SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ३३२ तत्त्वन्यायविभाकरे पूर्वस्येति, किञ्चोत्तरज्ञानं प्रमाणमिति कुतस्सिद्धं येन प्रथमस्य प्रामाण्यनिश्चायकं भवेत्, न चान्यस्मात्तथाविधात्, अनवस्थापत्तेः । न चोत्तरज्ञानस्य कारणशुद्धिपरिज्ञानानन्तरभाक्त्वेिन विशेषात्सम्भवति संवादकत्वमिति वाच्यम्, कारणशुद्धिपरिज्ञानस्यार्थक्रियापरिज्ञानं विनाऽसम्भवेन तत्र चक्रकदोषस्य दुर्वारत्वात् सम्भवे वा तस्यैव निश्चायकत्वेनोत्तरकालभाविनः कारणशुद्धिज्ञानसमन्वितस्य प्रामाण्यहेतुत्ववर्णनं व्यर्थं स्यात् । अथ भिन्नजातीयज्ञानान्तरस्य संवादकत्वे घटज्ञानस्यापि पटज्ञानप्रामाण्यनिश्चायकत्वापत्तिः स्यात्, स्वस्मिश्च प्रामाण्यनिश्चयाभावे प्रवृत्त्यभावेन तन्निश्चयस्यावश्यकत्वे चक्रकप्रसङ्गेनार्थक्रियाकारिरूपं. भिन्नजातीयमपि न तन्निश्चायकम्, न च प्रामाण्यसंशयादपि प्रवृत्तिसम्भवेनार्थक्रियाज्ञानसम्भव इति वाच्यम्, प्रामाण्यनिश्चयस्य निष्फलत्वापत्तेस्तदन्तरेणैव प्रवृत्तेः । प्रामाण्यनिश्चयमन्तरेण प्रवृत्तो विसंवादभाङ् मा भूवमिति ह्यर्थक्रियार्थी प्रामाण्यनिश्चयाय कुरुते प्रवृत्ति सा च तदन्तरेणापि संजातेति, अर्थक्रियाज्ञाने च प्रामाण्यायान्यस्यापेक्षायामनवस्था भवेदित्याशंकायामाह - પ્રામાણ્ય અને અપ્રામાણ્યની ઉત્પત્તિ ભાવાર્થ – “પ્રામાણ્ય અને અપ્રામાણ્ય, સ્વ(જ્ઞાન)ના કારણમાં વર્તમાન ગુણ અને દોષની અપેક્ષાએ ઉત્પત્તિમાં પરતઃ જ છે.” વિવેચન – સ્વ એટલે જ્ઞાનનું જે કારણ, ચક્ષુ આદિ કારણ સમુદાય છે, તેમાં રહેલા જે ગુણ અને દોષ છે, તે બંનેની અપેક્ષાએ પ્રામાણ્ય અને અપ્રામાણ્ય થાય છે; માટે પરની (જ્ઞાનભિન્નની) અપેક્ષા રાખીને ઉત્પન્ન થતા હોવાથી ઉત્પત્તિના વિષયમાં તે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય પરથી જ થાય છે. પૂર્વપક્ષ – તેથી અર્થતથાભાવપ્રકાશકન્વરૂપ પ્રામાણ્ય, સ્વજ્ઞાનરૂપ કારણથી ભિન્ન ગુણની અપેક્ષા નહીં હોવાથી સ્વતઃ જ ઉત્પત્તિ છે. તે આ પ્રમાણે-કારણમાં રહેલા તે ગુણો ઉપલબ્ધ-પ્રત્યક્ષ થતા નથી, કેમ કે-જ્ઞાનના કારણભૂત ચલુ આદિ અતીન્દ્રિય હોઈ ચક્ષુ આદિગત ગુણોની પ્રત્યક્ષથી પ્રતિપત્તિનો અસંભવ છે. વળી કારણગત ગુણો અનુમાનથી પણ અનુમેય થતા નથી, કેમ કે ઇન્દ્રિયમાં રહેલા ગુણોની સાથે કોઈ પણ હેતુની પ્રત્યક્ષથી વ્યાપ્તિનું ગ્રહણ નહીં હોવાથી પ્રત્યક્ષથી વ્યાપ્તિ ગ્રાહકહેતુનો અભાવ છે. અનવસ્થાના પ્રસરણ થવાથી અનુમાનથી વ્યાપ્તિના ગ્રહણવાળા લિંગનો અભાવ છે. જેમ કે-હેતુનિઇ વ્યાપ્તિગ્રાહક અનુમાનમાં પણ બીજા અનુમાનથી ગૃહિત વ્યાપ્તિકત્વ છે અને બીજા અનુમાનમાં ત્રીજા અનુમાનથી ગૃહિત વ્યાપ્તિત્વ છે. આવી રીતે અનવસ્થાનું પ્રસારણ હોઈ અનુમાનથી કારણગત ગુણો જણાતાં નથી. ૦ વળી ખરેખર, અર્થતથા–પરિચ્છેદ શક્તિરૂપ પ્રામાણ્ય છે અને સઘળી શક્તિઓ સ્વતઃ જ થાય છે, પરંતુ ઉત્પાદક કારણકલાપને આધીન નથી. તે આ પ્રમાણે-માટીના પિંડમાં વર્તમાન રૂપ આદિ, માટીના
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy