SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे શંકા — ‘અશરીરીઓ દર્શનમાં અને જ્ઞાનમાં ઉપયુક્ત છે.’—આવા વચનમાં એકીસાથે જ કેવલદર્શનના ઉપયોગનું શ્રવણ હોવાથી તે બંને એકીસાથે સિદ્ધ થાય છે જ ને ? ५६ સમાધાન – ‘જ્ઞાન અને દર્શનમાંથી કોઈ એક ઉપયોગમાં ઉપયુક્ત હોય છે. સર્વ કૈવલીને એકીસાથે બે ઉપયોગો હોતા નથી.’ આ પ્રમાણે ભદ્રબાહુસ્વામિજીએ એકીસાથે બે ઉપયોગોનો નિષેધ કરેલ છે જ. શંકા ! – સઘળા કેવલીને બે ઉપયોગો હોતા નથી, પરંતુ કોઈ એકને પણ બે ઉપયોગો સંભવ છે અને કોઈકને તો એક ઉપયોગ સંભવ છે. વળી તે કૈવલી કાં તો સિદ્ધ કે ભવસ્થકેવલી હોઈ શકે છે. ભવસ્થકેવલીમાં હજી પણ સકર્મકતા હોવાથી એક કાળમાં એક જ ઉપયોગ હોય છે, તેમજ સિદ્ધકેવલીમાં તો સકળ કર્મથી વિમુક્તિ હોઈ એકીસાથે બે પણ ઉપયોગો હોય છે, એવો ભદ્રબાહુસ્વામિજીનો અભિપ્રાય છે. એમ માનીએ તો શો વાંધો ? સમાધાન – ‘દર્શનમાં અને જ્ઞાનમાં ઉપયુક્ત' આ વચન તો કેવલીસમુદાયના વિષયવાળું છે, પરંતુ કોઈ એકમાં પણ એકીસાથે બે ઉપયોગોનો પ્રતિપાદન કરનારું નથી. [ખરેખર, અનંત એવા સિદ્ધોના સમુદાયમાં કેટલાક જ્ઞાનમાં ઉપયુક્ત-કેટલાક દર્શનમાં ઉપયુક્ત, આ પ્રમાણે સમુદાયની અપેક્ષાવાળું યુગપદ્ ઉપયોગદ્રયના પ્રતિપાદનને કરનારું છે. પરંતુ એક એક વ્યક્તિની અપેક્ષાએ નહીં, કેમ કે-એક વ્યક્તિમાં એકીસાથે બે ઉપયોગોનો નિષેધ છે, એવો ભાવ છે.] સાદિ અનંતપણું પણ તે કેવલજ્ઞાનદર્શનમાં બાધક નથી, કેમ કે-જે બોધ સ્વભાવથી સદા અવસ્થિત છે, તેણે ઉપયોગથી પણ સદા રહેવું જોઈએ તેવા નિયમનો અભાવ છે. લબ્ધિ(શક્તિ)ની અપેક્ષાએ તે કેવલજ્ઞાનદર્શનમાં અનંતપણાનું કથન છે. વળી કેવલજ્ઞાનદર્શન ભિન્ન જ્ઞાનદર્શનોના પોતપોતાના સ્થિતિકાળ સુધી ઉપયોગનો અભાવછતાં સત્તાનું દર્શન છે. ખરેખર, આ કેવલજ્ઞાનદર્શન ભિન્ન જ્ઞાનદર્શનોનો ઉપયોગ અંતર્મુહૂર્ત સુધીનો છે. તેથી વિદ્યમાન છતાં અવશ્ય ઉપયોગથી રહેવું જોઈએ, એવો નિયમ નથી, કેમ કે-વ્યભિચાર છે. શંકા — જો ક્રમિક ઉપયોગવાળા માનવામાં આવે, તો કેવલીમાં દર્શન ઉપયોગના અભાવના કાળમાં અસર્વદર્શીપણું અને જ્ઞાનના ઉપયોગના અભાવકાળમાં અસર્વજ્ઞપણું પ્રાપ્ત થાય છે. વળી આ ઇષ્ટ નથી, કેમ કે-સર્વદા જ કેવલીમાં પૂર્વે કહેલ દોષસમુદાય જાગતો ઉભો છે જ. (જ્ઞાની દર્શની નહીં કહેવાય-દર્શની જ્ઞાની નહીં કહેવાય.એ કહેલો દોષ ક્ષાયોપશમિક જ્ઞાન-દર્શનમાં ઉભો છે.) તથાચ આવરણરહિતપણું હોવા છતાં કેવલીમાં સ્વભાવથી જ યુગપદ્ ઉપયોગનો અભાવ છે. ઇતિ. સમાધાન-વિધિપક્ષ — જે કેવલજ્ઞાન જ છે, તે જ કેવલદર્શન છે, એવા વાદવાળા સિદ્ધસેનદિવાકરસૂરિજી કહે છે કે-સામાન્ય અને વિશેષ ઉપયોગના આવરણોનો સર્વથા ક્ષય થવાથી કેવલજ્ઞાન અન કેવલદર્શન પૈકી પ્રથમ કોની ઉત્પત્તિ થાય ? એકની ઉત્પત્તિમાં બીજાની ઉત્પત્તિની પ્રાપ્તિ અનિવાર્ય છે. એકની સામગ્રી બીજાની ઉત્પત્તિમાં પ્રતિબંધકપણાના સ્વીકારમાં વિનિગમ (એકતર૫ક્ષસાધક યુક્તિ)ના અભાવથી અપરસામગ્રીમાં પણ એકની ઉત્પત્તિ પ્રત્યે પ્રતિબંધકપણું હોઈ બંનેના અભાવનો પ્રસંગ આવી પડશે. વળી ‘સાકાર ઉપયોગથી ઉપયુક્તના સર્વ લબ્ધિઓનો લાભ થાય છે.’-આવા શાસ્રવચનના ટેકાથી પ્રથમ કેવલજ્ઞાન અને પછી કેવલદર્શન ઉત્પન્ન થાય છે. આવું કથન પણ વ્યાજબી નથી કેમ કે-ઉપર્યુક્ત
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy