SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ १२० तत्त्वन्यायविभाकरे પ્રત્યભિજ્ઞાનના દર્શન-સ્મરણના કાળ પછીના કાળમાં થનાર હોઈ, જ્ઞાનાન્તર-પૃથગુજ્ઞાનરૂપે અનુભવ હોઈ પ્રત્યક્ષ અને સ્મરણથી પૃથક પ્રત્યભિજ્ઞાન છે. ખરેખર, અનુભવાતા પ્રત્યભિજ્ઞાનનો અપલાપ યુક્ત નથી, કેમ કે-અતિપ્રસંગ આવી જાય છે. આવા આશયથી પ્રત્યભિજ્ઞાનના વિષયનો ઉલ્લેખ કરે છે. આ પ્રત્યભિજ્ઞાનમાં, પ્રાયઃ સ્મૃતિમાં જેમ, અહીં પણ તત્તા-ઈદતાવડે ઉલ્લેખન થાય છે. પૂર્વપક્ષ – ‘તે આ આવા જ્ઞાનમાં “તે પદથી તત્તારૂપ અસ્પષ્ટ આકાર અને ‘આ’ પદથી ઇદેતારૂપ સ્પષ્ટ આકાર ભાસે છે. સ્પષ્ટ અને અસ્પષ્ટ આકારનો વિરોધ હોવાથી એક જ્ઞાનમાં સંભવ નથી, માટે “તું” આવું જ્ઞાન પૃથગુ છે અને “આ” એવું જ્ઞાન પૃથગુ છે. “તે આ' પ્રત્યભિજ્ઞાનપણાએ અભિમત, એવા એક જ્ઞાનનો અભાવ હોવાથી જ પ્રામાણ્યનો સંભવ નથી. આવો બૌદ્ધનો અભિપ્રાય હોઈ કહે છે કે-સ્પષ્ટઅસ્પષ્ટ આકારના ભેદથી પ્રત્યભિજ્ઞાનસ્વરૂપ એક જ્ઞાન નથી. જો વિરુદ્ધ ધર્મના સંબંધમાં પણ અભેદ માનવામાં આવે, તો પ્રત્યક્ષ અનુમાનમાં પણ એકતા થશે જ? ઉત્તરપક્ષ – અનુભવાતાનો અલાપ સંભવતો નથી. જેમ બૌદ્ધના મતમાં આકાર-આકારીના અભેદથી વિભિન્ન આકારવાળું જ્ઞાનાન્તર વિભિન્ન જ છે, કેમ કે-“નીતપીત' આવા આકારવાળું એક ચિત્રજ્ઞાન, આકારના ભેદમાં પણ સ્વીકારયોગ્ય છે, તેમ અહીં પ્રત્યભિજ્ઞાનમાં આકારનો ભેદ હોવા છતાં, તે પ્રત્યભિજ્ઞાનમાં એક જ્ઞાનરૂપે અનુભવ થાય છે. શંકા – જો આમ છે, તો વિલક્ષણ-અસાધારણ વિષયનો અભાવ હોવાથી આ વિલક્ષણ-પૃથજ્ઞાન કેવી રીતે? સમાધાન – આના જવાબમાં કહે છે કે “ત્વ સીશ્ય વૈક્ષળ પ્રતિયોજિત્વાદિ વિષયfમતિ ” આ પ્રત્યભિજ્ઞાનનો ક્વચિત્ એકત્વ, ક્વચિત્ સાદૃશ્ય, ક્વચિત્ વૈલક્ષણ્ય અને ક્વચિત્ પ્રતિયોગિત્વ વિષય છે. પૂર્વપક્ષ – ભેદાખ્યાતિવાદી પ્રભાકર તો “છીપમાં આ ચાંદી' ઇત્યાદિ વિશિષ્ટ જ્ઞાનરૂપ ભ્રમનો અપલાપ કરતો, સર્વજ્ઞાનની યથાર્થતાનો સ્વીકાર કરતો, ભ્રમ સ્થળમાં ‘આ’ એવું જ્ઞાન પ્રત્યક્ષ, “ચાંદી એવું જ્ઞાન સ્મરણ, આમ માનીને તે પ્રત્યક્ષ અને સ્મરણમાં ભેદના અગ્રહણથી જ વિસંવાદી પ્રવૃત્તિ છે એમ માનતો, પ્રત્યભિજ્ઞાનસ્થળમાં પણ “તે સ્મરણના વિષયનો “આ” પ્રત્યક્ષના વિષયની સાથે ભેદ(અસંસર્ગ)ના અવગ્રહણથી જ પ્રત્યભિજ્ઞાન કાર્યનો સંભવ હોવાથી, સ્મરણ-પ્રત્યક્ષરૂપ બે જ્ઞાનોથી ભિન્ન વિશિષ્ટ જ્ઞાનરૂપ પ્રત્યભિજ્ઞાન નથી જ. આવો મત જાહેર કરે છે. તે અપેક્ષાએ કહે છે કે તે જ આ ઈત્યાદિ. પ્રત્યભિજ્ઞાન, સ્મરણ-પ્રત્યક્ષરૂપ બે જ્ઞાનરૂપ જ છે પરંતુ ભેદના અગ્રહણથી એકરૂપે ભાસે છે. ઉત્તરપક્ષ – તે પ્રભાકરમતનું ખંડન પૂર્વ અપરપર્યાય અનુગામિ દ્રવ્યવિષયકત્વના પ્રત્યભિજ્ઞાનમાં વ્યવસ્થાપનદ્વારા થઈ જાય છે. માટે કહે છે આ પ્રત્યભિજ્ઞાન, સંકલનજ્ઞાનરૂપ બીજા નામવાળું અને અતીત-વર્તમાન ઉભયકાળ વિશિષ્ટ-વસ્તુવિષયવાળું છે. સંકલન એટલે વિવલિત ધર્મયુક્તપણાએ વસ્તુનું અનુસંધાન, ભૂત-વર્તમાનકાળની એકતાનું સંકલન, પ્રત્યક્ષ-સ્મરણ પછીના કાળમાં અનુભવાતું હોઈ, તે પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષ-સ્મરણરૂપ બે જ્ઞાન નથી, પરંતુ સંકલન સ્વભાવવાળું એક પૃથફજ્ઞાન જ છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy