SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ १६२ तत्त्वन्यायविभाकरे ૦ તથાચ જો પ્રાગભાવને ન માનો, તો પર્યાયરહિતપણું દ્રવ્યમાં થઈ જાય ! તથાચ ઘટ-પટ વગેરે પર્યાય-કાર્ય માત્રનો અભાવ જ થઈ જાય ! ૦જો પ્રધ્વંસરૂપ અભાવ ન માનો, તો કહુ-કુંડલ વગેરે પયરૂપ પદાર્થો અનંત અવિનાશી થઈ જાય! એ રૂપ પ્રસંગ આવે. જો અન્યોન્ડન્ય અભાવનો અપલાપ (નિષેધ) કરવામાં આવે, તો જીવ અજીવ આત્મક અને અજીવ જીવ આત્મક થતાં, સર્વ આત્મકપણાનો પ્રસંગ આવવાથી તે જીવ-અજીવમાં લક્ષણકૃત ભેદ ન થાય! ૦ જો અત્યંત અભાવનો અસ્વીકાર કરવામાં આવે, તો જીવમાં અજીવત્વના અત્યંત અભાવના અસ્વીકારથી જીવત્વની પ્રાપ્તિ છે અને અજીવમાં જીવત્વના અત્યંત અભાવના અસ્વીકારથી જીવત્વની પ્રાપ્તિ થઈ જાય ! તેથી વસ્તુનો, જેમ ‘અતિ–એવા જ્ઞાનનો વિષય અસ્તિત્વ પર્યાય છે, તેમ “નાસ્તિએવી પ્રતીતિના વિષયરૂપ નાસ્તિત્વ પણ પર્યાય છે. વળી તે નાસ્તિત્વ સર્વથા વસ્તુથી અર્થાન્તરરૂપ નથી, કેમ કે-વસ્તુમાં નિઃસ્વભાવતાનો પ્રસંગ છે. શંકા – “નાતિ'-આવી પ્રતીતિના જનકલ્વરૂપ સદ્દભાવથી અભાવમાં નિઃસ્વભાવતા નથી જ ને? સમાધાન – જો આમ માનો છો, તો તે અભાવમાં ભાવરૂપ સ્વભાવતાની સિદ્ધિ છે, કેમ કે(પ્રત્યય) જ્ઞાન અને અભિધાન(વચન)ના વિષયભૂત અર્થક્રિયાકારી પદાર્થ ભાવસ્વભાવી હોય છે. વળી નાસ્તિત્વ વસ્તુનો ધર્મ હોઈ, ધર્મ ધર્મીથી કથંચિત્ ભિન્ન હોઈ કથંચિત્ ધર્મીથી ધર્મનો ભેદ પણ છે. ત્યાં ભેદની અપેક્ષાએ ભાવરૂપ અધિકરણવૃત્તિપણાએ અભાવથી પ્રતીતિ થાય છે. આવા કથનથી ભૂતલને ઘટના અભાવરૂપ માનવામાં આવતાં ભૂતલમાં ઘટનો અભાવ એવી પ્રતીતિ નહીં થાય ! અને ભૂતલમાં ભૂતલ એવી બુદ્ધિ થશે.' વગેરેનું ખંડન થઈ જાય છે. કેમ કે-અભેદ હોવા છતાંય ઘટાભાવરૂપે આધેયતાનો અને ભૂતલરૂપે આધારતાનો પ્રતીતિ પ્રમાણે સ્વીકાર છે. હવે પ્રાગભાવનું લક્ષણ કરે છે. વિલક્ષણ પરિણામથી વિશિષ્ટ માટીના પિંડનો, માટીના પિંડરૂપે વિનાશ થયે છત, ઘટરૂપે માટીનો પિંડ પરિણમે છે, માટે ઘટરૂપે ઉત્પત્તિ પહેલાં અવ્યવહિત પરિણામવિશિષ્ટ માટીરૂપ દ્રવ્ય જ છે તે પ્રાગભાવ કહેવાય છે. પરંતુ માટીના પિંડથી સર્વથા જુદો બીજો પદાર્થ નહીં, એવો ભાવ છે. આ જ દૃષ્ટાન્ત દ્વારા દર્શાવે છે કે-“થેતિ ' છે કેટલાક કહે છે કે-ઘટનો પ્રાળુ અભાવ એટલે તે ઘટથી અવ્યવહિત પૂર્વેક્ષણનો પરિણામ.' આમ કહેનારા તેઓના મતમાં, તે ક્ષણોની તે ઘટથી પૂર્વ અનાદિ પરિણામની સંતતિમાં કાર્યસભાવનો પ્રસંગ છે, કેમ કે-કાર્યધ્વંસ અને તે કાર્યના પ્રાગભાવનો અનાધારભૂત કાળ કાર્યવ્યાપ્ય છે (વ્યાપ્તિવાળો છે). શંકા – તે ઘટથી પૂર્વ (‘હમણાં ઘટ છે' ઇત્યાદિ પ્રતીતિથી, તે તે ક્ષણમાં જ તે ક્ષણથી અભિન્ન કાયમાં બૌદ્ધમતમાં તાદાસ્યથી કાળવૃત્તિત્વનો સ્વીકાર હોવાથી, કાર્યભિન્ન ક્ષણમાં કાર્યપણાની આપત્તિ અશક્ય હોઈ) અનાદિ પરિણામ સંતતિમાં કાર્યભેદની સત્તા હોવાથી દોષ નથી જ ને?
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy