SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ६४ तत्त्वन्यायविभाकरे સમાધાન – તેને સાબિત કરનાર પ્રમાણ નહીં હોવાથી અમાન્ય છે. જો પ્રમાણ વગરની વસ્તુ માનવામાં આવે, તો અતિપ્રસંગ નામક દોષ આવે છે. [લોહચુંબક અને લોઢું પરસ્પર સંયુક્ત નહીં હોવા છતાં તેમાં આકર્ષણ દેખાય છે, માટે લોહચુંબક અપ્રાપ્યકારી છે.] શંકા – જે આકર્ષણ છે, તે સંબંધપૂર્વક જ છે. જેમ લોઢાના ગોળાનું સાણસીથી આકર્ષણ છે, તેમ લોહચુંબકથી લોઢાનું આકર્ષણ સંયોગપૂર્વક છે. ત્યાં સાક્ષાત્ લોહચુંબકથી લોઢાનો સંસર્ગ પ્રત્યક્ષથી બાધિત હોવા છતાં સૂક્ષ્મ છાયાના પરમાણુઓ દ્વારા સંસર્ગનો નિર્વાહ કેમ નહીં? સમાધાન – જે આકર્ષણ છે, તે સંસર્ગપૂર્વક છે. એ હેતુ વ્યભિચારવાળો છે. ખરેખર, મંત્રની સાથે વ્યભિચાર આવે છે. તે મંત્રનું બરોબર સ્મરણ થતાં, સંસર્ગના અભાવમાં પણ વિવલિત ઇષ્ટ વસ્તુને જેમ મંત્ર આકર્ષે છે, તેમ છાયાના પરમાણુઓથી લોઢું ખેંચાય છે. તેવી રીતે લાકડાં વગેરે પણ ખેંચાવવા જોઈએ ને? કેમ કે-સંબંધમાં વિશેષતા નથી. શંકા - ત્યાં શક્તિનો નિયમ છે એટલે દોષ કેમ આવે ? સમાધાન – અપ્રાપ્તિમાં પણ તે શક્તિના નિયમથી જો નિર્વાહ થાય છે, તો છાયાના પરમાણુઓની કલ્પના નિરર્થક જ છે. તેથી શક્તિના નિયમથી સંયોગ વગર લોહચુંબકથી લોઢાનું આકર્ષણ છે, બીજાઓનું નહીં. શંકા – ચક્ષુ પ્રાપ્યકારી છે, કેમ કે-વ્યવહિત અર્થની અપ્રાપ્તિ છે. આ પ્રમાણે પ્રાપ્યકારિતા સાધકપ્રમાણ છે ને? સમાધાન - કાચ-અબરખના પટલો સ્ફટિક આદિથી વ્યવહિત-અંતરિત પદાર્થની પણ ઉપલબ્ધિ છે જ, વળી આજના જમાનામાં નંબરના ચશ્માઓથી અંતરિત આંખથી વધારે સ્પષ્ટ દેખાય છે.) માટે ચક્ષનું પ્રાપ્યકારીપણું નથી પરંતુ ચક્ષુ અપ્રાપ્યકારી જ છે. ચક્ષુના વિષયભૂત રૂપના પ્રકારને કહે છે. પાંચ પ્રકારના રૂપથી ભિન્ન હરિત (લીલો-પીળો મિશ્રિત વર્ણ) આદિ વર્ણો, પાંચ પ્રકારના વર્ષો પૈકી બે વગેરે વર્ણોના મિશ્રણથી પેદા થતા હોઈ પાંચ પ્રકારના રૂપ કરતાં અધિક રૂપની શંકા નથી. એથી જ હરિત આદિ વર્ણો “સાન્નિપાતિક મિશ્રિત વર્ણો કહેવાય છે. [આ શ્વેત આદિ શબ્દો વર્ગ માટે પુલિંગ છે અને વિશેષ્ય સાથે ત્રણેય લિંગમાં વપરાય છે.] આ શ્વેત આદિ વર્ષો દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે. વર્ણવાળા દ્રવ્યનો અને વર્ણનો અર્થાત્ આ ગુણગુણીનો કથંચિત્ તાદાભ્ય સંબંધ વિશિષ્ટ બુદ્ધિનિયામક છે, કેમ કે-“નીલો ઘટઃ” અહીં નીલરૂપવાળો ઘડો છે, એવી પ્રતીતિ છે. અહીં વિશિષ્ટ બુદ્ધિનિયામક સંબંધ સમવાય સંબંધ નથી, કેમ કે-“નીલો ઘટા આ પ્રમાણેના વાક્યમાં નીલપદની અનુપપત્તિ (તાત્પર્યની કે અન્વયની અનુપપત્તિ) સિવાય નીલાદિ રૂપ વિશિષ્ટમાં લક્ષણ માનવાથી નીલપદમાં લાક્ષણિક પદવની આપત્તિ આવે છે. વળી સમવાય, પ્રમાણથી બાધિત છે. સમવાયિઓથી તે સમવાય ભિન્ન છે કે અભિન્ન છે? જો અભિન્ન છે, તો કોઈ સમવાય જ નથી, કેમ કે-જેમ સમવાયિઓનું સ્વરૂપ છે તેની માફક સમવાયઓથી અભિન્ન છે. જો ભિન્ન છે એમ કહો, તો
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy