________________
द्वितीयो भाग / सूत्र - ९, चतुर्थः किरणे
१५७ (પ્રસિદ્ધનો પ્રતિષેધ થાય છે, કેમ કે-અભાવ, પ્રતિયોગીથી નિરૂપ્ય છે. નિરૂપકની અપ્રસિદ્ધિમાં તેનાથી નિરૂખના નિરૂપણની અનુપત્તિ છે, તેથી “વિકલ્પસિદ્ધ ધર્મી નથી.” આવા વચનથી વિકલ્પસિદ્ધ ધર્મનો નિષેધ કરાય છે. નૈયાયિકવડે તે નિષેધનો પ્રતિયોગી વિકલ્પસિદ્ધ ધર્મી છે. તેની અપ્રસિદ્ધિ હોય છતે વિકલ્પપ્રસિદ્ધ ધર્મી નથી. આવા પ્રતિષેધની અનુપપત્તિ છે. અહીં તૂષ્પીભાવની આપત્તિ હોઈ તૂષ્ણભાવ વાદમાં નિગ્રહસ્થાનરૂપ છે.)
૦ આ પ્રમાણે “સર્વજ્ઞ છે, ઈત્યાદિ માનસપ્રત્યક્ષમાં ભાવરૂપ જ ધર્મીનો સ્વીકાર હોવાથી કોઈ પણ દોષ નથી.
શંકા – સર્વશરૂપ ધર્માની સિદ્ધિ હોય છતે, તેની સત્તાનો પણ સ્વીકાર થવાથી તેની સત્તાનું સાધક અનુમાન વ્યર્થ જ ને?
સમાધાન – તે સર્વજ્ઞધર્મીની સિદ્ધિ હોવા છતાં, નિર્લજ્જતાથી જે તેની સત્તાનો સ્વીકાર કરતો નથી, તેના પ્રત્યે અનુમાન સફળ છે.
શંકા - છઠ્ઠા ભૂત વગેરેમાં કેવી રીતે ધર્મીપણું છે? કેમ કે-માનસપ્રત્યક્ષથી છઠ્ઠા ભૂતની સત્તાનો સ્વીકાર થવાથી નાસ્તિત્વનું સાધન બાધિત થાય છે જ ને?
સમાધાન તે વખતે બાધક જ્ઞાનનો ઉદય નહીં હોવાથી, સત્ત્વની સંભાવના હોવા છતાં પાછળથી તે છઠ્ઠા ભૂતની સત્તાનો નિષેધ છે. આ પ્રમાણે આકાશકુસુમ આદિમાં પણ વિકલ્પકાળમાં સત્ત્વરૂપે સંભાવના હોવા છતાં, પાછળથી બાધક જ્ઞાનથી તેઓ નિરાસ છે. તાદશ માનસિક જ્ઞાન માનસપ્રત્યક્ષાભાસરૂપ જાણવું. ઇતિ.
હવે પ્રમાણથી ધર્મીની પ્રસિદ્ધિનું દૃષ્ટાન્ત કહે છે. “પર્વત' તિ અહીં પ્રત્યક્ષ પ્રમાણથી પ્રસિદ્ધિ છે. આ કથનની “સઘળોય અનુમાન-અનુમેયવિષયક વ્યવહાર, બુદ્ધિમાં જ, કોઈને ધર્મપણે તો કોઈને ધર્મપણે પ્રકલ્પી પ્રવર્તે છે, પરંતુ બાહ્ય સત્ત્વ અને અસત્ત્વને અપેક્ષીને વ્યવહાર નથી.” આવા મતનું ખંડન થઈ જાય છે, કેમ કે-અંદરના કે બહારના આલંબનની પ્રાપ્તિ વગરની બુદ્ધિમાં, કોઈમાં પણ ધર્મ-ધર્મીપણાની વ્યવસ્થા કરવાની શક્તિ નથી. તેથી પ્રમાણથી વ્યવસ્થાપિત પર્વત વગેરે જ વિષયભાવને પામતા ધર્મીપણા વગેરે ભાવને પામે છે.
૦ ઉભયસિદ્ધનું દષ્ટાન્ત કહે છે. “શબ્દ” તિ! ખરેખર, અહીં સર્વ શબ્દ ધર્મીપણાએ ઈષ્ટ છે, નહીં તો કોઈ એક શબ્દમાં જ પરિણામીપણાની સિદ્ધિની પ્રાપ્તિની આપત્તિ થઈ જાય ! તથાચ સર્વ (ભૂત-ભવિષ્યવર્તમાનકાલીન) શબ્દોનો શ્રવણથી પ્રત્યક્ષનો અસંભવ હોવાથી, કેટલાક શબ્દોની પ્રત્યક્ષથી અને કેટલાક શબ્દોની વિકલ્પથી પ્રસિદ્ધિ થાય છે.
શંકા – “પર્વત વહ્નિવાળો છે. અહીં પણ પર્વતમાં પ્રત્યક્ષ સિદ્ધપણું કેવી રીતે? દેખાતા ભાગમાં અગ્નિને સાધવામાં પ્રત્યક્ષ બાધા છે, અથવા ત્યાં વતિનું જ પ્રત્યક્ષ હોય છતે સાધન નિરર્થક છે. નહીં દેખાતા ભાગમાં વહ્નિને સાધવામાં ધર્મી પર્વતનું કેવી રીતે પ્રત્યક્ષ સિદ્ધપણું કહેવાય?