SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો મા /સૂત્ર - ૪, સંત શિરો ३५१ ૦ વળી અહીં અસમાન પરિણામરૂપ નિબંધનવાળી વિશેષબુદ્ધિ છે. સમાન પરિણામનો અસમાન પરિણામની સાથે અવિનાભાવ છે, જેથી જ વસ્તુ સામાન્ય રૂપવાળી છે, તેથી જ વિશેષ રૂપવાળી છે, જેથી જ વિશેષ રૂપવાળી છે, એથી જ સામાન્ય રૂપવાળી છે. વળી આ બંનેમાં વિરોધ નથી, કેમ કે સમાનઅસમાન પરિણામરૂપ બંનેમાં પણ સંવેદન ઉભયરૂપ છે.. ૦ તે આ સમાન પરિણામ, વિશેષથી અર્થાન્તરરૂપ નથી અથવા સર્વથા એક સ્વભાવવાળા નથી, જેથી સકલલોકપ્રસિદ્ધ સંવ્યવહારના નિયમના ઉચ્છેદનો પ્રસંગ આવી શકે ! પરંતુ ભેદની સાથે અવિનાભૂત હોવાથી જે વિષથી જ અભિન્ન છે, તે જ મોદક આદિથી પણ અભિન્ન નથી. સર્વથા તેના એકત્વમાં સમાનત્વનો અભાવ છે. શંકા - સમાન પરિણામની પણ, પ્રત્યેક વિશેષમાં ભિન્નતામાં અસમાન પરિણામની માફક તે સમાન ભાવની અનુપપત્તિ થશે જ ને? સમાધાન – પરિણામની ભિન્નતા હોવા છતાં પણ, સમાન પરિણામ અને અસમાન પરિણામ ભિન્ન સ્વભાવવાળા છે. જેમ કે-(૧) સમાન બુદ્ધિ અને સમાન શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત સ્વભાવવાળો સમાન પરિણામ છે. (૨) વિશિષ્ટ બુદ્ધિ અને વિશિષ્ટ શબ્દના જનના સ્વભાવવાળો વિશેષ છે. [વળી આ પ્રમાણે વિષનો અર્થી વિષમાં જ પ્રવૃત્તિ કરે છે, કેમ કે-તેનો વિશેષ પરિણામ જ તેના સમાન પરિણામની સાથે અવિનાભૂત છે, પરંતુ મોદકમાં નહીં; કેમ કે-તેનો વિશેષ પરિણામ તેના સમાન પરિણામની સાથે અવિનાભાવનો અભાવ છે.] ૦ તેથી વસ્તુ સામાન્ય-વિશેષ ઉભય આત્મક જ છે, એમ સિદ્ધ થયું. આ પ્રમાણે નિત્યાનિત્ય આત્મકપણું પણ પ્રત્યક્ષથી જાણી શકાય છે. અન્યથા, વસ્તુના જ્ઞાનના અભાવનો પ્રસંગ થઈ જાય ! તે આ પ્રમાણે જો અપ્રશ્રુત-અનુત્પન્ન સ્થિર એક સ્વભાવવાળી વસ્તુ સર્વથા નિત્ય છે એમ સ્વીકાર કરવામાં આવે તો, તે વસ્તુ વિજ્ઞાનના જનનના સ્વભાવવાળી છે કે અજનન સ્વભાવવાળી છે? જો પ્રથમ પક્ષ માનો, તો સઘળે ઠેકાણે. સર્વ કાળ, સઘળા જીવોમાં તે વિજ્ઞાનનો પ્રસંગ આવશે ! કેમ કે તે નિત્યનો એક સ્વભાવ છે. ખરેખર, આ પ્રમાણે દેખાતું નથી, કેમ કે-ક્વચિત્ કોઈ એકમાં જ તે વિજ્ઞાનનો ઉદય છે. શંકા – તે નિત્યનો સર્વથા એક સ્વભાવ હોવા છતાં, દેશ આદિથી કરેલ વિશેષથી તે પ્રકારનું વિજ્ઞાન છે જ ને ? સમાધાન – પૂર્વના સ્વભાવની નિવૃત્તિ સિવાય વિશેષનો અસંભવ હોઈ, તે વિશેષના ભાવમાં અનિત્યતાનો પ્રસંગ આવશે ! વળી “સહકારની અપેક્ષા રાખીને તે વિજ્ઞાનને પેદા કરે છે.” એમ પણ નહીં કહેવું, કેમ કે-એકાન્ત નિત્યમાં અપેક્ષાનો અભાવ છે. ૦ સહકારોદ્વારા કરાતા વિશેષના સ્વીકારમાં તે વિશેષથી અર્થાન્તરપણું થતાં નિત્ય વસ્તુને તે વિશેષથી પ્રયોજનનો અભાવ છે, કેમ કે વસ્તુ નિત્ય અવસ્થાવાળી છે; કેમ કે તે નિત્ય વસ્તુમાં તે વિશેષમાં કિંચિત્કારિપણાનો અભાવ છે. વળી વિશેષદ્વારા જો કિંચિત્કારિપણું માનવામાં આવે, તો તે આ વસ્તુ વિશેષથી ભિન્ન છે કે અભિન્ન છે? આવી આવૃત્તિથી અનવસ્થાનો પ્રસંગ આવે છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy