SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ स्यादस्ति नास्ति चावक्तव्यश्चेतीति । सत्त्वासत्त्वविशिष्टावक्तव्यत्वबोधकवाक्यमिदम् । इतिशब्दो वाक्यान्तराभावसूचकस्तादृशविलक्षणधर्मान्तराभावात् । न चावक्तव्यत्वस्य धर्मान्तरत्ववत् वक्तव्यत्वस्यापि धर्मान्तरत्वसम्भवेन तद्बोधकस्याष्टमवाक्यस्य सत्त्वात्कथं सप्तैव वाक्यानीति वाच्यम् । सत्त्वादिभिरभिधीयमानस्य वक्तव्यत्वस्य प्रसिद्धेः ॥ સાત વાક્યોના નામ ભાવાર્થ – “વાક્યો, (૧) સ્યાદ્ અસ્તિ એવ ઘટઃ, (૨) સ્યાદ્ નાસ્તિ એવ ઘટઃ, (૩) સ્યાદ્ અસ્તિ નાસ્તિ ચ ઘટઃ, (૪) સ્યાદ્ અવક્તવ્ય એવ, (૫) સ્યાદ્ અસ્તિ ચ અવક્તવ્યૠ, (૬) સ્યાદ્ નાસ્તિ ચ અવક્તવ્યઃ ચ અને (૭) સ્યાદ્ અસ્તિ નાસ્તિ ચ અવક્તવ્યઃ ચ.” એમ સાત વાક્યો સમજવાં. ,, तत्त्वन्यायविभाकरे વિવેચન – ઘટમાં સત્ત્વ-અસત્ત્વ આદિ રૂપ ધર્મની અપેક્ષાએ સાત પ્રકારના આ વાક્યો સમજવાં. સામાન્યવિશેષથી પણ તે પ્રકારે જ થાય છે, કેમ કે-સામાન્ય વિધિરૂપ છે, વ્યાવૃત્તિરૂપ હોઈ વિશેષ, નિષેધરૂપ છે. ૦ આ પ્રમાણે પ્રત્યેક પર્યાયની અપેક્ષાએ વાક્યોનું સપ્તવિધપણું વિચારવું. ૦ ‘સ્વાદ્ અસ્તિ વૈં ।’ અહીં ‘સ્યાત્’ એવું પદ અનેકાન્તઘોતક, જેનો બીજો પર્યાય ‘કચિત્’ છે અને એ અવ્યય છે, કેમ કે-પદ માત્રનું જ વાક્યાર્થમાં ઘોતકપણું અને વાક્યનું જ વાચકપણું છે, એવો સિદ્ધાન્ત છે. શંકા – વાક્યોને જ વાચક માનવામાં, તે વાક્યમાં પદનિષ્ઠ શક્તિગ્રહની અનુપયોગિતા જ થશે ને ? સમાધાન – વાક્યનિષ્ઠ શક્તિગ્રહમાં જ તે પદશક્તિગ્રહનો ઉપયોગ છે, કેમ કે-તે પ્રકારે જ અન્વય અને વ્યતિરેક છે. ૦ અહીં ‘અસ્તિ’ શબ્દ મુખ્યપણાએ અસ્તિત્વધર્મનો પ્રતિપાદક છે. ૦ ‘એવ’ શબ્દ અવધારણ(જકા૨) વાચક છે. ઘટમાં સ્વરૂપ આદિની અપેક્ષાએ અસ્તિત્વની માફક નાસ્તિત્વ પણ થઈ જાય. એવા અનિષ્ટ અર્થના વારણ માટે તે ‘એવ’કાર આવશ્યક છે. એથી જ ‘ઘટઃ સત્ વ' –આ પદમાં સકળ ધર્મથી યુક્ત સત્ત્વની પ્રતીતિમાં સ્વરૂપથી અસ્તિત્વની માફક પરરૂપથી અસ્તિત્વની પ્રાપ્તિ થઈ જાય ! તેના ખંડન માટે પ્રતિનિયત સ્વદ્રવ્ય-ક્ષેત્ર આદિ રૂપ અવચ્છેદકની સ્ફૂર્તિ માટે સ્યાત્ પદ છે. ૦ જો વ્યુત્પન્નને ‘પટ: સત્' આવા એવકાર વગરના પ્રયોગમાં પણ સ્વદ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ સ્વરૂપસત્ત્વરૂપ પ્રકા૨વાળો બોધ થાય છે, આમ કહેવામાં આવે, તો તેની અપેક્ષાએ ‘અપ્રયોગ પણ' ઇતિ સ્થળવિશેષમાં પણ એવકારનો પ્રયોગ ઐકાન્તિક નથી. શંકા અનેકાન્તના વાચક કે ઘોતક સ્યાત્ શબ્દથી સત્ત્વ-અસત્ત્વ અનેક ધર્મવાળી વસ્તુના પ્રતિપાદનથી ‘સદ્’-‘અસ્તિ' આદિ વચન નિરર્થક જ થશે ને ? —
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy