SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ . तत्त्वन्यायविभाकरे સમાધાન – પહેલાના બે પક્ષમાં કહેલા દોષો અસ્વીકાર માત્રથી તિરસ્કૃત છે, કેમ કે-ભેદભેદપક્ષનો જ માત્ર સ્વીકાર છે. આ વિશિષ્ટ ભેદભેદનો પરસ્પર વ્યાપ્તિભાવ હોઈ આનું જાત્યંતર આત્મકપણું છે, માટે કેવળ ભેદભેદપક્ષના ખંડનમાં કહેલ દોષનો અવતારે અહીં નથી. તેથી જે આકારથી ભેદ, તે આકારથી ભેદ જ અને જે આકારથી અભેદ, તેથી અભેદ જ છે. આ વિષય અનેકાન્તવાદના અત્યંત પરિત્યાગનો સૂચક છે, કેમ કે-અભેદના અનુવેધ વગરનો કેવળ ભેદ અને ભેદથી અવ્યાખ કેવળ અભેદની અપ્રસિદ્ધિ છે. વળી “જે આકારથી ભેદ, તેથી અભેદ ઈત્યાદિ વચન વ્યાજબી નથી, કેમ કે સર્વથા એકનિમિત્તજન્યત્વમાં બે ભેદભેદ ઉપપન્ન થઈ શકતા નથી. શંકા - તો પછી ધર્મ-ધર્મીનો ભેદભેદ કેવી રીતે? સમાધાન – ધર્મ-ધર્મીનો ભેદભેદ એટલે કથંચિત્ ભેદ, કથંચિત્ અભેદ. આ પ્રમાણે ગ્રહણ કરો! (૧) કથંચિત ભેદ=ધર્મોનો પરસ્પર ભેદ હોવાથી અને પ્રતિનિયત ધર્મીને આશ્રિત હોવાથી કથંચિત ભેદ છે, કેમ કે-ધર્મોના ધર્મી સાથે સર્વથા એકત્વમાં ધર્મપણાએ પણ ભેદનો અસંભવ છે. (૨) કથંચિત્ અભેદ=ધર્મો જ અત્યંતરમાં કરેલ (ગૌણરૂપે) ધર્મીસ્વરૂપવાળા હોઈ, ધર્મીઓ પણ અત્યંતરમાં કરેલ (ગૌણરૂપે) ધર્મસ્વરૂપવાળા હોઈ કથંચિત અભેદ છે, કેમ કે-અત્યંત ભેદમાં ધર્મ-ધર્મીની કલ્પનાનો અસંભવ છે-અતિપ્રસંગ છે. (સ્વભાવ, ધર્મ હોવાથી ધર્મધર્મીના એકાન્ત ભેદમાં ધર્મી નિઃસ્વભાવ થઈ જાય! તથાચ શેયત્વ આદિ ધર્મનો અનુવેષ નહીં હોવાથી ધર્મીનો અભાવનો પ્રસંગ, તે ધર્મીના અભાવથી જ ધર્મો નિરાશ્રય હોવાથી, આશ્રય વગર ગ્રહણનો અસંભવ હોઈ, અભાવનો પ્રસંગ, એ અતિપ્રસંગપદનો અર્થ છે.). અનુવૃત્તિવાળી, વ્યાવૃત્તિવાળી વસ્તુ પ્રત્યક્ષ સિદ્ધ હોઈ ભેદભેદ કલ્પનારૂપ નથી પણ કથંચિદ્ ભેદભેદરૂપ સત્ય છે. જ્ઞાનથી વસ્તુ વ્યવસ્થા છે. ભેદાભદાત્મકપણું સંવેદન વિષય થતું નથી, કેમ કેઉભયરૂપ સંવેદનનો અભાવ છે ને ? આવી આશંકામાં કહે છે કે-અનુભવ તો સામે રહેલ ઘટાદિમાં તદ્દ અતરૂપે જ પેદા થાય છે. અન્યથા, ત-અતરૂપ અનુભવની જો ઉત્પત્તિ ન માનવામાં આવે, તો વસ્તુના અભાવનો પ્રસંગ છે. શંકા – દ્રવ્યત્વથી અવચ્છિન્ન જીવ આદિના સત્ત્વ-અસત્ત્વ આદિ રૂપ સપ્તભંગીના સાધનમાં શું સ્વદ્રવ્ય છે? શું પરદ્રવ્ય છે? કેમ કે-વદ્રવ્યાદિથી અવચ્છિન્ન ભેદની અપ્રસિદ્ધિ હોવાથી પરત્વ અને તેના અભાવમાં સ્વત્વ વાણીથી અવાચ્ય છે ને? સમાધાન – સ્વદ્રવ્ય અને પરદ્રવ્યનો વાણીથી વિવેક કરી શકાય છે. તે આ પ્રમાણે-શુદ્ધ દ્રવ્ય સ્વ છે, જે સત્ત્વનું અવચ્છેદક છે અને અશુદ્ધ પર-અસત્ દ્રવ્ય છે, જે અસત્ત્વનું અવચ્છેદક છે. ૦ વળી ભેદપ્રધાન વ્યવહાર સાક્ષિક, અભેદપ્રધાન નિશ્ચય સાક્ષિક અખંડ ઉપાધિ (ધર્મ)રૂપ અશુદ્ધત્વ અને શુદ્ધત્વ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy