SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ द्वितीयो भाग / सूत्र - ११, द्वितीय किरणे ५३ નથી, કેમ કે ત્યાં જ પ્રયોજકનો પર્યનુયોગ (પ્રશ્ન) છે જ. વળી ક્ષયોપશમમાં જિજ્ઞાસા સિવાય બીજા પ્રયોજકનો અસંભવ છે જ ને? તથાચ જિજ્ઞાસા આવશ્યક હોઈ, તે જિજ્ઞાસા સહકૃત સંનિકર્ષ પ્રકાશ પ્રત્યે હેતુ છે; માટે જિજ્ઞાસા સકૃત સંનિકર્ષાદિ પ્રમાણ છે, કેમ કે વ્યભિચાર નથી ને? સમાધાન – ઉત્તરપક્ષ-જિજ્ઞાસા કોઈ જ્ઞાનથી જુદી ચીજ નથી. જિજ્ઞાસા કહો કે ઉપયોગ કહો તે એકની એક જ વાત છે. જો જિજ્ઞાસાને જ્ઞાનથી જુદી માનવામાં આવે, તો સંનિકર્ષ પ્રત્યે અકિંચિત્કર હોઈ જિજ્ઞાસામાં સહકારિપણાનો અસંભવ છે. જો જિજ્ઞાસા કિંચિત્કર સહકારી છે, તો પ્રકાશ પ્રત્યે તે જિજ્ઞાસાનું જ કારણપણું રહો ! નિરર્થક સંનિકર્ષથી સર્યું. શંકા – એ સુષુપ્ત અવસ્થાના કાળમાં ઇન્દ્રિય સાથે મનનો સંનિકર્ષ નહીં હોવાથી પ્રકાશનો પ્રસંગ કેમ આવશે ? સમાધાન – મનમાં અણુપરિમાણનો (અણુપણાનો) અભાવ છે, માટે સકળ આત્મપ્રદેશ-શરીરવ્યાપક દ્રવ્યમન પૌદ્ગલિક છે, એવી વ્યવસ્થા-નિર્ણય આગળ થવાનો છે જ. એટલે જ ઇન્દ્રિયોની સાથે મનનો સંયોગ સિદ્ધ હોઈ સુષુપ્ત અવસ્થામાં પ્રકાશની પ્રાપ્તિની આપત્તિ ઉભી જ છે. શ્રી યોજત્યક્ષ પ્રત્યે કરણ છે. શંકા – જ્ઞાનમાં જો કરણપણું છે, તો ફળ શેમાં છે? સમાધાન – સ્વાર્થસંવેદન જ ફળ છે. શંકા-જો આમ છે, તો સ્વાર્થવ્યવસાય, એ જ ફળ અને એ જ પ્રમાણ કેવી રીતો જ ફળ (કાય) . અને પોતે જ પ્રમાણ (કરણ) એવું થઈ શકે નહીં, કેમ કે-બંને વિરુદ્ધ છે ને? સમાધાન – પ્રમાણ અને ફળમાં કથંચિત્ ભેદ-અભેદ હોવાથી પ્રમાણ અને ફળરૂપ ઉભયની ઘટમાનતા છે, વિરુદ્ધ નથી. આ પ્રમાણે જ “અર્થગ્રહણરૂપ આકારવાળી શક્તિ (લબ્ધિ) આત્માના જ્ઞાનરૂપ કરણપણામાં કહેવાયેલી કોઈ પણ રીતે વિરુદ્ધ નથી. (તસ્વાર્થ, શ્લોક ૧-૧-૨૨) આ પ્રમાણે અર્થગ્રહણશક્તિરૂપ લબ્લિન્દ્રિયને જ પ્રમાણ-કરણ તરીકે બોલનારા વાદીઓનો મત બરોબર નથી, કેમ કે તે લબ્ધિ દ્વારા ફળ પેદા કરવામાં ઉપયોગરૂપ કરણનું વ્યવધાન છે. લબ્ધિથી સીધું ફળ નથી, પરંતુ ઉપયોગકરણથી સીધું ફળ થાય છે. અર્થનિર્ણય (પ્રમિતિ)રૂપ ફળ પ્રત્યે અવ્યવહિત હોઈ સાધકતમકરણ ઉપયોગ ઇન્દ્રિય છે, માટે ઉપયોગ જ પ્રમાણ છે. લબ્લિન્દ્રિય વ્યવહિત કારણ છે, માટે તે સાધકતમ નથી તેથી પ્રમાણ નથી. વ્યવહિત કારણમાં પ્રમાણપણાના સ્વીકારમાં અજ્ઞાનરૂપ દ્રવ્યેન્દ્રિય આદિમાં પ્રમાણપણું થાય! સર્વમાં અનેકાન્તપણાને સ્વીકારનારા જૈનોના મતમાં કોઈ પણ વસ્તુ એકાન્તથી પ્રત્યક્ષ કે પરોક્ષ નથી, પરંતુ કથંચિત્ પ્રત્યક્ષ કે પરોક્ષ છે. એ પ્રમાણે અર્થગ્રહણશક્તિ પણ પર્યાયથી પરોક્ષ છતાં દ્રવ્યાર્થથી પ્રત્યક્ષ છે. સ્વ-પરવ્યવસાય ફળરૂપ ફળથી કથંચિત્ અભિન્ન આત્મા પ્રત્યક્ષ હોઈ, તદું અભિન્ન આત્માથી અભિન્ન અર્થગ્રહણશક્તિ તે આત્માથી પ્રત્યક્ષ છે. ખરેખર, દ્રવ્યાર્થથી અમ્મદ્ આદિનું જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રતિક્ષણ સહની વાડી, અમદ
SR No.022496
Book TitleTattvanyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages776
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy