SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ રિતીયો મા /સૂત્ર - ૨-૩, પઝુમઃવિરો २०३ પરંતુ તેવો તો વિરૂદ્ધ અને અનૈકાન્તિક પણ હોય છે. આ સૂચન કરવા માટે “દેતુસ્વરૂપ પ્રતીતિયુ$ !' એવું વિશેષણ છે. જ્યાં સત્ત્વ નથી અથવા તેનો સંશય, તે હેતુ જ થતો નથી. તથાચ તેવી વસ્તુ હેતુપણાના લક્ષણના અભાવથી અસિદ્ધ છે, પરંતુ પક્ષધર્મતાના અભાવથી નહીં, કેમ કે-પક્ષધર્મત્વ હેતુનું લક્ષણ નથી. તેથી અન્યથાનુપપત્તિના બળથી તે પક્ષધર્મતાના અભાવમાં પણ અનુમાનથી હેતુપણું પહેલાં ઉપદર્શિત છે. હેતુસ્વરૂપની અપ્રતીતિ પુરુષભેદની અપેક્ષાએ અજ્ઞાનથી, સંશયથી કે વિપર્યયથી થાય છે. જેમ કે-શબ્દ નિત્ય છે, કેમ કે-ચાક્ષુષ છે. ઇત્યાદિ હેતુમાં વ્યાપ્તિત્વરૂપ લક્ષણના અભાવથી ચાક્ષુષત્વ અસિદ્ધ છે. અહીં સ્વરૂપની અપ્રતીતિ અસત્ત્વથી છે તથા બાષ્પ (વરાળ) આદિ ભાવથી સંદેહવિષય થતો ધૂમ તેમજ વતિની સિદ્ધિમાં પ્રયોગવિષય થતો ધૂમ અસિદ્ધ કહેવાય છે, કેમ કે ત્યાં સંદિગ્ધ સત્ત્વથી વ્યાપ્તિનો અભાવ છે. (જ હેતુની કોઈ પણ પ્રમાણથી અન્યથાડનુપપત્તિ પ્રતીત થતી નથી, તે અસિદ્ધ છે.) तस्य प्रभेदमाह - स द्विविधो वादिप्रतिवाद्युभयासिद्धोऽन्यतरासिद्धश्चेति । तत्राद्यो यथा शब्दोनित्यश्चाक्षुषत्वादिति, अत्र शब्दस्य चाक्षुषत्वं नोभयस्य सिद्धम् ॥ ३ ॥ स इति । असिद्ध इत्यर्थः, वादीति, वाद्यपेक्षया प्रतिवाद्यपेक्षया चासिद्ध इत्यर्थः । अन्यतरेति वाद्यपेक्षया प्रतिवाद्यपेक्षया वेत्यर्थः । पूर्वपक्षं विदधानो वादी, उत्तरपक्षमवलम्बमानः प्रतिवादी, प्रथमभेदस्य दृष्टान्तमाह तत्राद्य इति, चक्षुषा ग्राह्यश्चाक्षुषस्तस्य भावश्चाक्षुषत्वं तस्मादिति विग्रहश्चक्षुर्जन्यज्ञानविषयत्वं तदर्थः, तच्च नित्यत्ववादिनोऽनित्यत्ववादिनो वा कस्यापि शब्दे न सम्मतमिति वादिप्रतिवाद्युभयापेक्षोऽयमसिद्ध इति भावः ॥ અસિદ્ધ ભેદકથન ભાવાર્થ – “તે અસિદ્ધ બે પ્રકારનો છે. (૧) વાદી-પ્રતિવાદી ઉભય અસિદ્ધ અને (૨) અન્યતર અસિદ્ધ. ત્યાં પ્રથમ, જેમ કે-શબ્દ અનિત્ય છે, કેમ કે-ચાક્ષુષ છે. અહીં શબ્દમાં ચક્ષુરિન્દ્રિય ગ્રાહ્યત્વરૂપ ચાક્ષુષત્વ ઉભયને અસિદ્ધ છે.” વિવેચન – “ તિ,' તે અસિદ્ધ. “વાલીતિ' -વાદીની અપેક્ષાએ અને પ્રતિવાદીની અપેક્ષાએ અસિદ્ધ. “બચત તિ’–વાદીની અપેક્ષાએ કે પ્રતિવાદીની અપેક્ષાએ અર્થાત્ બેમાંથી કોઈ એકની અપેક્ષાએ પૂર્વપક્ષ કરનારો વાદી' કહેવાય છે અને ઉત્તરપક્ષ કરનારો પ્રતિવાદી' કહેવાય છે. પ્રથમ ભેદના દષ્ટાન્તને કહે છે કે “તત્રદ્ય' ઇતિ. ચક્ષુથી ગ્રહણયોગ્ય ચાક્ષુષ અને તેનો ભાવ ચાક્ષુષત્વ. તેથી “ચાક્ષુષત્વથી આવો વિગ્રહ છે. અર્થાત્ ચક્ષુરીન્દ્રિયજન્યજ્ઞાનવિષયત્વ “ચાક્ષુષત્વ' જાણવું. વળી તે ચાક્ષુષત્વ નિત્યત્વવાદી કે અનિત્યત્વવાદી કોઈને પણ શબ્દમાં સંમત નથી. એટલે વાદી-પ્રતિવાદી એમ બંનેની અપેક્ષાએ આ ચાક્ષુષત્વ અસિદ્ધ છે. (શબ્દમાં શ્રાવણત્વ ઉભયવાદી સિદ્ધ છે.)
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy