SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ १९१ द्वितीयो भाग / सूत्र - ३८, चतुर्थः किरणे मध्यमोत्कृष्टभेदेन त्रैविध्यं वेदितव्यम्, अतिव्युत्पन्नमत्यपेक्षया केवलं हेतुवचनं जघन्या कथेयम्, मध्यमापेक्षया प्रतिज्ञादीनां व्यादीनां वचनं मध्यमा कथा, अतिमन्दमत्यपेक्षया च पञ्चशुद्धिसहितानां प्रतिज्ञादीनां पञ्चानां वचनमुत्कृष्टा कथेति । प्रतिपाद्यापेक्षयैवैषां प्रयोगाद्येन प्रकारेण तस्य प्रतीतिर्भवेत्तथैव प्रतिपादनीयो न तु क्रमेणैव प्रतिपादनीय इत्यस्ति नियमः, तत्र पक्षदोषपरिहारादिः प्रतिज्ञाशुद्धिः, हेत्वाभासोद्धरणं हेतुशुद्धिः, दृष्टान्तदूषणपरिहरणं दृष्टान्तशुद्धिः उपनयनिगमनयोः प्रमादादन्यथाकृतयोनियतस्वरूपेण व्यवस्थापके वाक्ये उपनयनिगमनशुद्धी । प्रतिज्ञादय एते परानुमानरूपकार्यस्याङ्गभूतत्वादवयवा इत्युच्यन्ते ॥ શંકા – બીજો, કેટલા વચનોથી વ્યાપ્તિવિશિષ્ટ હેતુને જાણી શકે છે? સમાધાન – આના જવાબમાં કહે છે કે ભાવાર્થ – “વળી પ્રતિજ્ઞા અને હેતુરૂપ વચન છે. મંદ મતિવાળાની અપેક્ષાએ તો ઉદાહરણ-ઉપનયનિગમનો પણ સમજવાં.” વિવેચન – ખરેખર, પ્રતિપાદ્ય જીવો વિચિત્ર હોય છે. (૧) કેટલાક વ્યુત્પન્ન (અમંદ) મતિવાળાઓ, (૨) કેટલાક બિલ્કલ અવ્યુત્પન્ન, (૩) કેટલાક સર્વથા વ્યુત્પન્ન; ત્યાં વ્યુત્પન મતિવાળો પ્રતિજ્ઞાવચનથી, હેતુવચનથી સમજાવી શકાય છે. (૪) એકાન્ત વ્યુત્પન્નમતિવાળો તો કેવળ હેતુવચનથી સમજાયેલો થાય છે. તેથી મુખ્યપણાએ પ્રતિજ્ઞારૂપે અને હેતુરૂપે બે પ્રકારનું વચન ઉપયોગી છે, કેમ કે-તેટલા માત્રથી જ પહેલાં પ્રતિપન-પછીથી વિસ્મૃત વ્યાપ્તિવાળા પ્રમાતામાં સાધ્યની પ્રતિપત્તિનો નિયમથી ઉદય છે. એથી તેના પ્રત્યે દષ્ટાન્ત આદિરૂપ વચન વ્યર્થ છે, [પક્ષવચન અને હેતુવચનથી જ અવિસ્મૃત વ્યાપ્તિવાળો પુરુષ સમજાવી શકાય છે, તેથી તેના માટે દષ્ટાન્તવચનની આવશ્યકતા નથી. વ્યાપ્તિનિર્ણય તો તર્કથી જ વ્યાપ્તિસ્મરણ પણ વ્યુત્પન્નને પક્ષ-હેતુઓના પ્રદર્શન(દેખાડવા)થી જ છે. ઉપનય અને નિગમન પણ પરની પ્રતિપત્તિ માટે થતા નથી, કેમ કે-હેતુના સમર્થન વગર અસંભવિત છે.] કેમ કે તેને વ્યાપ્તિનો નિર્ણય પણ તર્કપ્રમાણથી જ થયેલ હોવાથી, પ્રતિનિયત વ્યક્તિરૂપ દષ્ટાન્ત, સર્વના ઉપસંહારદ્વારા સકલાણાએ વ્યાપ્તિ હોવાથી) વ્યાપ્તિના બોધનના પ્રત્યે અનુકૂળ નથી. ખરેખર, પરોપકારપરાયણ, કરુણાવંત પુરુષોએ બીજાઓને કોઈ પણ ઉપાયથી સમજાવવા જોઈએ, તેઓમાં પ્રતીતિનો ભંગ ન કરવો જોઈએ. તેથી જેમ જેમ બીજાને સુખેથી સાધ્યની પ્રતિપત્તિ થાય, તેમ તેમ પ્રતિપાદકે બીજાની આગળ પ્રતિપાદન કરવું જોઈએ. વળી બોધનને યોગ્યો તો અનેક પ્રકારના હોય છે. તથાચ અવ્યુત્પન્ન બુદ્ધિવાળાઓ પ્રત્યે કદાચ ઉદાહરણ-ઉપનય-નિગમનો પણ કહેવા યોગ્ય જ છે. આવી માન્યતાને ધારતાં કહે છે કે “મન્ડમતિ' ઉત્તિા અહીં અપિ શબ્દ અકથિતનું ગ્રહણ કરનારો છે, તેથી સંભાવ્ય માનદોષ નિરાકરણરૂપ પ્રતિજ્ઞાશુદ્ધિ-હેતુશુદ્ધિ-દષ્ટાન્તશુદ્ધિ-ઉપનયશુદ્ધિ-નિગમશુદ્ધિઓનું ગ્રહણ જાણવું. તથાચ પ્રતિપાદ્ય(શિષ્ય)ની અપેક્ષાએ કથાના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટના ભેદથી ત્રણ પ્રકારો જાણવા. અત્યંત વ્યુત્પન્નમતિની અપેક્ષાએ કેવળ હેતુવચન જઘન્યરૂપ આ કથા છે. મધ્યમોની અપેક્ષાએ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy