SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे સમાધાન – આના જવાબમાં કહે છે કે-શ્રુતજ્ઞાનમાં અનુકૂળભૂત ઉપયોગ પણ શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતના ઉપયોગના અભાવમાં પણ મતિજ્ઞાનના ઉદયથી મતિ ઉપયોગ અને શ્રુત ઉપયોગની એક્તા નથી. અહીં જો કે સ્વામી-કારણ-કાળ-વિષય-પરોક્ષત્વની અપેક્ષાએ (જે મતિજ્ઞાનનો સ્વામી, તે જ શ્રુતજ્ઞાનનો સ્વામી અને જે શ્રુતજ્ઞાનો સ્વામી, તે જ મતિજ્ઞાનનો સ્વામી છે. આ પ્રમાણે સ્વામીનું સાધર્મ્સ, જેટલો જ મતિજ્ઞાનનો સ્થિતિકાળ છે, તેટલો જ શ્રુતજ્ઞાનનો, પરંતુ આ પ્રમાણે કાળસાધર્મ્સ, જેમ ઇન્દ્રિયનિમિત્તજન્ય મતિજ્ઞાન છે, તેમ શ્રુતજ્ઞાન પણ છે. એમ કારણસાધર્મ્સ, જેમ મતિજ્ઞાન જિનપ્રવચનના કથન મુજબ સર્વ દ્રવ્યાદિ વિષયવાળું છે, એવું શ્રુતજ્ઞાન પણ છે, તેમ વિષયસાધર્મ્સ છે. જેમ મતિજ્ઞાન પરોક્ષ છે,.તેમ શ્રુતજ્ઞાન પણ છે, એમ પરોક્ષનું સાધર્મ છે.) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં એકતા છે, તો પણ લક્ષણભેદથી, કાર્ય-કારણભાવથી ભેદવશેષથી, ઇન્દ્રિયવિભાગથી, વલ્ફેતરભેદથી, અક્ષરેતરભેદથી અને મૂકેતરભેદથી મતિ-શ્રુતમાં ભેદ જાણવો. તથાહિ (૧) અહીં પૂર્વે કહેલ લક્ષણના ભેદથી મતિ-શ્રુતમાં ભેદ છે. (૨) કાર્ય-કારણના ભાવથી મતિ-શ્રુતમાં ભેદ છે. મતિજ્ઞાનની અપેક્ષાવાળું શ્રુતજ્ઞાન છે. પરંતુ મતિ શ્રુતજ્ઞાંનની અપેક્ષાવાળી નથી, કેમ કે-ઉપયોગરૂપ તે બંનેમાં તે પ્રકારે જ પૂર્વ-અપરભાવ છે. (અવગ્રહ આદિ વિના શ્રુતજ્ઞાનનો ઉદય નહીં હોવાથી, શ્રુતજ્ઞાન પૂર્વે અવગ્રહ આદિરૂપ તે મતિજ્ઞાન અવશ્ય હોય છે.) વળી કાર્ય-કારણમાં કથંચિદ્ ભેદ છે. લબ્ધિની અપેક્ષાએ (જો મતિજ્ઞાનના સમાનકાળમાં શ્રુતજ્ઞાનનો સ્વીકાર કરવામાં આવે, તો જીવમાં શ્રુતજ્ઞાનનો પ્રસંગ આવે, કેમ કે-શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ સિવાય તે શ્રુત અજ્ઞાનની નિવૃત્તિ નથી. વળી જ્ઞાન અને અજ્ઞાનની સમાનકાળની અવસ્થિતિયોગ્ય મતિજ્ઞાન શ્રુતજ્ઞાનમાં કવિચત્ પણ આગમમાં અનુમત નથી. એવા આશયથી કહે છે કે-લબ્ધિની અપેક્ષાએ.) મતિ અને શ્રુત સમાનકાળમાં પણ હોય છે. એથી જ લક્ષણમાં મતિની અપેક્ષાવાળા એમ ન કહેતાં ‘મતિજ્ઞાનાપેક્ષ’ એમ કહેલું છે, કેમ કે-લબ્ધિથી તુલ્યકાળવાળાઓમાં કાર્ય-કારણભાવનો અભાવ છે. જો કે પરશબ્દના સાંભળવાથી મતિજ્ઞાન ઉદય પામે છે, તો પણ ‘દ્રવ્યશ્રુતરૂપનિમિત્તજન્યત્વ જ' જાણવું; ભાવશ્રુતનિમિત્તજન્યત્વ નહીં. એથી મતિજ્ઞાનમાં શ્રુતજ્ઞાન રૂપકારણજન્યત્વ નથી. १०२. ૦ શ્રુતના ઉપયોગથી ખસેલા આત્મામાં મતિજ્ઞાન તો શ્રુત ઉપયોગનિમિત્તજન્ય નથી પરંતુ પોતાના કારણોથી જ જન્મ છે. જો આમ ન માનો, તો કારણનિયમના અભાવનો પ્રસંગ થઈ જાય ! (૩) પોતપોતાના પેટાભેદોના ભેદથી મતિ-શ્રુતમાં ભેદ છે. ખરેખર, મતિજ્ઞાન અઠ્ઠાવીશ (૨૮) પ્રકારનું અને શ્રુતજ્ઞાન ચૌદ (૧૪) પ્રકારનું કહેલ છે. (તેના ભેદો આગળ ઉપર કહેવાશે.) જો તે બંનેનો અભેદ હોય, તો અવાન્તરભૂત ભેદોમાં વિષમતા ન જ થાય, માટે તે બંનેમાં ભેદ છે. (૪) ઇન્દ્રિયોના વિભાગથી પણ તે મતિ-શ્રુતમાં ભેદ છે. ખરેખર, શ્રોત્રેન્દ્રિયદ્વારવાળું (શ્રોત્રેન્દ્રિયરૂપ કારણજન્ય) અવગ્રહ આદિથી રહિત શ્રુતજ્ઞાન છે અને મતિજ્ઞાન સર્વ ઇન્દ્રિયદ્વારવાળું [અહીં શ્રોત્રેન્દ્રિયજન્ય ઉપલબ્ધિજ્ઞાન જ શ્રુત છે-એમ અયોગ વ્યવચ્છેદ, શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિનો સંબંધાભાવનો અભાવ અર્થાત્ સંબંધ જ શ્રુતમાં હોય છે. પરંતુ શ્રોત્રેન્દ્રિય ઉપલબ્ધિ, શ્રુત જ છે એવો અન્ય યોગ વ્યવચ્છેદક
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy