SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ तत्त्वन्यायविभाकरे પૂર્વપક્ષનૈયાયિક – જે ગત્વ-ત્વ વગેરે શબ્દધર્મો છે, તે શબ્દધર્મવાનું જ વાચક થાય છે અને બીજો વાઓ છે. જેમ કે-દ્રવ્યત્વના અવિશેષવાળો પણ અગ્નિત્વ આદિ સામાન્ય વિશિષ્ટ (અગ્નિ) જ દાહ આદિ કાર્યજનક છે, બીજો નહીં. તો શા માટે સ્વાભાવિક યોગ્યતાનો સ્વીકાર કરો છો? ઉત્તરપક્ષ જૈન – અતીન્દ્રિય શક્તિ સિવાય અગ્નિત્વ આદિમાં પણ કાર્ય-કારણભાવના નિયામકપણાનો અભાવ છે. શંકા – તે સ્વાભાવિક શક્તિથી જ શબ્દાર્થથી પ્રતીતિ થાય છે, તો સંકેતની શી જરૂર છે? સમાધાન – અંકુરની ઉત્પત્તિમાં શક્તિવંત બીજ પ્રત્યે પૃથ્વી-પાણી આદિની માફક તે સંકેતનું શબ્દાર્થની પ્રતીતિમાં સહકારીકારણપણું છે. શંકા – દાક્ષિણાત્યોએ ઓદનમાં ચૌર શબ્દના પ્રયોગની માફક દેશભેદોથી શબ્દોનો અર્થભેદ નહીં થાય? કેમ કે-એકમાં જ શબ્દોનો સ્વાભાવિક શક્તિસંબંધ છે. સમાધાન – ભાઈ, એ કારણે જ સર્વ શબ્દોમાં સર્વ અર્થોની પ્રતીતિ કરાવવાની શક્તિના સંબંધનો સ્વીકાર કરેલો હોઈ કોઈ દોષ નથી. શંકા – વાહ ! વાહ ! ખરી કરી. એક ઘટશબ્દના શ્રવણથી સકળ અર્થનો બોધ થઈ જશે ને? સમાધાન – ભાઈ સાહેબ ! તમે બરોબર સમજ્યા નહીં. લો ત્યારે સમજો ! બોધમાં ક્ષયોપશમની અપેક્ષા છે અને તે બોધજનક ક્ષયોપશમ સંકેત આદિની અપેક્ષાવાળો છે, માટે કોઈ દોષ નથી. ૦ જે દેશમાં જે અર્થપ્રતિપાદનશક્તિ સહકારી સંકેત છે, તે સંકેત તે અર્થને તે દેશમાં પ્રતિપાદન કરે છે. આવા નિરૂપણથી શબ્દ અર્થનો સંબંધ સંભવતો નથી. ખરેખર, તે સંબંધ તાદાભ્યરૂપ થાય કે તેની ઉત્પત્તિરૂપ થાય ! તેમનો તાદાત્મરૂપ સંબંધ સંભવતો નથી, કેમ કે-શબ્દ અર્થના ભિન્ન દેશ છે. અગ્નિશબ્દના ઉચ્ચારમાં મુખમાં દાહ અને ગોળશબ્દના ઉચ્ચારમાં મુખમાં મધુરતા આદિનો તાદાભ્ય સંબંધ માનવાનો પ્રસંગ આવી જાય ! બીજો તદુત્પત્તિરૂપ સંબંધ ઘટતો નથી, કેમ કે-“આંગળીની અણી ઉપર સો હાથી છે.” ઇત્યાદિ શબ્દોની અર્થના અભાવમાં પણ સ્થાન-કરણ પ્રયત્નના પછી ઉત્પત્તિ દેખાયેલી છે. તથાચ શબ્દો કેવી રીતે બાહ્ય અર્થવિષયક પ્રતીતિ કરાવવા સમર્થ થાય? કેમ કે- અર્થના સંસ્પર્શનો અભાવ છે. પરંતુ વિકલ્પ માત્રથી જન્ય, બાહ્ય અર્થને તિરસ્કાર કરનારા, પોતાના મહિમાથી પ્રતીતિઓને કરાવે છે. જેમ કે-હાથ-શાખા આદિ વાક્યો. વળી શબ્દ સામાન્યવાચક નથી, કેમ કે તે શબ્દ અર્થક્રિયાકારી નહીં હોવાથી આકાશ-કુસુમ જેવો છે. અથવા વિશેષનો વાચક નથી, કેમ કે-વ્યાવૃત્ત સ્વરૂપલક્ષણવાળો તે વિશેષ વિકલ્પજ્ઞાનનો અવિષય હોઈ સંકેતનો અવિષય છે. વિશેષમાં વિકલ્પજ્ઞાન વિષયતાપ્રયુક્ત સંકેતવિષયતાનો અસંભવ છતાં વિશેષ, વ્યવહારકાળનો અનુયાયી નહીં હોવાથી સંકેતની નિરર્થકતા છે. એથી જ તાદાભ્ય પ્રાપ્ત અથવા તાદાભ્ય અપ્રાપ્ત, તે
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy