________________
२७७
द्वितीयो भाग / सूत्र - २०-२१, षष्ठ किरणे
ભેદભેદ સંબંધ ભાવાર્થ – “કથંચિત્ તાદાભ્યરૂપ સંબંધમાં અભેદ પ્રધાન છે અને ભેદ ગૌણ છે. સંસર્ગમાં તો અભેદ ગૌણ છે અને ભેદ પ્રધાન છે. તથાચ ભેદવિશિષ્ટ અભેદ સંબંધ છે અને અભેદવિશિષ્ટ ભેદ સંસર્ગ છે-એમ
ની આ પર્યાર્થિકનયના ગણભાવમાં-દ્રવ્યાર્થિકનયના પ્રધાનભાવમાં યુક્તિયુક્ત થાય છે.” વિવેચન – ખરેખર, (કથંચિત્ ભિન્નભિન્નત્વરૂપ) કથંચિત્ તાદાત્મ સંબંધ છે. તે ભેદ અભેદથી ઘટિત આકારવાળો છે. ત્યાં જયારે અભેદનું પ્રધાનપણું અને ભેદનું ગૌણપણું કરાય છે, ત્યારે તે સંબંધશબ્દના વ્યવહારને ભજનારો થાય છે. પરંતુ જ્યારે ભેદની પ્રધાનપણે અને અભેદની ગૌણપણે વિવફા કરાય છે, ત્યારે તે સંસર્ગશબ્દથી વ્યવહારવિષય થાય છે.
તે બંનેનો ફલિતાર્થ-ભેદવિશિષ્ટ અભેદઃ સંબંધ સંબંધમાં ભેદ ગૌણ છે, કેમ કે-વિશેષણ છે. અભેદની વિશેષ્યતા હોઈ પ્રધાનતા છે, એમ જાણવું.
૦ અભેદવિશિષ્ટ ભેદઃ સંસર્ગ =સંસર્ગમાં પણ વિશેષણ હોઈ અભેદ ગોણ છે, વિશેષ્યતા હોઈ ભેદની પ્રધાનતા જાણવી.
૦ અહીં પ્રકૃતિમાં કાળ આદિ આઠથી અભેદવૃત્તિ કે અભેદોપચાર કેવી રીતે જાણવો? આના જવાબમાં કહે છે કે આ પૂર્વસંઘટિત સકલાદેશબોધ પર્યાયાર્થિકનયના ગૌણભાવમાં છે, કેમ કે તે પર્યાયાર્થિકનયના પ્રધાનભાવમાં તો અમેદવૃત્તિનો અસંભવ છે. આ-પર્યાયાર્થિકના ગૌણપણામાં જ દ્રવ્યાર્થિકનયનું પ્રધાનપણું સંભવ છે.
વળી દ્રવ્યાર્થિકના પ્રધાનભાવમાં પૂર્વોક્ત સકલાદેશબોધ ઘટી શકે છે, કેમ કે-એક સમયમાં બે નયની પ્રધાનતાનો અસંભવ છે.
૦ અહીં પર્યાયાર્થિકનય, દ્રવ્યનય ધર્મીને ગૌણ કરીને ધર્મરૂપ પર્યાયની પ્રધાનતાને જણાવનારો છે.
૦ દ્રવ્યાર્થિકનય, પર્યાયની ઉપેક્ષા કરીને દ્રવ્યરૂપ ધર્મી માત્રની પ્રધાનતાને દર્શાવે છે. પર્યાયોનું ભાન નહીં હોવા છતાં તે પર્યાયો છે જ. પરંતુ પર્યાયનયને ગૌણ કરેલ હોવાથી તે પર્યાયો ગૌણભૂત છે, કેમ કેએક સમયમાં બે નયોની પ્રધાનતાનો અસંભવ છે. એટલા માત્રથી તે પર્યાયોનું નાસ્તિત્વ સમજવાનું નથી, કેમ કે-દુર્નયામાં પ્રવેશની આપત્તિ આવે છે. પર્યાયની અર્પણાથી દ્રવ્યનયના ગુણભાવથી પર્યાયો પ્રધાનપણાએ ભાસે છે, કેમ કે-દ્રવ્ય તો તે પર્યાયોથી અભિન્ન હોઈ ગૌણપણે છે.
द्रव्याथिकनयस्य तु गौणत्वे पर्यायार्थिकस्य च प्राधान्येऽभेदोपचारं कृत्वा लक्षणसमन्वयःकार्य इत्याशयेनाह.
द्रव्याथिकनयस्य गौणत्वे पर्यायार्थिकस्य प्राधान्ये त्वभेदोपचारः कार्योડપેરાસબ્ધવાન્ ા ૨૨
द्रव्यार्थिकनयस्येति । मुख्याभेदवृत्तिसमर्थकस्येत्यर्थः । पर्यायार्थिकस्येति, मुख्यभेदसमर्थकस्येत्यर्थः हेतुमाहाभेदासम्भवादिति, अभेदवृत्त्यसम्भवादित्यर्थः ॥