SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૫. સહજ કાવ્યશક્તિ પણ તેઓશ્રીના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે. આટલા વ્યક્તિત્વનો ખ્યાલ કરીને તેઓશ્રીનાં ગ્રંથોનું અવલોકન કરનાર ચોક્કસ કોઈ નવીન ચીજ પ્રાપ્ત કરશે. વાંચન, મનન અને ચિંતન–‘તત્ત્વ ન્યાય વિભાકર' માત્ર મૂલ વિ.સં. ૧૯૯૫માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને સટીકગ્રંથ વિ.સં. ૧૯૯૯માં પ્રકાશિત થયો હતો. મૂલ અને સટીક ગ્રંથ પ્રકાશિત થતાં જૈન-જૈનેતર સમાજ તરફથી પણ કેટલાક વિચારપ્રવાહો પ્રગટિત થયા, જે પ્રસ્તુત ગ્રંથની મહત્તા જ સંસૂચક બન્યા છે. | ગ્રંથના પ્રથમ સૂત્રે જ કેટલાકને વિહ્વળ બનાવી નાંખ્યા હતા. તેમાં એક જૈનેતર વિદ્વાન, આચાર્ય દર્શનસૂરિ મહારાજ, તેમજ કહેવાતા ઐતિહાસિક વિદ્વાનું ૫. કલ્યાણવિજયજીનો સમાવેશ થાય છે. જૈનેતર વિદ્વાનું અને ૫. કલ્યાણવિજયજીએ પ્રથમ સૂત્રના પ્રત્યેક શબ્દ માટે વિરોધ કર્યો છે, જે બંનેના શિષ્ટોચિત જવાબ “કલ્યાણ” માસિકમાં પ્રગટ થયેલ છે. પ્રથમ જૈનેતર વિદ્વાનનો જવાબ જાણીતા લેખક તેમજ વિદ્વાન પંન્યાસ કનકવિજયજી ગણિવરે આપ્યો છે, જે પૂ. ગુરુદેવ પ્રત્યેના પક્ષપાતથી નહીં પણ હૃદયની ભક્તિનું પણ સૂચન કરી જાય છે. પં. કલ્યાણવિજયજીનો જવાબ સાધુજીવનની શૈશવાવસ્થામાં રહેલા વિદ્વાન મુનિ રાજયશવિજયજીએ આપેલ છે. જે જે શબ્દો માટે ૫. કલ્યાણવિજયજીએ વિરોધ કરેલ છે, તે તે શબ્દો આગમમાં કયા કયા અને કેવી કેવી રીતે વપરાયા છે તેની ખૂબ સ્પષ્ટતા કરી છે. ઉપરોક્ત બંને આક્ષેપકારોએ મૂલકારના હાર્દને પ્રકાશ કરતી ટીકા તરફ જોયું હોય તેમ લાગતું નથી. આચાર્ય દર્શનસૂરિજી ન્યાયપદ્ધતિથી પરિચિત હોવાને કારણે બીજી ચર્ચામાં ન પડતાં, માર્ગ’ શબ્દના એકવચન અને ‘ઉપાય’ શબ્દના બહુવચનની જ ચર્ચામાં પડ્યા છે અને ઉપસંહારમાં એકાદ-બે પુરુષવચનો વાપરી સંતોષ પામેલ છે. આ સારીએ ચર્ચાનો ઉલ્લેખ કરવાનું આ સ્થાન નથી, છતાં તત્ત્વાર્થના પ્રથમ સૂત્રની સાથે સરખાવીને જ આના પ્રથમ સૂત્ર ઉપર આક્ષેપ કરવામાં આવ્યા છે, તેથી આક્ષેપોની ભૂમિકા જ અયોગ્ય છે; અર્થાત
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy