________________
સૂત્ર ૩–નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂતના નય સાત પ્રકારના છે. સર્વ અભિપ્રાયસંગ્રાહકો સાત નયો છે.
સૂત્ર ૪–પૂર્વોક્ત સાત અભિપ્રાયોને સંક્ષેપથી બે પ્રકારે કહે છે. પ્રારંભના ત્રણ નવો દ્રવ્યાર્થિક છે અને બીજા ચાર નો પર્યાયાર્થિક છે, કેમ કે-પહેલાના દ્રવ્ય માત્રના વિષયવાળા છે અને પછીના પર્યાય માત્રના વિષયવાળા છે. ગુણોનો પર્યાયમાં સમાવેશ છે. ઊર્ધ્વતા સામાન્યનો દ્રવ્યમાં અંતર્ભાવ છે અને તિર્યસામાન્યનો તો વ્યંજનપર્યાયમાં અંતર્ગત છે. માટે અધિક નયની શંકા ન કરવી. અહીં શંકાસમાધાનપૂર્વકની ચર્ચા દર્શનીય છે.
સૂત્ર ૫ થી ૭—ગૌણ-મુખ્યભાવથી ધર્મધ્વય, ધમિધ્વય અને ધર્મધર્મિધ્વયના વિષયવાળી વિવક્ષ નંગમ.” અહીં ધર્મદ્રયના દૃષ્ટાન્તો તથા શંકા-સમાધાન મનનીય છે તથા ધર્મિયવિષયક ઉદાહરણ અને ધર્મધર્મિયવિષયક ઉદાહરણો દર્શનીય છે.
સૂત્ર ૮-વિશેષો પ્રત્યે ઉદાસીન, સામાન્યવિષયક અભિપ્રાય સંગ્રહનય.’ તે પર અને અપરન ભેદથી બે પ્રકારનો છે. અહીં સામાન્યની સિદ્ધિ અને શંકા-સમાધાનો ગંભીરતાપૂર્વક વિલોકનીય છે
સુત્ર ૯-સંગ્રહવિષયીભૂત અર્થવિષયક વિભાગ કારક અભિપ્રાય “વ્યવહારનય.” જેમ કે સત્તાધર્મદ્વારા એકપણાએ સંગ્રહીત સત્નો દ્રવ્ય અને પર્યાયરૂપે વિભાજક અભિપ્રાય અહીં પૂર્વપટ, અને ઉત્તરપક્ષ, તેમજ શંકા-સમાધાનો સૂક્ષ્મતાપૂર્વક દર્શનીય છે.
સૂત્ર ૧૦-દ્રવ્યને ગૌણ કરી, પ્રધાનતાએ વર્તમાનક્ષણવર્તી પર્યાય માત્રના પ્રદર્શક અભિપ્રારા ‘ઋજાસૂત્રનય.” જેમ કે-ક્ષણસ્થાયી સુખપર્યાય. અહીં ચાલુ વિષયની ચર્ચા અને શંકા-સમાધાન ઝીણવટથી દર્શનીય છે.
સૂત્ર ૧૧-૧૨–કાલ-કારક-લિંગ-સંખ્યા-પુરુષ અને ઉપસર્ગોના ભેદથી શબ્દપ્રધાનતારા અર્થભેદપ્રદર્શક અભિપ્રાય શબ્દનય, ક્રમથી કાળ આદિના દૃષ્ટાન્તો છે.
સુત્ર ૧૩-બુક્ષત્તિના ભેદથી પર્યાયવાચક શબ્દોના અર્થનો ભેદ સ્વીકારનાર અભિપ્રાપ સમભિરૂઢનય. ઇન્દન આદિથી ઇન્દ આદિ. અહીં શંકા-સમાધાન અપૂર્વ છે.
સૂત્ર ૧૪–પોતપોતાની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત ક્રિયાવિશિષ્ટ અર્થકથક અભિપ્રાય “એવંભૂતનય જેમ કે-પરમ ઐશ્વર્યપ્રવૃત્તિવિશિષ્ટ ઇન્ક. અહીં પૂર્વપક્ષ-ઉત્તરપક્ષ-શંકા-સમાધાન એવું વિશિષ્ટ ચર વિલોકનીય છે.
સૂત્ર ૧૫–સાત નયો પૈકી પહેલાંના ચાર નયો “અર્થયો છે', કેમ કે-પ્રધાનપણે અર્થને અને શબ્દ તે ગૌણપણે કહેનારા છે. અંતિમ ત્રણ નવો છે, “શબ્દનયો’ કેમ કે–પ્રધાનપણે શબ્દને અને અર્થને ગૌણપણે કહેનારા છે. અહીં અર્થનય અને શબ્દનયનું તાત્પર્ય, ચર્ચા સાથે દર્શાવેલ છે. અર્પિત અને