SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ८२ यथेति । नैश्चयिकाव्यक्तवस्तुमात्रग्रहणात्मकार्थावग्रहोत्तरं किमिदं वस्तु मया गृहीतं शब्दोऽशब्दो वेति संशय्य शब्देनानेन भवितव्यं इत्येवं भवितव्यताप्रत्ययाभिमुखी इहापि भाव्या || तत्त्वन्यायविभाकरे ઇહાનું લક્ષણ કહે છે ભાવાર્થ – “અર્થાવગ્રહ વિષયભૂત ધર્મીમાં અવગ્રહ વિષયભૂત સામાન્યના અવાન્તરભૂત વિશેષનું પર્યાલોચન ‘ઇહા’ કહેવાય છે અને આ ઇહા, અવગ્રહીત સામાન્ય ધર્મના અવાન્તરભૂત ધર્મવિષયક સંશયથી પેદા થાય છે. જેમ કે-‘આ મનુષ્ય પૂર્વનો છે કે પશ્ચિમનો છે ?’-આવા સંશય બાદ વિશિષ્ટ લક્ષણથી ‘આ પૂર્વનો હોવો જોઈએ’-આવી ‘ઇહા' કહેવાય છે.” - વિવેચન અવગ્રહ વિષયભૂત મનુષ્યત્વરૂપ ધર્મવિશિષ્ટ મનુષ્યરૂપ ધર્મી(વિશેષ્ય)માં રહેલ વિશેષ્યતાથી નિરૂપિત તાદેશ ધર્માવાન્તર (મનુષ્યત્વવ્યાપ્ય) ધર્મનિષ્ઠ વિલક્ષણપ્રકારતા નિરૂપક (દર્શક) જ્ઞાનપણું ઇહાનું લક્ષણ છે. અને વિલક્ષણપ્રકારતા ‘આ પૂર્વનો હોવો જોઈએ'-આવી પ્રતીતિ સિદ્ધ (ભવિતવ્યતા નામક પ્રકારતા) અર્થાત્ ઉત્પ્રેક્ષારૂપ જ્ઞાનનિરૂપિત પ્રકારતા (ઉત્પ્રેક્ષા એટલે ચિહ્ન વગેરે ઉ૫૨થી કોઈ પણ પદાર્થની સંભાવના કરવી. ઉદ્ભાવના - જેમ કે-‘આ અરણ્ય છે, સૂર્ય આથમી ગયો છે અને હમણાં અહીં મનુષ્યનો સંભવ નથી. તેથી કરીને પ્રાયઃ આ પંખી આદિવાળો મૃડાની પતિ-શંકરના સરખા નામવાળો સ્થાણું (ઠુંઠું) હોવો જોઈએ, ‘પુરુષ નહીં.’ ઇત્યાદિરૂપ જ્ઞાન ઉત્પ્રેક્ષા છે.) અવગ્રહ પછીના કાળમાં, અપાયથી પૂર્વના કાળમાં વિદ્યમાન અર્થવિશેષના ઉપાદાનમાં અભિમુખ અને અવિદ્યમાન અર્થવિશેષના પરિત્યાગમાં અભિમુખ, એવા પ્રાયઃ પૂર્વના ધર્મો આ મનુષ્યમાં દેખાય છે પરંતુ પશ્ચિમના ધર્મો દેખાતાં નથી. માટે ‘આ પૂર્વનો હોવો જોઈએ’-આવું જ્ઞાન ઇહા. ઇહા, ‘આ પૂર્વનો છે કે પશ્ચિમનો છે ?’-આવા સંશયપૂર્વક હોઈ, સર્વથા સૂતેલા-ઉદાસીનની માફક રહેલા સંશયથી (આ પદ, ઉપલક્ષણ છે કે સંશય, વસ્તુના અપ્રતિપ્રતિરૂપ હોઈ અજ્ઞાન આત્મક છે. મતિનો ભેદ હોઈ ઇહા વસ્તુતઃ જ્ઞાનસ્વભાવ છે. જ્ઞાન અને અજ્ઞાનની પરસ્પર પરિહારથી વૃત્તિ હોઈ, અજ્ઞાનરૂપ સંશય જ્ઞાનાંશ આત્મક ઇહારૂપ નથી. અથવા એક ધર્મમાં વિરુદ્ધ નાના ધર્મપ્રકા૨ક જ્ઞાન સંશય કહેવાય છે. ‘અનેક કોટિ પરામર્શી સંશય' કહેવાય છે. સંશયની અપ્રમાણતા હોઈ અવગ્રહ આદિમાં પાઠ કરેલો નથી.) ભેદ છે, કેમ કે-વ્યતિરેક ધર્મના નિરાકરણમાં અતત્પર હોઈ અન્વય ધર્મસંઘટનની પ્રવૃત્તિ રહિત સંશય છે. અર્થાત્ સાધક-બાધકપ્રમાણના અભાવથી સંશયની વ્યતિરેક ધર્મમાં અને અન્વય ધર્મમાં દોલાયમાનતા છે પરંતુ નિશ્ચયની અભિમુખતા નથી. આવી રીતે ઇહાનો સંશયથી ભેદ છે પરંતુ સંશય, ઇહા પ્રત્યે વ્યતિરેક ધર્મ અન્વય ધર્મની ઉપસ્થાપક(ઉપસ્થિતિ સ્મરણ-પરામર્શકારક)પણાની અપેક્ષાએ કારણ છે. આવા આશયથી કહે છે કે- ‘યજ્ઞેતિ ।' (પુરુષના અવગ્રહ પછી ‘આ પૂર્વનો છે કે પશ્ચિમનો છે ?’- આવો અનેક કોટિ પરામર્શક સંશય થાય છે.) આ સંશયના ઉત્તરકાળમાં પ્રમાતાને વિશેષની આકાંક્ષા (જિજ્ઞાસા) થયે છતે, ‘આ પૂર્વનો હોવો જોઈએ’-એવી ઇહા પ્રવર્તે છે. માટે કાર્ય-કારણભાવ હોઈ તંતુપટની માફક ઇહાનો સંશયથી ભેદ છે; અર્થાત્ બંનેનું પૃથક્પણું વ્યક્ત છે. ઇહાનું દૃષ્ટાન્ત કહે છે કે- ‘યેતિ ।’
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy