SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ३७-३८, द्वितीय किरणे १०९ અનાદિપણામાં યુક્તિને કહે છે કે-જે જીવદ્રવ્યોએ શ્રતોનું અધ્યયન કર્યું છે, કરે છે અને કરશે તે શ્રતોનો કદાચિતુ પણ વિનાશ થવાનો નથી, કે જેથી તે શ્રતોની આદિ હોઈ શકે ! જે સર્વથા અવિદ્યમાન છે, તે ક્યાંય પણ ઉત્પન્ન થતું નથી. જો સર્વથા અવિદ્યમાન ઉત્પન્ન થાય છે એમ માનો, તો રેતીમાંથી પણ તેલ આદિની ઉત્પત્તિનો પ્રસંગ આવી જાય ! તેમજ વિદ્યમાન વસ્તુનો સર્વથા નાશ પણ થતો નથી જ. અન્યથા સર્વ શૂન્યતાનો પ્રસંગ આવી જાય ! તેથી શ્રુતના આધારભૂત જીવદ્રવ્યોનું સર્વદા જ વિદ્યમાનપણું હોવાથી તે જીવદ્રવ્યોથી અભિન્ન શ્રત પણ સર્વથા વિદ્યમાન છે, માટે અનાદિવાળું શ્રત છે એવો ભાવ છે. अथ सपर्यवसितापर्यवसिते आहअन्तवच्छ्रुतं सपर्यवसितश्रुतम् । अनन्तवच्छ्रुतमपर्यवसितश्रुतं, इमे अपि तथैव ।३८। अन्तवदिति । उपयोगस्य सपर्यवसितत्वादिति भावः । अपर्यवसितमाह-अनन्तेति । तदव्यतिरेकिजीवद्रव्यस्यापर्यवसितत्वेन तत्तादात्म्याच्छृतमप्यपर्यवसितमिति भावः । सपर्यवसितत्वापर्यवसितत्वे अपि पर्यायार्थिकद्रव्यार्थिकनयापेक्षयैवेत्याहेमे अपीति, एवमेव द्रव्यक्षेत्रकालभावानाश्रित्यापि सादित्वानादित्वसपर्यवसितत्वापर्यवसितत्वानि भाव्यानि ॥ સાન્ત-અનન્તશ્રુત ભાવાર્થ – સપર્યવસિત-સાન્ત, અપર્યવસિત, અનંતશ્રત. “અંતવાળું શ્રુત “સપર્યવસિત શ્રુત' છે અને અનંતવાળું શ્રત “અપર્યવસિત શ્રત છે. આ બંને પણ તે પ્રકારે જ છે.” વિવેચન – ઉપયોગ, અંતવાળો હોઈ સાન્તશ્રુત છે. અપર્યવસિતને કહે છે કે-તે શ્રુતથી અભિન્ન જીવદ્રવ્ય અનંત હોઈ, તેના તાદાભ્યથી અભેદથી શ્રત પણ “અપર્યવસિત' છે, એવો ભાવ છે. સપર્યવસિતત્વ અને અપર્યવસિતત્વ પણ પર્યાયાર્થિકનય અને દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ જ છે. આ પ્રમાણે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ પણ સાદિપણું-અનાદિપણું-સાન્તપણું-અનંતપણાનો વિચાર કરવો જોઈએ. [એક જીવદ્રવ્યની અપેક્ષાએ જ્યારે શ્રુતનો લાભ થાય ત્યારે આદિ અને જયારે તેનો નાશ થાય ત્યારે અંત, આવી રીતે શ્રુત સાદિસાન્ત છે. ભવ્ય જીવનું શ્રુત તેના ભવ્યત્વની માફક અનાદિસાન્ત છે, જયારે અભવ્ય જીવનું શ્રુત અભવ્યત્વની જેમ અનાદિ અનંત છે. વિવિધ જીવદ્રવ્યોની અપેક્ષાએ શ્રુત અનાદિ અનંત છે, જ્યારે ક્ષેત્રની અપેક્ષાએ એક જીવદ્રવ્યની અપેક્ષાએ ભરત-ઐરાવતક્ષેત્રમાં સમ્યકશ્રુત સાદિસાન્ત છે; કેમ કે-એ ક્ષેત્રમાં પ્રથમ તીર્થંકરના સમયમાં દ્વાદશાંગીરૂપ શ્રુતની ઉત્પત્તિ થાય છે અને છેલ્લા તીર્થકરના તીર્થનો અંત આવતાં તેનો નાશ થાય છે. મહાવિદેહક્ષેત્રની અપેક્ષાએ વિવિધ જીવો સંબંધી શ્રુતજ્ઞાન અનાદિઅનંત છે, કેમ કે-ત્યાં સર્વદા તીર્થંકરનો સદૂભાવ છે એટલે શ્રુતનો કદાપિ ઉચ્છેદ થતો નથી. કાળથી ઉત્સર્પિણી અને અવસર્પિણીની અપેક્ષાએ ભરત-ઐરવતમાં મૃત સાદિસાન્ત છે, કેમ કે-બંને કાળના ત્રીજા આરામાં તેની ઉત્પત્તિ છે અને અનુક્રમે ચોથા તથા પાંચમા આરામાં તેનો નાશ છે. કાળથી મહાવિદેહક્ષેત્રમાં તો દ્રવ્ય અને ક્ષેત્રની જેમ તે અનાદિઅનંત છે, કેમ કે-ત્યાં ઉત્સર્પિણી અને
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy