SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ७२ तत्त्वन्यायविभाकरे द्रव्यमन इति वाच्यम्, तस्या अपि द्रव्यमनोजन्यत्वात् अन्यथा चिन्ताया ज्ञानरूपत्वेनामूर्त्ततया गगनादिवदुपघाताद्यहेतुत्वापत्तेः । तस्मात्प्राप्यकारीदं न भवतीति भावः ॥ મનનું લક્ષણ ભાવાર્થ– “મતિ કે શ્રુતના વિષયભૂત અર્થના જ્ઞાનનું સાધન અનિન્દ્રિયમન છે, અપ્રાપ્યપ્રકાશકારી છે.” વિવેચન – મતિના કે શ્રુતના વિષયભૂત અર્થના વિષયવાળા જ્ઞાનનું સાધનપણું હોય છતે અનિન્દ્રિયપણું મનનું લક્ષણ કહેવાય છે અર્થાત્ મતિ કે શ્રુતજ્ઞાનનું સાધનપણું હોઈ અનિજિયપણું એમ લક્ષણ છે. ઔદારિક આદિપણું અને અર્થનું પરિચ્છેદકપણું-એવા બે ધર્મોથી યુક્ત ઇન્દ્રિય હોય છે. ઇન્દ્રિય કાર્યને નહીં કરવાની અપેક્ષાએ અપુત્રની માફક ઔદારિક આદિત્વરૂપ ધર્મથી હીનની અપેક્ષાએ કાંઈક ન્યૂન ઇન્દ્રિય મન “અનિન્દ્રિય' કહેવાય છે. તેનો ભાવ અનિન્દ્રિયપણું મનપણું) કહેવાય છે, કેમ કેતે મનમાં ઔદારિક આદિત્વ ધર્મરૂપ દેશનો નિષેધ છે અને અર્થપરિચ્છેદકપણારૂપ ઇન્દ્રિયધર્મની સમાનતા છે. અહીં અર્થપરિચ્છેદરૂપ ભાવૠત મનનો વિષય છે, કેમ કે-મનના અર્થાવગ્રહના સમય પછી મતિજ્ઞાન જ શ્રુતજ્ઞાન થાય છે. વળી તે શ્રુતજ્ઞાન સર્વ ઇન્દ્રિયોને અર્થાવગ્રહ પછી થતું નથી, પરંતુ મનમાં મનના અર્થાવગ્રહ પછી મતિજ્ઞાન શ્રુતજ્ઞાન થાય છે, માટે મનનો વિષય શ્રત છે એમ સમજવું. ૦ જે સમયમાં શબ્દ આદિ વિષયોમાં ઇન્દ્રિયોના વ્યાપાર થાય છે, તે સમયમાં મનનો વ્યાપાર થાય છે (ઇન્દ્રિયોની સાથે મન જોડાય છે) અને ત્રણ માળના વિષયવાળું મન છે. શંકા – “મારું મન મેરૂ આદિ અમુક પ્રદેશમાં ગયું–આવા અનુભવથી જાગતાનું કે સૂતેલાનું મન, દેહમાંથી નીકળી શેયની સાથે સંબંધ કરી જ્ઞાનને પેદા કરે છે. તો શું આ મન પ્રાણકારી છે? સમાધાન – મન અપ્રાપ્યકારી છે. મન શેયની સાથે સંયોગ કરનારું નથી, કેમ કે- ચક્ષુની માફક વિષયકૃત અનુગ્રહ કે ઉપઘાતનો મનમાં અભાવ છે. (સૂતેલાને પોતાના સ્વપ્નાના અનુભવની દશામાં પ્રતીતિ થાય કે-હું હમણાં મેરૂશિખર ઉપર અનુપમ કુસુમની પરિમલનો અનુભવ કરતો છું. પરંતુ તેનું શરીર શયનદેશમાં રહેલું જ-એમ નિકટવર્તી સર્વ પ્રમાતાઓથી અનુભવાય છે, એમ અવશ્ય માનવું જ રહ્યું. જો કેતેનું શરીર શયનદેશમાં રહેલું જ છે, પરંતુ મેરૂશિખર ઉપર ગયેલું છે એવી પ્રતીતિ થાય છે. તે જ્ઞાન જેમ ભ્રમરૂપ છે, તેમ મન પણ શરીરમાં છે, પરંતુ મેરૂ આદિ ઉપર ગયેલું છે, એવી પ્રતીતિ ભ્રમરૂપ હોઈ અસત્ય જ છે, માટે મનની મેરૂ આદિ દેશગમનની સિદ્ધિ નથી.) જો મનની સાથે શેયનો સંયોગસંબધ સ્વીકારવામાં આવે, તો પાણી-ચંદન આદિમાંના ચિંતનકાળમાં સ્પર્શન ઇન્દ્રિયની માફક શીતતાના અનુભવરૂપ અનુગ્રહ થવો જોઈએ! શસ્ત્ર આદિના ચિંતનકાળમાં તેની માફક ઉપઘાત થવો જોઈએ ! આ પ્રમાણે કદી બનતું નથી, માટે મન અપ્રાપ્યકારી છે. તેમજ તે મનનું શરીરમાંથી બહાર નીકળવું પણ ઘટતું નથી, કેમ કે-ભાવમન ચિંતાજ્ઞાનપરિણામરૂપ હોઈ, આત્માથી અભિન્ન હોઈ શરીર માત્ર વ્યાપક મન છે. [તથાચ અહીં અનુમાનપ્રયોગ છે કે-જીવરૂપ ભાવમન શરીરમાંથી બહાર નીકળતું નથી, કેમ કે-દેહ માત્રમાં વ્યાપી છે. જે દેહ માત્રમાં રહેનાર હોય, તેનું બહાર નીકળવું અસંભવિત છે. જેમ કે-શરીરગત રૂપ આદિ. વળી દેહ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy