SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ४०, चतुर्थः किरणे १९५ અને અનુપપત્તિબોધકાદ શબ્દસૂચક છે, અર્થાત્ ઉપપત્તિપદની સાથે અનુપપત્તિપદની સાથે હેતુપ્રયોગ હેતુવચન છે. ત્યાં દાન્તને દર્શાવે છે કે -‘થા' ઇતિ. વ્યાપ્તિના પ્રદર્શન માટે હેતુપ્રયોગ જાણવો. જેમ કે‘તળેવ' ઇતિ. વહ્નિ હોય છતે ધૂમની ઉપપત્તિ છે અને ધૂમાથાનુપત્તેિ' ઈતિ, વતિ નહીં હોયે છતે ધૂમની ઉપપત્તિ નથી. શંકા-‘ઉપપત્યનુપરિણામ્ ' અહીં દ્વિવચનના અંતવાળા પદથી બંનેના પ્રયોગનો નિયમ માલુમ પડે છે તે યુક્ત નથી, કેમ કે તે બંનેમાંથી એકના પ્રયોગથી જ વ્યાપ્તિના બોધથી સાધ્યની સિદ્ધિ થવાથી બીજીના પ્રયોગમાં નિરર્થકતા થાય છે ને? સમાધાન – આ વિષયમાં ઈષ્ટાપત્તિનો આવિષ્કાર કરે છે કે –“' ઈતિ. એક સાધ્યમાં બે પ્રકારના પ્રયોગની નિષ્ફળતા જ છે. ત્યાં હેતુને કહે છે કે-“ચતૌવ' ઇતિ, તદૈવ-સાધ્યસંભવ પ્રકારથી જ હેતુથી ઉપપત્તિરૂપ પ્રયોગથી અથવા અન્યથા-સાધ્યના અભાવ પ્રકારથી હેતુની અનુપપત્તિરૂપ પ્રયોગથી સાથેની સિદ્ધિ છે. ખરેખર, વ્યાપ્તિના પ્રદર્શન માટે હેતુનો પ્રયોગ થાય છે અને તે વ્યાપ્તિ કોઈ એક હેતુપ્રયોગથી જ સિદ્ધ છે, એટલે બંને પ્રકારનો પ્રયોગ નિષ્ફળ છે. શંકા – શબ્દ, પ્રયત્ન અવિનાભાવિ છે, કેમ કે-કાદાચિક છે. તમામ પ્રયત્નનાન્તરીયકોમાં કાદાચિકત્વ-ક્ષણિકત્વનું સત્વ હોઈ, તથોડપત્તિરૂપ પ્રયોગની વિદ્યમાનતા હોવા છતાં અગમકપણું હોઈ, કેવી રીતે કોઈ એકથી સાધ્યસિદ્ધિ થશે? કેમ કે-ત્યાં અનુપપત્તિ (વ્યતિરેક)ના અભાવથી જ અનુમાનનો અભાવ થશે જ ને? સમાધાન – ત્યાં તોપપત્તિનો જ અભાવ હોવાથી તમામ પ્રયત્નનાન્તરીયકોમાં કદાચિત્કત્વની સત્તાએ જ તોપપત્તિ નથી, પરંતુ સાધ્યના સત્ત્વમાં જ હેતુના સત્ત્વરૂપ તથૈવ ઉપપત્તિ જ છે. તેવી તથોડપત્તિ પ્રકૃતમાં નથી, કેમ કે-અપ્રયત્નાનન્તરીયક-સ્વાભાવિક વિજળી આદિમાં કાદાચિત્કપણું છે. તથાચ તથૈવોપપત્તિના કથનમાં પણ અન્યથાનુપપત્તિ ગમ્ય જ છે. તેવી રીતે અન્યથાનુપપત્તિ માત્રના કથનમાં પણ તળેવોપત્તિ ગમ્ય જ છે, કેમ કે-શબ્દભેદમાં પણ તાત્પર્ય-અર્થનો અભેદ છે. બંને પ્રયોગોમાં પણ વાક્યવિન્યાસ જ જુદો પડે છે, અર્થ જુદો નથી. તથાચ તથા ઉપપત્તિ અને અન્યથા અનુપપત્તિમાં પરસ્પર અવ્યભિચાર (અવિરોધ) હોઈ, એકના પ્રયોગમાં અર્થથી બીજાની પ્રાપ્તિ થતી હોઈ બેમાંથી કોઈ એક સાર્થક છે, જ્યારે બીજો નિરર્થક છે-ઉપયોગ વગરનો છે જ. यस्तु क्षयोपशमविशेषाभावेन पक्षहेतुप्रयोगेऽपि पूर्वप्रतिपन्नप्रतिबन्धं न स्मरति तम्प्रति दृष्टान्तवचनस्यावश्यकतया तत्स्वरूपमाह - दृष्टान्तबोधकशब्दप्रयोग उदाहरणम् । साधर्म्यतो वैधर्म्यतो वा व्याप्तिस्मरणस्थानं दृष्टान्तः । यथा महानसादिर्हिदादिश्च ॥ ४१ ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy