SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - १५, चतुर्थः किरणे १६९ અત્યંત અભાવનું લક્ષણ ભાવાર્થ – “ત્રણેય કાળમાં પણ તાદાભ્યપરિણતિની નિવૃત્તિ, એ અત્યંત અભાવ' કહેવાય છે. જેમ કે-જીવ અને અજીવમાં એકત્વપરિણતિની વ્યાવૃત્તિરૂપ અત્યંત અભાવ. તે આ પ્રતિષેધ કથંચિદ્ અધિકરણથી ભિન્ન-અભિન્ન છે.” વિવેચન – “તડપતિ | ભૂત-ભવિષ્ય-વર્તમાનરૂપ ત્રણ કાળની અપેક્ષાએ પણ જે બંનેમાં તાદાત્મપરિણતિની નિવૃત્તિ એકત્વપરિણામ થતો નથી, તે અત્યંત અભાવ એવો અર્થ છે. દષ્ટાન્તને કહે છે કે-૧થતિ ' અસ્તિત્વની માફક નાસ્તિત્વ પણ વસ્તુનો પર્યાય હોઈ તથા પર્યાય અને પર્યાયીનો કથંચિત્ અભેદ હોવાથી, સર્વથા અભાવ અધિકરણથી ભિન્ન નથી. માટે કહે છે કે-“સોયં પ્રતિષેધતિ ' સર્વથા અધિકરણથી અભાવનો ભેદ માનવામાં નિઃસ્વભાવતા છે અને અભેદમાં અધિકરણવૃત્તિપણાએ (આધેયપણાએ) પ્રતીતિનો અભાવ થાય ! (ખરેખર, સર્વથા અભાવના અભેદમાં ભાવનો એકાત્તથી નિશ્ચય થાય ! અસ્તિત્વ જ છે, આવો નિશ્ચય થવાથી તે પ્રકારે સ્વીકાર કર્યો છતે સઘળાય અભાવોનો અપલાપ થાય ! આમ થયે છતે સર્વમાં સર્વ આત્મકપણું, અનાદિપણું અને અનંતપણું થાય ! એમ પણ જાણવું.) સર્વથા અભાવને ભાવથી જો ભિન્ન માનવામાં આવે, તો તે અભાવમાં પ્રમાણથી પ્રમેયપણાના અભાવની આપત્તિ છે, કેમ કે-પ્રમાણ ભાવરૂપ વિષયગ્રાહક છે. શંકા – અભાવરૂપ વિષયવાળું પ્રત્યક્ષ પ્રમાણ છે જ, કેમ કે-તે પ્રત્યક્ષમાં, ઇન્દ્રિયોની સાથે સંયુક્ત વિશેષણનો સંબંધનો સદ્દભાવ હોઈ, “ઘટના અભાવથી વિશિષ્ટ ભૂતલને હું ગ્રહણ કરું છું.”—આવી પ્રતીતિ છે. “ઘટાભાવવાળું ભૂતલ અહીં વિશેષણ વિશેષ્યભાવ સંનિકર્ષ છે. ચક્ષુની સાથે સંયુક્ત ભૂતલ છે. ત્યાં ઘટાભાવનું વિશેષણ છે ને? સમાધાન - ત્યાં પણ પ્રત્યક્ષ, ભૂતલ આદિ ભાવ માત્ર વિષયવાળું છે. જો તે પ્રત્યક્ષ, અભાવ વિષયવાળું માનો, તો ક્રમથી અનંત (અભાવગ્રાહક સામગ્રીનો વિચ્છેદ નહીં હોવાથી અનંત-ઘટ-પટ આદિ અભાવના ગ્રહણમાં ભાવનું ગ્રહણ ન થાય, એવો ભાવ છે.) પરરૂપ અભાવના ગ્રહણમાં ક્ષીણ શક્તિવાળું હોઈ, પ્રત્યક્ષને ભાવદર્શનના અવસરની પ્રાપ્તિનો અભાવ થાય છે; કેમ કે-પ્રત્યાત્તિમાં (સંબંધમાં) વિશેષતા નથી અને અભાવગ્રાહક સામગ્રીનો વિચ્છેદ નથી. કિવલ અભાવપ્રત્યક્ષના સ્વીકારમાં આ દોષ થાય ! અને તે જ નથી, કેમ કે-અભાવજ્ઞાનમાં પ્રતિયોગીજ્ઞાનનું પણ કારણપણું છે અને તે પ્રતિયોગીજ્ઞાન કદાચિત્ક છે, માટે આશંકા કરે છે કે-“નતિ ' શંકા – અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીજ્ઞાન કારણ છે અને તે કાદાચિત્ક હોઈ અભાવજ્ઞાન પણ કાદાચિક છે. પ્રતિયોગીજ્ઞાનના અભાવકાળમાં-અભાવજ્ઞાનમાં અંતર્ગત ભાવપદાર્થના ગ્રહણનો અવસર મેળવાય જ છે ને? સમાધાન – પ્રત્યક્ષ, પ્રતિયોગી આદિ સ્મરણની અપેક્ષા વગરનું છે. જો તે પ્રત્યક્ષ સ્મૃતિની અપેક્ષા રાખે છે, તો અપૂર્વ અર્થ સાક્ષાત્કારની સાથે વિરોધ આવે !
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy