SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे ગૃહિતગ્રાહિકા છે. વળી પૂર્વ-ઉત્તરકાળના ભેદથી વસ્તુનો ભેદ હોવાથી એકતાની અસિદ્ધિ હોઈ, સ્મૃતિ, તે વસ્તુની અગ્રાહક હોઈ અવિચ્યુતિ અને સ્મૃતિમાં પ્રમાણતા નથી.] કેમ કે-અબાધિત-અવગૃહિતગ્રાહિજ્ઞાન પ્રમાણ કહેવાય છે. વળી વાસના કયા સ્વરૂપવાળી છે ? વાસના સ્મૃતિજ્ઞાનાવરણના ક્ષયોપશમરૂપ નથી અથવા સ્મૃતિજ્ઞાન જનનશક્તિવિશેષ નથી, કેમ કે-આ બંને જ્ઞાનસ્વરૂપી નથી. અહીં જ્ઞાનના વિશેષોનો જ વિચાર છે. તે વાસના તે તે વસ્તુના વિકલ્પરૂપ નથી, કેમ કે-વાસનાનો સ્થિતિકાળ સંખ્યાતો કે અસંખ્યાતો માનેલો છે. તેટલા કાળ સુધી તે તે વસ્તુના વિકલ્પનો અભાવ છે. આવી આ શંકાના સમાધાન માટે કહે છે કે .८८ 1 સમાધાન – વાસનારૂપ આ ધારણા, સંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને સંખ્યાતકાળ વર્તનારી અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળાઓને અસંખ્યાત કાળ સુધી વર્તનારી જ્ઞાનરૂપ છે. આ વાસના, સ્મૃતિજ્ઞાનાવરણ ક્ષયોપશમરૂપ છે અથવા સ્મૃતિવિજ્ઞાન જનનશક્તિ વિશેષરૂપ છે. પૂર્વે પ્રવર્તેલ અવિચ્યુતિરૂપ જ્ઞાનનું કાર્ય હોઈ, ઉત્તરકાળ ભાવિ સ્મૃતિરૂપ જ્ઞાનનું કારણ હોઈ ઉપચારથી જ્ઞાનરૂપ મનાય છે. જે પહેલાં કહેલું કે - ‘અવિચ્યુતિ સ્મરણ ગ્રહિતગ્રાહી હોઈ અપ્રમાણ છે.’ તે પણ ઠીક નથી, કેમ કેગ્રહિતગ્રાહી હોઈ અવિચ્યુતિનું ત્યારે અપ્રામાણ્ય થાય કે જો ગ્રહિત માત્ર ગ્રાહી જ અવિચ્યુતિ હોય. પરંતુ એ પ્રમાણે નથી, કેમ કે-ખરેખર, પૂર્વકાળવિશિષ્ટ વસ્તુ અપાયથી ગ્રહણ કરાય છે અને ઉત્તરકાળવિશિષ્ટ વસ્તુ અવિચ્યુતિથી ગ્રહણ કરાય છે, માટે અવિચ્યુતિ અગ્રાહીતગ્રાહી છે. એથીજ સ્પષ્ટ-સ્પષ્ટતરસ્પષ્ટતમત્વરૂપ વિભિન્ન ધર્મવાળી વાસનાની જનક હોઈ, ભિન્ન ભિન્ન વસ્તુગ્રાહી હોઈ અગ્રહીતગ્રાહી છે. સ્મૃતિ તો, પૂર્વે અનુભવેલી વસ્તુની એકતાને (એક વસ્તુને) ગ્રહણ કરનારી હોઈ બિલ્કુલ અગ્રહિત વિષયવાળી જ છે, (કાળનો ભેદ હોવા છતાં સત્ત્વ-પ્રમેયત્વ સંસ્થાન આદિથી એક વસ્તુગ્રાહી સ્મૃતિ છે.) માટે અગૃહિત ગ્રાહી હોઈ અવિચ્યુતિ અને સ્મૃતિનું પ્રામાણ્ય નિરાબાધ છે. વિકલ્પરૂપ વાસના તો સ્વીકારાતી નથી. પ્રસંગથી અવગ્રહ આદિનું કાલમાન કહેવાય છે આદિથી ઇહા-અપાય-અવિચ્યુતિ સ્મૃતિઓનું ગ્રહણ છે. અવગ્રહપદથી વ્યાવહારિક અર્થ અવગ્રહનું ગ્રહણ છે. વ્યંજનાવગ્રહનો કાળ, જઘન્યથી આવલિકાનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતી આવલિકાઓ આનપાન પૃથ કાલમાનવાળી બે શ્વાસોચ્છ્વાસથી નવ (૯) શ્વાસોચ્છ્વાસ કાલમાનવાળી છે. નૈયિક અર્થાવગ્રહનો સમય છે. વાસનાનો કાળ સંખ્યાતો કે અસંખ્યાતો છે. આમ મૂળમાં જ કહેલું છે. अत्र केचिद्वदन्ति सांव्यवहारिकप्रत्यक्षभेदात्मकधारणा दृढतमावस्थापन्नोपयोगापरपर्यायाविच्युत्यात्मकापायरूपैव, न वासनारूपा, क्षयोपशमविशेषरूपायाश्शक्तिविशेषरूपाया वा तस्या अज्ञानरूपत्वेन धारणात्वासम्भवात् नापि स्मृतिरूपा, तथा सति तादृशधारणायास्सांव्यवहारिकप्रत्यक्षप्रभेदत्वासम्भवादिति तन्मतं केचिन्मुखेन प्रतिक्षिपति केचित्तु आत्मशक्तिविशेष एव संस्कारशब्दवाच्यो ऽव्यवहितस्मृतिहेतुश्च, न धारणा, क्षायोपशमिकोपयोगानां युगपद्भावविरोधात् । परम्परया तस्यास्तद्धेतुत्वे न किञ्चिद्दूषणमिति प्राहुः ॥ २७ ॥
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy