SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १३, षष्ठ किरणे २६३ ધર્મોના નામો ભાવાર્થ – “તે ધર્મો-(૧) કથંચિત્ સત્ત્વ, (૨) કથંચિત્ અસત્ત્વ, (૩) કથંચિત્ ક્રમ અર્પિત ઉભય, (૪) કથંચિત્ અવક્તવ્યત્વ, (૫) કથંચિત્ સત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વ, (૬) કથંચિત્ અસત્ત્વવિશિષ્ટ અવક્તવ્યત્વ અને (૭) કથંચિત કમર્પિત-ઉભયવિશિષ્ટ અવક્તવ્યત્વ.” વિવેચન – આ સાત ધર્મો સંશયવિષયભૂત સમજવાનાં છે. (૧) કથંચિત્ સત્ત્વ=આ વસ્તુનો ધર્મ છે. જો આ ધર્મને નહીં સ્વીકારવામાં આવે, તો વસ્તુનું વસ્તુત્વ જ ન થાય ! જેમ કે-ગધેડાના શીંગડાં. સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સર્વ વસ્તુ સદ્ જ છે. પરદ્રવ્ય આદિની અપેક્ષાએ જેમ નાસ્તિત્વ છે, તેમ સ્વદ્રવ્ય આદિની અપેક્ષાએ પણ વસ્તુના નાસ્તિપણામાં શૂન્યતાનો પ્રસંગ આવે ! સઘળુંય સદ્દરૂપ જ છે-એમ પણ નહીં, કેમ કે-સર્વ પદાર્થો પરસ્પર સાંકર્યા વગરના છે. આવી પ્રતિપત્તિ હોઈ અસત્ત્વની પણ સિદ્ધિ છે. એથી જ કથંચિત્ અસત્ત્વ પણ વસ્તુધર્મ છે. (૨) તેથી કહે છે કે-કથંચિત્ અસત્ત્વ'=સ્વરૂપથી જેમ છે, તેમ પરરૂપથી પણ વસ્તુની સત્તામાં, પ્રતિનિયત સ્વરૂપના અભાવથી વસ્તુના પ્રતિનિયમનો અભાવ જ થઈ જશે! (૩) “ક્રમર્પિત ઉભયમુન્નક્રમથી અર્પિત, સદ્-અસદ્ ઉભયત્વ=ક્રમ અર્પિત ઉભયના અભાવમાં ખરેખર, ક્રમથી સદ્ અસત્ત્વના વિકલ્પજન્ય શબ્દવ્યવહારનો અભાવ થઈ જાય ! વળી આ વ્યવહાર વિષય વગરનો નથી, કેમ કે-ક્રમથી અર્પિત ઉભયનું જ્ઞાન-વ્યવહાર અને પ્રાપ્તિમાં વિસંવાદ નથી. જેમ કે-તથાવિધ રૂપ આદિ વ્યવહાર. તથાવિધ રૂપ આદિ વ્યવહારમાં પણ વિષયશૂન્યત્વ માનવામાં સકળ પ્રત્યક્ષ આદિ વ્યવહારનો ઉચ્છેદ થવાથી, કોઈની પણ ઈષ્ટ તત્ત્વની વ્યવસ્થા પણ નહીં થાય ! એ પ્રમાણે આગળ પણ વિચારવું. શંકા – “સાત્ નાસ્તિ પટઃ' એવા વાક્યથી આસ્તિ-નાસ્તિ, એ પદોથી સત્ત્વ અને અસત્ત્વની તથા ચકારથી તથા ઉભયની ઉપસ્થિતિથી સદ્અસદ્ ઉભયત્વ, તે શબ્દપ્રયોગનો વિષય છે. વળી તે કેવળ સત્ત્વ અને અસત્ત્વથી ભિન્ન હો ! ઉભયત્વમાં (સદ્-અસદ્ ઉભયત્વ, સત્ત્વવિશિષ્ટ અસત્ત્વરૂપ નથી. ખરેખર, અહીં વૈશિર્ય સામાનાધિકરણ્યથી કહેવું જોઈએ. તથાચ ગોત્વ અને અશ્વત્વમાં પરસ્પર સામાનાધિકરણ્યનો અભાવ હોઈ, વૈશિષ્ટ્રયનો અભાવ છતાં, “ગોત્ર અશ્વત્વો ભવ' એમ ઉભયત્વ અવગાહ પ્રતીતિની ઉત્પત્તિ હોઈ, તે ઉભયત્વ વૈશિષ્ટ્રયથી ભિન્ન છે, એમ સ્વીકાર કરવા યોગ્ય છે. તે વૈશિના ભેદથી જ સત્ત્વ-અસત્ત્વ કરતાં સત્ત્વ-અસત્ત્વ ઉભય પણ કથંચિત્ ભિન્ન છે.) એક વિશિષ્ટ અપરત્વરૂપપણાનો અભાવ હોવાથી, અવિશિષ્ટ પણ ગોત્વ અશ્વત્વમાં ઉભયત્વની પ્રતીતિ હોવાથી કેવળ તે બંનેથી ઉભયત્વ ભિન્ન છે. વળી તેના ભેદમાં કથંચિત્ ઉભયનો વિભાગ પણ સિદ્ધ જ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy