SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ तत्त्वन्यायविभाकरे કાલિક છે. તે કાલિક સંબંધ પણ સર્વસંબંધવ્યાપક કથંચિત્ તાદાત્મ્યવ્યાપ્ય છે, માટે કથંચિત્ તાદાત્મ્ય પણ કાળમાં અસ્તિત્વ આદિનો સંબંધ છે. વળી એ પ્રમાણે ‘તદ્ અમિન્નામિનસ્ય તદ્ ગપિનત્વમ્'—આવા નિયમથી કથંચિત્ અસ્તિત્વથી અભિન્નકાળથી અભિન્ન-કથંચિત્ નાસ્તિત્વ આદિ ધર્મોનું કથંચિદ્ અસ્તિત્વથી અભિન્નપણું છે. આ પ્રમાણે કાળથી અભેદવૃત્તિ જાણવી.] (૨) સ્વરૂપ=એક ગુણિગુણત્વ=ખરેખર, અસ્તિત્વ ઘટનો ગુણ (ધર્મ) છે. તેથી અસ્તિત્વનું ઘટગુણત્વ સ્વરૂપ છે. તે પ્રકારે ઘટમાં રહેલ બાકીના સર્વધર્મરૂપ ગુણોનું એક ગુણિ(ધર્મ) ગુણત્વરૂપ આત્મરૂપપણું હોઈ સ્વરૂપથી અભેદવૃત્તિ છે. [અસ્તિત્વનિષ્ઠ ગુણિગુણત્વથી અભિન્ન ઘટથી અભિન્ન નાસ્તિત્વ આદિ શેષ-અશેષધર્મોમાં રહેલ ગુણિગુણત્વની અપેક્ષાએ અસ્તિત્વની સાથે સકળ ધર્મોનો અભેદ છે.] (૩) એક અધિકરણવૃત્તિત્વ=ખરેખર, જેમ અસ્તિત્વનો ઘટ આધાર છે, તેમ સમસ્ત ધર્મોનો પણ આધાર છે. આ પ્રમાણે એક અધિકરણવૃત્તિત્વની અપેક્ષાએ અર્થની સામે સમસ્ત ધર્મોની અભેદથી વૃત્તિ છે. (૪) એક સંબંધપ્રતિયોગિત્વ=ખરેખર, અસ્તિત્વનો ઘટની સાથે કથંચિત્તાદાત્મ્યરૂપ (અવિનાભાવઅવિષ્યભાવ) સંબંધ છે. તે જ સંબંધ (તાદાત્મ્યથી ભિન્ન સંબંધની અસિદ્ધિ છે. જો કે કાર્યકારણભાવદૈશિક-કાલિક-આધાર-આધેયભાવ આદિમાં તાદાત્મ્યરૂપ નહીં હોવા છતાં, તે તે સંબંયુક્તના વ્યવહા૨કારિપણું દેખાય છે. તો પણ તે કાર્યકારણભાવ આદિ સંબંધોમાં પણ તે તે વ્યવહારપ્રયોજક શક્તિરૂપે કથંચિત્ તાદાત્મ્યનો સ્વીકાર હોઈ દોષનો અભાવ છે. તથાચ જ્યાં અભેદવ્યવહાર છે, ત્યાં અભેદ ઉદ્ભૂત-પ્રકટિતરૂપ છે, ભેદ અનુભૂત છે. પૃથક્ સંબંધીના સ્થળમાં ભેદ ઉદ્ભુત છે અને અભેદ અનુભૂત છે, એમ વિપરીત રૂપથી જાણવું.) સમસ્ત ધર્મોનો પણ છે, માટે સઘળા ધર્મો કથંચિત્ તાદાત્મ્ય લક્ષણસંબંધના પ્રતિયોગી (આધેયભૂત-રહેનાર) છે. તેથી એક સંબંધના પ્રતિયોગિતાની અપેક્ષાએ સમસ્ત ધર્મોની ઘટરૂપ અનુયોગીમાં કથંચિત્ તાદાત્મ્ય સંબંધથી અભેદથી વૃત્તિ છે. (૫) એક ઉપકારકત્વ=જે અસ્તિત્વનો ઉપકાર (સ્વ અનુરક્તત્વકરણ-સ્વ વૈશિષ્ટ્ય સંપાદન) સ્વપ્રકારક ધર્મિવિશેષ્યક જ્ઞાનજનકત્વ=અસ્તિત્વ પ્રકારવાળા, ઘટરૂપ ધવિશેષ્યવાળા બોધનું જનકપણું છે. તે જ ઉપકાર અસ્તિત્વરૂપ સ્વભિન્ન અન્યરૂપ નાસ્તિત્વ આદિ સકળ ધર્મોનો પણ છે, માટે સકળ ધર્મોની એક ઉપકારકારકપણાની અપેક્ષાએ અભેદથી વૃત્તિ છે. (૬) એક દેશાવચ્છિન્તવૃત્તિત્વ=ખરેખર, અસ્તિત્વ જે દેશ(ઘટરૂપ ગુણિ સંબંધી ક્ષેત્ર)ને આશ્રયીને છે, તે દેશની અપેક્ષાએ જ અસ્તિત્વથી ભિન્ન સકળ ધર્મો છે; માટે એક દેશથી અવચ્છિન્ન ઘટવર્તી આ ધર્મો છે, કેમ કે-કંઠના ભાગમાં અસ્તિત્વ અને પૃષ્ઠના ભાગમાં નાસ્તિત્વ, એવો દેશભેદ નથી વર્તતો. (૭) એક સંસર્ગપ્રતિયોગિત્વ=ખરેખર, જે અસ્તિત્વનો એક વસ્તુરૂપે ઘટની સાથે અસ્તિત્વનો સંસર્ગ છે, તે બીજા ધર્મોનો પણ સંસર્ગ છે. સમસ્ત તે ધર્મોનો એક સંસર્ગ. પ્રતિયોગિત્વની અપેક્ષાએ સંસર્ગથી અભેદવૃત્તિ.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy