SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સાંવ્યવહારિક પ્રત્યક્ષ છે. પારમાર્થિક પ્રત્યક્ષ પદાર્થ=વ્યુત્પત્તિગમ્ય અર્થાત્ અક્ષ એટલે આત્માની અપેક્ષાએ આત્મા પ્રત્યે જે જ્ઞાન સાક્ષાત્ વર્તે છે તે. અથવા અક્ષ એટલે ઇન્દ્રિયની અપેક્ષાએ અક્ષ આશ્રિતત્વથી શૂન્ય, અવધિ આદિ જ્ઞાનોમાં સાક્ષાત્ ગ્રાહ્ય-ગ્રાહકજ્ઞાનવિશેષરૂપ સ્પષ્ટતા પ્રવૃત્તિનિમિત્ત છે. વિશિષ્ટ સ્પષ્ટતાવાળું ‘પારમાર્થિક પ્રત્યક્ષ' કહેવાય છે. ઇન્દ્રિયપ્રત્યક્ષ વસ્તુતઃ પરોક્ષ છે. એનો શાસ્ત્રાર્થ સુચારૂ વાચનયોગ્ય છે. સૂત્ર પ–પાંચ જ્ઞાનોમાં અવધિ, મનઃપર્યાય અને કેવલજ્ઞાનો પારમાર્થિક પ્રત્યક્ષ છે. મતિ અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે. પરોક્ષ પણ સાંવ્યવહારિક પ્રત્યક્ષ, સ્મરણ, પ્રત્યભિજ્ઞાન, તર્ક, અનુમાન અને આગમના ભેદથી છ પ્રકારવાળું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષને પરોક્ષમાં ગણવાનું કારણ એ છે કેબાહ્ય ઇન્દ્રિય આદિ સામગ્રીની અપેક્ષા છે. વસ્તુતઃ પરોક્ષ છે. પરંતુ અનુમાન આદિ કરતાં અધિક નિયત વર્ણ, આકારોનું ભાસન હોવાથી અનુમાનાદિથી સ્પષ્ટ ભિન્ન છે. લાયોપથમિક સંવેદનોનું સ્વરૂપસંવેદન મનની પ્રધાનતાએ ઉત્પન્ન થનાર હોઇ “માનસપ્રત્યક્ષરૂપે કહેવાય છે. બાહ્ય અર્થના ગ્રહણની અપેક્ષાએ વિજ્ઞાનો પરોક્ષ કહેવાય છે. “પરત:પ્રમા' સર્વ જ્ઞાનો સ્વરૂપસંવેદનની અપેક્ષાએ સ્પષ્ટ પ્રતિભાસ હોઇ “પ્રત્યક્ષ' છે. ઇત્યાદિનો ચર્ચાવિભાગ વિશેષથી દર્શનીય છે. સૂત્ર ૬-પારમાર્થિક પ્રત્યક્ષનું લક્ષણ કોઈ પણ દ્રવ્યના વ્યવધાન વગર માત્ર આત્મદ્રવ્યથી જ તેને જ્ઞાન-દર્શનાવરણના ક્ષયોપશમથી કે ક્ષયથી જાયમાન જ્ઞાન ‘પારમાર્થિક પ્રત્યક્ષ' કહેવાય છે. ભવ કે સમ્યકત્વ આદિ ગુણની અપેક્ષા છતાં તેઓ દ્રવ્ય નહીં હોવાથી અવ્યાપ્તિદોષ નથી. સકલ દ્રવ્યપર્યાયવિષયક હોવાથી ‘સકલ પારમાર્થિક પ્રત્યક્ષ' કહેવાય છે. અલ્પ દ્રવ્યપર્યાયવિષયક હોવાથી ‘વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ' કહેવાય છે. સૂત્ર ૭—ઉત્કૃષ્ટ અંતરંગ સામગ્રીરૂપ સમ્યગ્દર્શન આદિથી અને બહિરંગ કેવલિકાલીન મનુષ્યભવ આદિ સામગ્રીથી સકલ ઘાતિકર્મના ક્ષયથી પ્રકટેલ જે કેવલજ્ઞાન, તે “સકલ પારમાર્થિક પ્રત્યક્ષ' છે. અહીં ‘સકલ ઘાતિઆવરણક્ષયરૂપ વાક્યથી વ્યવહારનયથી અવ્યવહિત ઉત્તરક્ષણમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિ પ્રકાશિત છે. નિશ્ચયનયની અપેક્ષાએ ક્ષીયમાણ આવરણના સમયમાં જ કેવલજ્ઞાનની ઉત્પત્તિ વિવક્ષિત છે. અહીં ક્રિયાકાળ અને નિષ્ઠાકાળની ભેદભેદની ચર્ચા દર્શનીય છે. સૂત્ર ૮–મુખ્યત્વે સામાન્યધર્મથી અવિશિષ્ટ અને સકલધર્મરૂપ પ્રકારથી વિશિષ્ટ સકલ ધર્મિવિષયક સાક્ષાત્કાર કેવલજ્ઞાનનું લક્ષણ છે. અહીં પદકૃત્ય અવશ્ય જ્ઞાતવ્ય છે. સર્વજ્ઞત્વ સિદ્ધિ=જો જ્ઞાન અપકૃષ્ટ (વિનાશી) છે, તો ઉત્કૃષ્ટ (અવિનાશી) માનવું જોઇએ. ઇત્યાદિ સર્વજ્ઞત્વસિદ્ધિમાં હેતુઓ અવલોકનીય છે. સૂત્ર ૯-કેવલજ્ઞાન પ્રત્યે ઘાતિકર્મ જ આવરણ છે, કેમ કે-સમસ્ત દ્રવ્યપર્યાયરૂપ સ્વવિષયમાં અમ્મદ્ આદિનું જ્ઞાન પ્રવૃત્તિવાળું નથી. જે જ્ઞાન સ્વવિષયમાં અસ્પષ્ટ છે, તે સાવરણ છે. જેમ કે -ધૂલી આદિથી અંતરિત વૃક્ષ આદિનું જ્ઞાન. જ્ઞાન આદિ ગુણો આવાર્ય અને કર્મ આવારક છે. તે કર્મનો ક્ષય કેવી રીતે થાય છે ? અને દ્રવ્યપર્યાયની કથંચિત્ ભેદાભેદની ચર્ચા મનનીય છે.
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy