SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ७, तृतीयः किरणे १३५ વિવેચન – આવા૫ એટલે અનુવૃત્તિ (પ્રક્ષેપ) અને ઉદ્દવાપ એટલે વ્યાવૃત્તિ (અપનયન) તેના પ્રકારને સ્પષ્ટ કરે છે. એક પ્રયોજકવૃદ્ધ છે, કે જે કોઈને પણ સમજાવે છે–આજ્ઞાકારક છે. (૧) વૃદ્ધ એટલે શબ્દઅર્થના વાચ્યવાચક ભાવસંબંધને જાણનારો ગુરુ (૨) પ્રયોજ્યવૃદ્ધ, કે જે સમજાવાય છે-આજ્ઞાયોગ્ય છે-શિષ્ય છે. (૩) બાળ છે, કે જે પ્રયોજ્યવૃદ્ધની પ્રવૃત્તિથી પ્રયોજકવૃદ્ધે કહેલ વાક્યના અર્થને જાણે છે. ત્યાં પ્રયોજકવૃદ્ધ, પ્રયોજકવૃદ્ધ પ્રત્યે “ગાય લાવો'- આવા વાક્યનો પ્રયોગ કર્યો છતે, તેના સંકેતના જ્ઞાનવાળો અને તે વાક્યનો સાંભળનાર પ્રયોજ્યવૃદ્ધને તથા તેના સંકેતને નહીં જાણનાર બાળને વર્ણવિષયક, પદવિષયક અને વાક્યવિષયક સંકલન આત્મક પ્રત્યભિજ્ઞાન પેદા થાય છે. જેમ કે-પૂર્વપૂર્વના વર્ણભૂત અવયવના શ્રવણથી ઉત્પન્ન સંસ્કારવાળાને અંત્ય અવયવના શ્રવણથી પૂર્વના તે વર્ણભૂત અવયવનું સ્મરણ થયે છતે અને હૃસ્વ આદિ વિષયક સંકેતનું સ્મરણ થયે છતે, “આ વર્ણ હ્રસ્વ, દીર્ઘ કે પ્લત છે” –એવું પ્રત્યભિજ્ઞાન પ્રયોજયવૃદ્ધ અને બાળકમાં થાય છે. તેમજ પૂર્વપૂર્વ વર્ણના શ્રવણજન્ય સંસ્કારવાળાને અંતિમ વર્ણના શ્રવણ પછી અનુક્રમ-વિશિષ્ટ તે તે પૂર્વના વર્ગોનું સ્મરણ થયે છતે અને પદવિષયક સંકેતનું સ્મરણ થયે છતે, “આ “સિરૂપ વિભક્તિ અંતવાળું કે “તિરૂપ પ્રત્યય અંતવાળું પદ છે.” “ભક્તિ કે ભવતિ-એવું આ પદ છે. આવું પ્રત્યભિજ્ઞાન થાય છે. આ પ્રમાણે પૂર્વપૂર્વ પદના શ્રવણથી જન્ય સંસ્કારવાળામાં અંતિમ પદના શ્રવણ પછી અનુક્રમવિશિષ્ટ પૂર્વ પદોનું સ્મરણ થયે છતે અને વાક્યવિષયક સંકેતનું સ્મરણ થયે છતે, “આ વાક્ય છે?–આવું પ્રત્યભિજ્ઞાન થાય છે. આ પ્રમાણે પ્રત્યભિજ્ઞાનથી વર્ણપદવાક્યનું ગ્રહણ થયે છતે, પ્રયોજ્યવૃદ્ધની ગાયને લાવવાની ક્રિયાને જોઈ, બાળક બીજા કારણોની અસંનિધિ હોયે છતે, પ્રયોજકવૃદ્ધે કહેલા શબ્દના શ્રવણ પછી પ્રવૃત્તિવાળા પ્રયોજ્યવૃદ્ધની આ ચેષ્ટા, પ્રયોજકવૃદ્ધના શબ્દજન્ય યત્કિંચિત્ જ્ઞાનજન્ય છે એમ માને છે. ત્યારબાદ તે પ્રયોજકવૃદ્ધ લાવેલી ગાયને જોઈ, ગાયને લાવવારૂપ અર્થ, આ પ્રયોજયવૃદ્ધ તે વાક્યથી જાણેલો છે એવી પ્રતીતિ કરે છે, પણ કયા પદનો કયો અર્થ છે–એમ વિવેકપૂર્વક નિશ્ચય કરી શકતો નથી. વળી ફરી પ્રયોજકવૃદ્ધે કહ્યું કે - “ગાયને લઈ જાઓ. ગોશબ્દની અનુવૃત્તિવાળા અને આનયપદની વ્યાવૃત્તિવાળા વાક્યને સાંભળી અને પ્રયોજવૃદ્ધની વિશિષ્ટ પ્રવૃત્તિને જોઈ, તે વખતે ગાયરૂપી અર્થની અનુવૃત્તિને અને આનયનની વ્યાવૃત્તિ(અપનયન)ને જાણે છે. તેવી જ રીતે પ્રયોજકવૃદ્ધે કહ્યું કે-ઘોડો લાવો.” ગોશબ્દની વ્યાવૃત્તિવાળા, આનયન શબ્દની અનુવૃત્તિવાળા વાક્યને સાંભળી અને પ્રયોજકવૃદ્ધની તેવી ચેષ્ટાને જોઈ, ગાય આદિરૂપ પદાર્થની વ્યાવૃત્તિને અને આનયનરૂપ અનુવૃત્તિને જાણે છે. વળી તેથી આવા આવા૫ અને ઉદ્યાપથી તેને “ગોજાતીય અર્થ ગોજાતીય શબ્દથી વાચ્ય છે અને ગોજાતીય શબ્દ ગોજાતીય અર્થનો વાચક છે.” આવા પ્રકારનો વાચ્યવાચકભાવના આલંબનવાળો તર્ક જાગે છે. માનતિવાતિ, માનતિ ' અનુકરણપદ છે. તેનો બોધ કરનાવનાર “તિ' પદ છે અને તેનો વાક્યપદની સાથે “સદ સુપા' એવા વ્યાકરણના નિયમથી સમાસ છે. એ પ્રમાણે આગળ ઉપર પણ સમજવાનું છે. ત્યાં પ્રયુક્તપદનો વાક્યપદની સાથે, સમનત્તરપદનો પ્રવૃત્તિપદની સાથે અને જન્યપદનો અનુમાનજ્ઞાનપદની સાથે અન્વય છે. પ્રેક્ષણ બાલનિષ્ઠ સમજવાનું છે. બાકીનું મૂળ સ્પષ્ટ અર્થવાળું છે. શંકા - આવા૫ અને ઉદ્ધાપથી ક્વચિત્ જ તર્ક જાગે છે એમ કહ્યું, તો તે શું બીજા પ્રકારથી પણ ઉદય પામે છે? આવી જિજ્ઞાસામાં કહે છે કે
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy