SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ३१८ तत्त्वन्यायविभाकरे છે, તેવા બે રૂપમાં અસ્તિત્વ-નાસ્તિત્વ નિયામક બીજા સ્વરૂપ અને પરરૂપ આદિની અનંત કલ્પનામાં અનવસ્થાદોષ છે. (૪) સંકર=જે રૂપ સત્ત્વ છે, તે જ રૂપથી અસત્ત્વનો પ્રસંગ અને જે રૂપથી અસત્ત્વ છે, તે જ રૂપથી સત્ત્વનો પ્રસંગ હોઈ સંકરદોષ છે, કેમ કે સર્વેષાં યુપત્ પ્રાતઃસંવર:' આવું કથન છે. અસ્તિત્વના અધિકરણમાં અસ્તિત્વ-નાસ્તિત્વ બંને રહેવાથી અને નાસ્તિત્વના અધિકરણમાં નાસ્તિત્વઅસ્તિત્વ રહેવાનું માનવાથી સંકરદોષ છે. (ખીચડો-શંભુમેળો) (૫) વ્યતિરેકદોષ જે રૂપથી સત્ત્વ છે, તે રૂપથી અસત્ત્વ જ થાય પરંતુ સત્ત્વ નહીં! જે રૂપથી અસત્ત્વ છે, તે રૂપથી સત્ત્વ જ થાય પરંતુ અસત્ત્વ નહીં! આવો વ્યતિકર નામનો દોષ આવે છે. અસ્તિત્વ અને નાસ્તિત્વ એકીસાથે રહેવાથી, અસ્તિત્વરૂપથી નાસ્તિત્વ અને નાસ્તિત્વરૂપથી અસ્તિત્વ માનવાથી વ્યતિકરદોષ છે, કેમ કે-“પરસ્પર વિષય મને વ્યતિ:' એવું કથન છે. (૬) સંશય સત્ત્વ-અસત્ત્વરૂપપણામાં “આ પ્રમાણે જ છે' આવો નિશ્ચય કરવાની અશક્તિ હોવાથી સંશય આવે છે. વસ્તુમાં અસ્તિત્વ-નાસ્તિત્વમાં કોઈ એક ધર્મનો અસાધારણરૂપે બરોબર નિશ્ચય ન થઈ શકવાથી સંશયદોષ છે. જેમ વસ્તુમાં છીપ-ચાંદીનું નિશ્ચયજ્ઞાન નહીં હોવાથી સંશય છે, તેમ અહીં સમજવું. (૭) અપ્રતિપત્તિસંશય થવાથી વસ્તુનું સાચું જ્ઞાન થઈ શકતું નથી, માટે અનિશ્ચયરૂપ અપ્રતિપત્તિદોષ છે. (૮) અભાવ સત્ત્વ-અસત્ત્વ આત્મક વસ્તુનો અભાવરૂપ દોષ છે. વસ્તુનું યથાર્થજ્ઞાન નહીં હોવાથી સ્યાદ્વાદમાં પ્રમાણવિષય-પ્રમેયની વ્યવસ્થાની હાનિરૂપ અભાવદોષ થાય છે. આ આઠ દોષો સંભવે છે, એમ પ્રતિપક્ષીઓએ કહેલ છે. તેનું ક્રમસર ખંડન શરૂ થાય છે. ઉત્તરપક્ષઃસ્વરૂપ-પરરૂપ આદિની અપેક્ષાએ વિવક્ષિત, પ્રતીતિવિષયભૂત સત્ત્વ અને અસત્ત્વનો વસ્તુમાં અવિરોધ છે, કેમ કે-સ્વરૂપ આદિ દ્વારા સત્ત્વની માફક, પરરૂપ આદિથી અસત્ત્વ પણ, પ્રતીતિસિદ્ધ હોઈ અનુપલબ્ધિજન્ય વિરોધનો અભાવ છે. (૧) શંકા – એક સ્થાનમાં તે બંનેની પ્રતીતિ મિથ્યા છે, કેમ કે-વિરોધ છે ને? સમાધાન – અન્યોન્યાશ્રય છે. વિરોધ હોય છતે, તેનાથી બાધિત થવાથી મિથ્યાત્વસિદ્ધિ. તે મિથ્યાત્વસિદ્ધિ થયે છતે, સત્ત્વ-અસત્ત્વની વિરોધની સિદ્ધિ. આમ પરસ્પરાશ્રયદોષ હોઈ પ્રતીતિ મિથ્યા નથી. (ગ) વધ્યઘાતક ભાવરૂપ પણ સાપ-નોળિયા આદિની માફક વિરોધ નથી. તે વિરોધનો એક કાળમાં વર્તમાન બંનેનો સંબંધ (સંયોગ) હોયે છતે સંભવ છે. ખરેખર, અસંયુક્ત સાપને નોળિયો મારી શકતો નથી. જો સંયોગ વગર નોળિયો સાપને મારે છે એમ માનો, તો સઘળે ઠેકાણે સાપના અભાવનો પ્રસંગ આવશે ! તથા પ્રકૃતિમાં સંબંધ હોય છતે અતિ બળવાનથી બીજો બાધિત થાય છે, એમ બોલી શકાય. પરંતુ તેવી રીતે સત્ત્વ-અસત્ત્વમાં ક્ષણ માત્ર પણ ‘પરથી સત્ત્વ છે” એમ એક ઠેકાણે સ્વીકાર કરતો નથી, તો કેવી
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy