SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયો ભાગ / સૂત્ર - ૨૪-૨, પદ્મમ: વિજ્ઞળે ત્રીજા પક્ષાભાસનું વર્ણન હવે અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણક નામના ત્રીજા પક્ષાભાસને કહે છે. २१९ ભાવાર્થ – “ત્રીજાનું દૃષ્ટાન્ત. જેમ કે-‘શબ્દ અનિત્ય છે’-એમ ઇચ્છનારનો ‘શબ્દ નિત્ય છે’-એવો પક્ષ, તેનો અનભીપ્સિત સાધ્યધર્મવિશેષણકરૂપે પક્ષાભાસ છે ઇતિ.” વિવેચન – ‘તૃતીય કૃતિ, તસ્કૃતિ'-તે સભાના ક્ષોભ આદિથી આમ બોલનારનો ‘અનમીપ્સિત્તેતિ I' અનિત્યપણું ઇષ્ટ હોઈ, નિત્યપણું અનિષ્ટ હોઈ અનભીપ્સિત છે. ઇતિ શબ્દ=પક્ષાભાસની સમાપ્તિનો ઘોતક છે. તેથી અપ્રસિદ્ધ વિશેષણ, અપ્રસિદ્ધ વિશેષ્ય, અપ્રસિદ્ધ વિશેષણ-વિશેષ્યરૂપ ઉભય પક્ષાભાસપણું ખંડિત થાય છે, કેમ કે-અપ્રસિદ્ધ વિશેષણ જ સાધ્ય બને છે. અન્યથા, સિદ્ધસાધનપણાની આપત્તિ થાય ! સઘળા સ્થાને અપ્રસિદ્ધ સાધ્યના દોષપણામાં ક્ષણિકપણાના સાધનારા બૌદ્ધનો પક્ષ અન્યો પ્રત્યે પક્ષાભાસ થાય ! કેમ કે-ક્ષણિકતા ક્યાંય પણ પ્રસિદ્ધ નથી. વળી ધર્મી(પક્ષ)નો વિકલ્પથી પ્રતીતિનો સંભવ હોઈ અપ્રસિદ્ધ વિશેષ્ય પણ પક્ષાભાસરૂપ નથી. આનાથી અપ્રસિદ્ધ વિશેષણ-વિશેષ્ય ઉભય પણ ખંડિત થાય છે ઇતિ. एवं पक्षाभासे हेत्वाभासे च निरूपिते हेतुपक्षोभयाङ्गकानुमाने स्मृते तदाभासमप्याचष्टे - पक्षाभासादिसमुद्भूतं ज्ञानमनुमानाभासः ॥ १५ ॥ पक्षाभासादीति । आदिना हेत्वाभासदृष्टान्ताभासादीनां ग्रहणम्, प्रोक्तेन पक्षाभासेन हेत्वाभासेन वा वक्ष्यमाणदृष्टान्ताभासादिना वा सम्भूतं ज्ञानमनुमानवत्पक्षसाध्यरूपेणाभासमानत्वादनुमानाभास इत्यर्थः । एवं स्वप्रतिपत्तिफलकं पक्षाभासादिसमुद्भूतं ज्ञानं स्वार्थानुमानाभासः परप्रतिपत्तिफलकं पक्षाभासादिसमुद्भूतं ज्ञानं परार्थानुमानाभास इत्यपि વોઘ્યમ્ ॥ અનુમાનાભાસ આ પ્રમાણે પક્ષાભાસ અને હેત્વાભાસના નિરૂપણ બાદ હેતુ અને પક્ષના ઉભયના અંગવાળા, અનુમાનનું સ્મરણ થતાં તે અનુમાનાભાસને કહે છે. ભાવાર્થ – “પક્ષાભાસ આદિથી ઉત્પન્ન જ્ઞાન અનુમાનાભાસ કહેવાય છે.” વિવેચન – ‘પક્ષામાસાવીતિ।' અહીં આદિપદથી હેત્વાભાસ-દૃષ્ટાન્નાભાસ આદિનું ગ્રહણ છે. પૂર્વે કહેલ પક્ષાભાસ અને હેત્વાભાસથી તથા પછીથી કહેવાતા દૃષ્ટાન્નાભાસ-ઉપનયાભાસ-નિગમનાભાસથી પેદા થયેલું જ્ઞાન, અનુમાનની માફક પક્ષ-સાધ્ય આદિ રૂપથી ભાસતું હોવાથી ‘અનુમાનાભાસ' કહેવાય છે. એ પ્રમાણે પોતાને પ્રતિપત્તિના ફળવાળું પક્ષાભાસ આદિથી જન્ય જ્ઞાન, સ્વ અર્થ અનુમાન આભાસરૂપ છે, પરને પ્રતિપત્તિના ફળવાળું, પક્ષ આભાસ આદિથી જન્ય જ્ઞાન પરાર્થાનુમાન આભાસરૂપ છે, એમ પણ જાણવું.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy