SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ तत्त्वन्यायविभाकरे પણ છે અને નથી. જેમ કે-આંખમાં રહેલ કાણત્વની અપેક્ષાએ દેવદત્ત કાણો અને હાથમાં રહેલ કુંટત્વની અપેક્ષાએ દેવદત્ત ઠુંઠો. ૦ અન્યથા-ક્રમથી પણ એક ઠેકાણે સદ્ અસત્ત્વની વિવક્ષાના ઉદયના અભાવથી ભંગવિલોપનો પ્રસંગ આવશે જ ! ૦ દેશ પણ અવયવ કે ધર્મ કહેવાય છે. અવયવ અવયવીનો અને ધર્મ-ધર્મીનો કથંચિત્ અભેદ હોવાથી, અવયવ આદિ ધર્મોની સાથે પણ અવયવી આદિનો તે પ્રકારનો વ્યપદેશ સુઘટ જ છે. અહીં પણ ઉભયપ્રધાન અવયવના અભેદથી અસ્તિત્વ અને નાસ્તિત્વ વિવક્ષિત કરાય છે. ૦ (સ્વપદથી ગ્રાહ્ય ‘સ્યાદ્ અસ્તિ નાસ્તિ ચ ઘટઃ' ઇતિ વાક્યનો વિષયતાસંબંધથી આ વાક્યથી સ્વાશ્રય સમવાયિત્વરૂપ સ્વ-વાક્યાશ્રય ઘટ છે. તેના અવયવભૂત અસ્તિત્વ-નાસ્તિત્વધર્મ સમવાય છે. તેમાં સમવાયિત્વ છે. તન્નામક.) પરંપરાસંબંધથી અવિચ્છન્ન અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ ધર્મદ્રયમાં રહેલ પ્રકારતાથી નિરૂપિત એક વિશેષ્યતાશાળી બોધ થાય છે. આ ઔપાદાનિક બોધની અપેક્ષાએ છે. અન્યથા-અવયવવાચક ઘટપદની આવૃત્તિદ્વારા બે પ્રકારતાથી નિરૂપિત બે વિશેષ્યતાશાળી બોધની આપત્તિ આવશે. શંકા પ્રકારના ભેદથી સપ્તભંગીનો ભેદ શાસ્રસિદ્ધ છે અને પ્રકાર એટલે વિધેયધર્મ કે ઉદ્દેશ્યતાવચ્છેદકધર્મ એમાં કોઈ વિશેષ નથી. એથી જ શુદ્ધ ઘટ આદિ ધર્માંવાળી સપ્તભંગીની અપેક્ષાએ નીલઘટ આદિ ધર્માંવાળી સપ્તભંગીનો વિરોધ વગર ભેદ છે. પ્રકૃતમાં ધર્મિતાવચ્છેદક અવયવ કે ધર્માન્તરનો ભેદ હોવાથી સપ્તભંગીના ભેદનો પ્રસંગ આવશે જ, કેમ કે–સપ્તભંગી એક ધર્માવચ્છિન્નત્વથી ઘટિત છે ને ? સમાધાન તે તે ધર્મિતાવચ્છેદકની સાથે સમનિયત (સમવ્યાપક) ધર્મથી અવચ્છિન્ન વિશેષ્યતાસ્થળમાં સપ્તભંગીના ભેદનો અભાવ છે. અન્યથા, એટલે તે તે ધર્મિતાવચ્છેદકની સાથે સમનિયત ધર્મથી અવચ્છિન્નવિશેષ્યતા જો ન માનવામાં આવે, તો ‘કંબુગ્રીવાદિમાન્ યાદ્ અસ્તિ' ઇત્યાદિ વાક્યથી પણ ઘટવિશેષ્યક સપ્તભંગીના ભેદની આપત્તિ આવશે ! - ‘તાદશે ઘટે’ તાદશ ઘટ એટલે પ્રકૃત-અપ્રકૃત સકલધર્માત્મક ઘટમાં, ‘ક્રમાર્પિત’-ક્રમિક શાબ્દબોધદ્રયની ઇચ્છાનો વિષય. - શંકા – ક્રમના બળથી ઉભય મુખ્ય વિશેષ્યતાક બોધ અર્થથી સિદ્ધ હોઈ, પહેલાના બે ભાંગા કરતાં ત્રીજાનો ભેદ કેવી રીતે ? સમાધાન – ક્રમગર્ભિત ઉભયની પ્રધાનતાના બોધકત્વના અભિપ્રાયથી ઉભય પદનો પ્રયોગ છે. અહીં ‘એકત્રદ્વયં’ એવા નિયમથી વિષયતાવાળા, ધર્મદ્રયમાં રહેલ પ્રકારતા નિરૂપિત એકવિશેષ્યતાના નિરૂપક બીજા બોધનો અનુભવ સિદ્ધ છે. વસ્તુતઃ ઇચ્છાવિશેષરૂપ ક્રમાર્પિતત્વ (ક્રમથી અર્પણા) ભંગનો પ્રયોજક હોઈ ભંગમાં સત્ત્વાસત્ત્વ ઉભયનિષ્ઠ વિષયતાવચ્છેદકપણું નથી, પરંતુ અહીં સ્વ-પરદ્રવ્ય આદિનું જ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy