SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ९८ तत्त्वन्यायविभाकरे મતિજ્ઞાનના સર્વ પ્રકારોને દર્શાવે છે ભાવાર્થ – “આ મતિજ્ઞાન, દરેક ઇન્દ્રિયોથી અને મનથી અવગ્રહ આદિ ક્રમથી પેદા થતું હોવાથી ચોવીશ (૨૪) પ્રકારવાળું છે. રસન આદિ ચાર ઇન્દ્રિયોથી ચાર પ્રકારના વ્યંજનાવગ્રહો થાય છે. ચક્ષુ અને મનથી નહીં, કેમ કે-વિષય અને ચક્ષુ, મનનો સંશ્લેષનો અભાવ છે. ઉપકરણસ્વરૂપી સ્પર્શન આદિ ઇન્દ્રિયોનો અને સ્પર્શ આદિ આકારે પરિણત પુદ્ગલોનો જે પરસ્પર સંશ્લેષ, તે “યંજના' કહેવાય છે. ઉપર્યુક્ત અને આ ચાર પ્રકારનો વ્યંજનાવગ્રહ, એમ મળીને અઢાવીશ (૨૮) પ્રકારનું મતિજ્ઞાન છે. શ્રુતજ્ઞાનમાં તો અવગ્રહ આદિ હોતા નથી.” વિવેચન – આ મતિજ્ઞાન દરેક ચક્ષુ-રસન-ધ્રાણ-સ્પર્શન-શ્રોત્રરૂપ ઇન્દ્રિયોથી અને મનવડે ચક્ષુ અવગ્રહ, ચક્ષુ બહા, ચક્ષુ અપાય અને ચક્ષુ ધારણા ઈત્યાદિ ક્રમથી પેદા થાય છે. ત્યાં અવગ્રહ, વ્યંજનઅર્થાવગ્રહરૂપે બે પ્રકારનો હોવાથી પૂર્વોક્ત અવગ્રહ અર્થાવગ્રહ રૂપ હોઈ વ્યંજનાવગ્રહને કહે છે. નારિ’ ઇતિ, આદિપદથી પ્રાણ-સ્પર્શન-શ્રોત્રોનું ગ્રહણ છે. અહીં એવા શબ્દથી વ્યવચ્છેદયોગ્યને કહે છે કેચક્ષુ, મનથી નહીં. ત્યાં મૂળ કારણને કહે છે વિપતિ ' નિશ્ચયથી કાર્યની ઉત્પત્તિ પ્રત્યે પરિપૂર્ણ કારણનું વ્યાપ્તપણે (વ્યાપ્તિ) હોઈ, જ્ઞાનરૂપ કાર્ય પ્રત્યે ઉપયોગભૂત ઇન્દ્રિયની જ અવિકલતા કારણ હોઈ વ્યંજનાવગ્રહ કાળમાં અવ્યક્તરૂપે તે ઉપયોગરૂપ ઇન્દ્રિયની હાજરી હોવાથી તે વખતે જ્ઞાન અવશ્ય થાય છે જ. આ વ્યંજનાવગ્રહ જ્ઞાનરૂપ (સ્વકાર્ય પ્રત્યે) કારણભૂત અંશ જાણવો. શંકા - પ્રાપ્યકારી ઇન્દ્રિયોનો જ વ્યંજનાવગ્રહ થાય છે પરંતુ અપ્રાપ્યકારીઓનો થતો નથી. તો ત્યાં કારણભૂત અંશ કયો છે? જો અર્થાવગ્રહ કારણાંશ છે, તો તે જ વ્યંજનાવગ્રહ સ્થળમાં પણ હો ! શો વાંધો છે? સમાધાન – વ્યંજનાવગ્રહ સ્થળમાં પણ અર્થાવગ્રહથી પહેલાં ગ્રહણ ઉભુખ પરિણામવાળી લબ્ધિ ઇન્દ્રિયમાં જ કારણાંશતાનો સ્વીકાર છે. પ્રાપ્યકારી ઇન્દ્રિયોના વ્યંજનાવગ્રહમાં તે પ્રમાણે કારણાંશ જાણવો. ૦ મતિજ્ઞાનના ભેદનો ઉપસંહાર કરે છે. અઢાવીશ (૨૮) પ્રકારનું મતિજ્ઞાન એ વાક્ય ૩૩૬ ભેદનું ઉપલક્ષક છે. તથાપિ બહુ-બહુવિધ-અબહુ-અબહુવિધ-ક્ષિપ્ર-અક્ષિપ્ર-નિશ્ચિત-અનિશ્રિત-સંદિગ્ધઅસંદિગ્ધ-ધ્રુવ-અધ્રુવ, એમ ૨૮ના દરેકને ૧૨ ભેદે ગુણતાં ૨૮૪૧૨ = ૩૩૬ ભેદો થાય છે. જેમ કેઅનેક વાંજિત્રો વાગતાં હોય તે વખતે કોઈ માણસ આટલા “ભેરીના શબ્દો છે અને આટલાં “શંખના' શબ્દો છે-એમ છૂટા છૂટા ગ્રહણ કરીને કહે, એ “બહુગ્રાહી' કહેવાય. પરંતુ એમ કોઈ ન કરી શકે, પણ એકંદરે વાજિંત્રના શબ્દો ગ્રહણ કરીને એની સંખ્યા કહે, એ “અબહુગ્રાહી' જ્ઞાન. વળી તે વાજિંત્રોના શબ્દોના મધુરતા વગેરે નાના પ્રકારના અનેક ધર્મોને જાણનારી વ્યક્તિ બહુવિધગ્રાહી' કહેવાય છે. પરંતુ તે શબ્દના અમુક એક કે બે જ ધર્મ જાણનાર “અબહવિધગ્રાહી' કહેવાય. એમાં પણ જે વ્યક્તિ એ સર્વ તરત જ સમજી જાય, તે ‘ક્ષિપ્રગ્રાહી' કહેવાય છે. જે બહુ વખત વિચાર કરે ત્યારે જ સમજી શકે છે, તે “અક્ષિપ્રગ્રાહીં.' વળી જે વ્યક્તિ ધ્વજ કે એવી કંઈક નિશાની ઉપરથી જ આ દેવાલય' એમ સમજી શકે, તે “નિશ્રિતગ્રાહી' અને જે એવી કાંઈ પણ નિશાની વિના એવી વસ્તુ કે સ્થળ ઓળખી કાઢે. તે “અનિશ્રિતગ્રાહી' છે. વળી જે માણસ અમુક વસ્તુને નિસંશય એટલે લેશ પણ સંદેહ વિના જાણે કે સમજે, તે “અસંદિગ્ધગ્રાહી', જે અચોક્કસપણે જાણી શકે, તે “સંદિગ્ધગ્રાહી.” અમુક વસ્તુનું એક વાર જ્ઞાન મેળવ્યા પછી એ વિષે ફરી વાર
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy