SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સકલ આદેશ=એકધર્મવિષયક બોધજનક વાક્ય “સકલાદેશ' કહેવાય છે. વિકલ આદેશ=ક્રમથી ભેદની પ્રધાનતાથી કે ભેદના ઉપચારથી એકધર્મ આત્મક પદાર્થવિષયક બોધજનક વાક્ય “વિકલ આદેશ' કહેવાય છે. અહીં અભેદવૃત્તિ અને અભેદ ઉપચારના પ્રયોજકો કાલ-સ્વરૂપ-અર્થ-સંબંધઉપકાર-ગુણિ-દેશ-સંસર્ગ' શબ્દના ભેદે આઠ છે. એક ભંગમાં કાલ આદિ આઠેયની ઘટના. સૂત્ર ૨૦–અહીં ભેદવિશિષ્ટ અભેદ “સંબંધ છે અને અભેદવિશિષ્ટ ભેદ “સંસર્ગ છે, એમ સંબંધ અને સંસર્ગમાં વિવેક જાણવો. સૂત્ર ૨૧–દ્રવ્યાર્થીજ્યના ગૌણપણામાં અને પર્યાયાર્થિકનયની પ્રધાનતામાં અભેદનો ઉપચાર કરવો જોઈએ, કેમ કે-અભેદવૃત્તિનો અસંભવ છે. સૂત્ર ૨૨-કેવી રીતે અભેદવૃત્તિનો અસંભવ છે? તેના જવાબમાં અભેદવૃત્તિના અસંભવની ઘટના બરોબર અહીં કરેલી છે. સૂત્ર ૨૩ થી ૨૮-પ્રથમ વાક્યનો, બીજા વાક્યનો, ત્રીજા વાક્યનો, ચોથા વાક્યનો, પાંચમા વાક્યનો, છઠ્ઠા વાક્યનો અને સાતમાં વાક્યનો નવ્યન્યાયપદ્ધતિથી ભિન્ન ભિન્ન શાબ્દબોધ છે. સૂત્ર ૨૯–અહીં સપ્તભંગીમાં નયોનો વિભાગ દર્શાવેલ છે. સૂત્ર ૩૦-૩૧–ભાવની અપેક્ષાએ ઘટમાં સ્વવૃત્તિ અસાધારણધર્મ ઘટત્વસ્વરૂપ છે. પટવ આદિ પરરૂપ છે. તથા ઘટમાં રહેનારા સ્કૂલતા આદિ ધર્મો, વર્તમાનકાલીન પર્યાયો, પૃથુબુદ્ધોદર આદિ આકારો, રૂપ આદિ ગુણો અને ઘટનક્રિયાકર્તૃત્વ આદિ સ્વરૂપો છે. તેનાથી ભિન્ન પરરૂપો છે. અહીં સ્વરૂપ-પરસ્વરૂપની તથા સ્વરૂપેણ સત્-પરરૂપેણ અસત્ની ચર્ચા જોવા જેવી છે. સૂત્ર ૩૨–દ્રવ્યની અપેક્ષાએ ઘટનું શુદ્ધ માટીરૂપ દ્રવ્યસ્વરૂપ છે. તેનાથી ભિન્ન સોનું આદિ પદ્રવ્ય છે. સ્વદ્રવ્યથી સત્, પરદ્રવ્યથી અસત્ છે. તેની અહીં ચર્ચા જોરદાર ચાલુ છે. સૂત્ર ૩૩–ક્ષેત્રની અપેક્ષાએ ઘટનું ક્ષેત્ર ભૂતલ આદિ છે અર્થાત્ સ્વક્ષેત્ર છે. તેથી ભિન્ન ભીંત આદિ પરક્ષેત્ર છે. સ્વક્ષેત્રથી સત, પરક્ષેત્રથી અસતું. અહીં પણ ચર્ચા ચાલુ છે. સૂત્ર ૩૪-૩૫–કાળની અપેક્ષાએ ઘટના વર્તમાનકાળ સ્વકાળ છે. તેથી ભિન્ન અતીત આદિ પરકાળ છે. સ્વકાળથી સત , પરકાળથી અસતું. અહીં સદસદાત્મક સ્યાદ્વાદમાં પરવાદીઓએ (શંકરાચાર્યાદિ પરવાદીઓએ) ઉપસ્થાપિત સંશય આદિ આઠ દોષાનો ઉદ્ધાર ખરેખર નિરીક્ષણીય એવં અવધારણીય છે. અનાતપુરુષે કહેલ વચનથી જન્ય અયથાર્થજ્ઞાન “આગમ આભાસ કહેવાય છે. (સાતમું કિરણ) સૂત્ર ૧-જ્ઞાનનું પ્રામાણ્ય એટલે પ્રમેયની સાથે આવ્યભિચારિપણું જ છે. સર્વજ્ઞાન સ્વની અપેક્ષાએ પ્રમાણ છે. બાહ્ય અર્થની અપેક્ષાએ તો કિંચિત્ પ્રમાણ, કિંચિત્ અપ્રમાણ છે. અહીં
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy