમિત્તપણું છે તે આ પ્રમાણે.-અભિલાપ્ય ધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ તો વસ્તુમાં અભિલાપ્યપણું છે અને અનભિલાપ્ય ધર્મકલાપરૂપ નિમિત્તની અપેક્ષાએ અનભિલાપ્યપણું છે, કેમ કે-ધર્મ-ધર્મીનો કથંચિતુ ભેદ છે. વળી તેથી તે જે કારણથી અનભિલાય છે, એથી જ અભિલાપ્ય છે, કેમ કે-અભિલાપ્ય ધર્મકલારૂપ નિમિત્તની અપેક્ષાએ અભિલાપ્યપણું છે અને અભિલાપ્ય ધર્મો અનભિલાપ્ય ધર્મોની સાથે અવિનાભૂત છે. વળી જે કારણથી જ અભિલાપ્ય છે, તે કારણથી જ અનભિલાપ્ય છે, કારણ કે-અનભિલાપ્ય ધર્મકલારૂપ નિમિત્તની અપેક્ષાએ જ અનભિલાપ્ય છે અને
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy