SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे તેનાથી ભિન્ન સકલ વર્ણોની વિષયતામાં વિરોધથી ભાનની પ્રાપ્તિ નથી. એમ પણ નહીં કહેવું કે- ‘ત્યાં તથા પ્રતીતિ જ તે નીલાદિતરવિષયતામાં અવિરોધસાધિકા છે. તો પછી પ્રકૃતિમાં પણ તુલ્યતા જ છે. વળી ભાવ અને અભાવના વિરોધ પણ તે પ્રતિયોગિના ઘટિતપણાએ કરી વિશેષમાં જ વિશ્રાન્ત હોઈ, જાત્યંતરભૂત વસ્તુમાં તે વસ્તુના એકદેશ (અવયવ) સત્ત્વ અને અસત્ત્વમાં અવરોધની કલ્પનામાં લઘુતા છે.] શંકા – સ્વસ્વભાવ આદિથી સત્ત્વ જ પરસ્વભાવ આદિથી અસત્ત્વ છે. તેનાથી ભિન્ન નથી, એમ માનીએ તો શો વાંધો? સમાધાન – તે બન્ને એકસ્વભાવવાળા માનવામાં વસ્તુત્વનો અભાવ થાય એ જ મોટો વાંધો છે. ખરેખર, જો ઘટવ આદિથી સત્ત્વ જ, પટવ આદિથી અવચ્છિન્ન અસત્ત્વ છે એમ કહો-તો પટ– આદિથી ઘટ સત્ થઈ જાય! કેમ કે-ઘટત્વથી અવચ્છિન્ન સત્ત્વની સાથે પટ આદિથી અવચ્છિન્ન-અસત્ત્વ અભિન્ન છે. તેવી જ રીતે ઘટત્વથી પણ “ઘડો અસત્' થશે ! કેમ કે-ઘટત્વથી અવચ્છિન્ન સત્ત્વ, પટવ આદિથી અવચ્છિન્ન અસત્ત્વની સાથે અભિન્ન છે. તથા તેનાથી ઇતર રૂપની આપત્તિ આદિથી અપદાર્થપણાનો પ્રસંગ દુર્વાર જ થશે! શંકા – નિરૂપાખ્ય નિરૂપા એટલે સ્વભાવ વગરનું, પરરૂપાઘ સત્ત્વ એટલે પરરૂપ આદિથી અવચ્છિન્ન સત્ત્વનો અભાવ, આ બૌદ્ધમતની અપેક્ષાએ પૂર્વપક્ષ, વિશિષ્ટ એકસ્વભાવવાળું એટલે સ્વથી ઇતર સકલવ્યાવૃત્તિરૂપ હોતું એકસ્વભાવવાળું) કાંઈ પરરૂપ આદિથી અસત્ત્વ નથી જ, જેથી અભિન્નત્વ વિકલ્પ કલ્પનાથી અવસ્તુત્વની આપત્તિ થઈ શકે ! પરંતુ સ્વરૂપ આદિથી સત્ત્વ જ, વિશિષ્ટ એકસ્વભાવવાળું પરરૂપાદિથી અસત્ત્વ કહેવાય છે, માટે ઉક્ત દોષ કેવી રીતે ? સમાધાન – પોતાના વચનથી જ અનેકાન્તપણાનું પ્રતિપાદન કરો છો તો ઠીક છે. તમો એક બાજુથી વિશિષ્ટ સ્વરૂપ આદિથી અવચ્છિન્ન સત્ત્વને જ પરરૂપ આદિથી અવચ્છિન્ન અસત્ત્વ તરીકે કહો છો અને બીજી બાજુથી વસ્તુનું સદ્-અસરૂપપણું માનતાં નથી એ મોટું આશ્ચર્ય છે, કેમ કે-સ્વ-પરરૂપ આદિથી અવચ્છિન્ન સત્ત્વ-અસત્ત્વોભયરૂપતા સિવાય વસ્તુની વિશિષ્ટતાનો અસંભવ છે. શંકા – આ પ્રમાણે પણ સદ્-અસરૂપ વસ્તુ સંભવતી નથી. તે આ પ્રમાણે-“અસદુ અહીં પ્રસજ્યરૂપ પ્રતિષેધ લો કે પર્યદાસરૂપ પ્રતિષેધ લો, આ બન્ને પ્રતિષેધના સ્વીકારમાં દોષ છે. પ્રસ"પ્રતિષેધસત્ નહીં તે અસતુ, આવા પ્રસપ્રતિષેધમાં સની નિવૃત્તિરૂપ નિરૂપાખ્યની અવિદ્યમાનતા છે, કેમ કેપ્રમાણના અવિષયભૂત હોઈ વસ્તુધર્મ તરીકે યુક્તિયુક્ત નથી. અથવા સત્ના અભાવરૂપ નિરૂપાખ્યની વિદ્યમાનતાનો જો સ્વીકાર કરવામાં આવે, તો નિરૂપાખ્ય ધર્મવાળામાં સોપાખ્ય(સ્વભાવત્વ)પણાનો સસંભવ હોઈ, વસ્તુ પણ નિરૂપાખ્ય (નિઃસ્વભાવ) થઈ જાય ! પર્યદાસરૂપ નમૂના સ્વીકારમાં=સથી (સદશ) અલગ તે અસત્. આ પ્રમાણે પર્યદાસના પક્ષમાં સથી બીજું અથવા બીજું સત્ (સસમાન) અસત્ થાય છે. આ પ્રમાણે પણ વસ્તુનું સદ્ આત્મકપણું હોવાથી સતથી અન્યતાનો અભાવ હોવાથી સદ્, અસદ્ આત્મક વસ્તુ નથી, કેમ કે-સત્ સદન્યાત્મક નથી જ ને ?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy