SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ११६ तत्त्वन्यायविभाकरे સમાધાન – આ શંકાના સમાધાનમાં કહે છે કે- પ્રવધ: સદીતિ ' તથાચ ઉદ્દબુદ્ધ જ સંસ્કાર મૃતિજનક છે, કેવલ સંસ્કાર નહીં. તે સંસ્કારનો ઉબોધક, આવરણક્ષયોપશમ સમાન વસ્તુનું દર્શન આદિ સામગ્રી છે, એવો ભાવ છે. શંકા - સ્મરણના વિષયભૂત પદાર્થના અભાવથી આલંબન વિષય વગરની જ સ્મૃતિ થશે જ ને? સમાધાન – આના સમાધાન માટે કહે છે કે પૂર્વકાલીન અનુભવના વિષયભૂત જે વસ્તુ છે, તે જ વિષયથી સવિષયક સ્મૃતિ હોઈ નિરાલંબન નથી. શંકા – સ્મૃતિ પ્રમાણરૂપ નથી, કેમ કે-તે ભૂતકાલીન પદાર્થમાં ઉત્પન્ન થાય છે, ગૃહિતગ્રાહી છે, પદાર્થથી ઉત્પન્ન થતી નથી, વિસંવાદી છે અને પ્રયોજનકાર્યની અસાધક છે. આવી શંકા-આકાંક્ષામાં કહે છે કે સમાધાન – તે અર્થની અવિસંવાદ હોવાથી અને ‘' શબ્દ પૂર્વકથિત “પૂર્વાનુભૂત વિષય-અર્થવાળી હોઈ પ્રમાણરૂપ છે, કેમ કે-પોતે સ્વીકારેલ ધારણા વિષયભૂત દ્રવ્યાદિરૂપ અર્થમાં અવિસંવાદકપણું છે. જે પ્રવૃત્તિથી અર્થપ્રાપ્તિ ન થાય, તે પ્રવૃત્તિ વિસંવાદિની છે. તેનું જનક ભ્રમાત્મક જ્ઞાન વિસંવાદક છે. તેવું જે નથી અર્થાત્ સત્ય પ્રવૃત્તિજનક જ્ઞાન અવિસંવાદક છે. વળી જ્યાં વિસંવાદ છે, ત્યાં પ્રત્યક્ષ આભાસની માફક સ્મરણાભાસ જ છે. [પ્રમાણ માત્રથી કદાચિત્ પણ અનનુભૂત-અનુપ લબ્ધિ અર્થમાં તે' એવી બુદ્ધિ સ્મરણાભાસરૂપ છે. જેમ કે-અનનુભૂત શુક્લરૂપમાં તે શુકલરૂપ' એવું બુદ્ધિ સ્મરણાભાસરૂપ છે.] અનુભૂત અર્થની અપેક્ષાએ સ્મરણ સવિષયક જ હોઈ, અર્થથી “અનુપદ્યમાનપણું” પણ અસિદ્ધ છે, કેમ કે-સ્વવિષયકરૂપ અનુભૂત અર્થથી સ્મૃતિ ઉત્પન્ન થાય છે. શંકા- અનુભવ પ્રમાત્વ(યથાર્થ અનુભવ)ની પરતંત્રતા હોવાથી આ સ્મૃતિ પ્રમાણરૂપ કેવી રીતે? કેમ કે- સ્મૃતિના પ્રામાણ્યમાં બીજા-અનુભવના પ્રામાણ્યની આધીનતા છે ને? સમાધાન - જો આમ છે, તો અનુમતિમાં પણ વ્યાપ્તિજ્ઞાનના પ્રામાણ્યની પરતત્રતા હોઈ અપ્રમાણતાનો પ્રસંગ આવશે જ. (સંબંધસ્મરણાદિનું વ્યાપ્તિપ્રત્યભિજ્ઞા આદિ ફળના ઉપયોગમાં પ્રમાણપણું જ છે. ફળભૂત સ્મૃતિમાં પણ વિષયની બાધાનો અભાવ હોવાથી યથાર્થતા દુર્નિવાર છે. સ્મૃતિના પ્રમાણપણામાં અનુભવના પ્રમાણપણાની પરતંત્રતા હોવા છતાં, વ્યાપ્તિજ્ઞાનના પ્રમાણપણાનો પરતંત્ર, અનુમિતિના પ્રામાણ્યની માફક અવિરોધ છે.) જો સ્વપ્રામાણ્યમાં પરકીયપ્રામાણ્યની નિરપેક્ષતા માનવામાં આવે, તો અનુમિતિ પ્રમાણરૂપ ન થાય! કેમ કે-પ્રમાણરૂપ વ્યાપ્તિજ્ઞાન પરામર્શ આદિ જ્ઞાનજન્ય છે, અનુમતિ પ્રમાણ છે. પોતાના પ્રામાણ્યમાં વ્યાપ્તિજ્ઞાનના પ્રામાણ્યની અપેક્ષા રાખેલી છે. ૦ સ્મૃતિ, ભૂતકાલીન અર્થમાં પ્રવર્તતી હોવાથી અપ્રમાણભૂત નથી. ખરેખર ! શું ભૂતકાલીન પદાર્થનું સ્વકાળમાં (અનુભવકાળમાં) અસત્ય છે કે સ્મૃતિકાળમાં અવિદ્યમાનપણું છે? આ બે પક્ષોમાંથી 'પહેલો પક્ષ ટકતો નથી, કેમ કે-અનુભવકાળમાં પદાર્થ વિદ્યમાન છે. બીજો પક્ષ પણ ટકતો નથી. કેમ કે
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy