SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वन्यायविभाकरे क्रिया, प्राणातिपात: कारणं कार्य प्राणातिपातिकी क्रिया इत्येवं यथासंभवं निमित्तनैमित्तिक ભાવો વિશે: | આશ્રવ તત્ત્વવિભાગ ભાવાર્થ- “આશ્રવ તત્ત્વ તો ઈન્દ્રિયપંચક, કષાયચતુષ્ક, અવ્રતપંચક, યોગત્રિક અને ક્રિયાપંચવિંશતિના ભેદથી બેંતાલીશ પ્રકારનું છે.” વિવેચન- આશ્રવ-મનની, વચનની અને કાયાની વિશિષ્ટ ક્રિયા રૂપ જેનું બીજું નામ યોગ છે એવો, આત્મા અને કાયા વગેરેના આધાર રૂપ “આશ્રવ” કહેવાય છે. જો કે તે આશ્રવ કષાયવાળાને અને કષાય વગરનાને હોય છે, તો પણ અહીં સકષાયગત આશ્રવનો વિભાગ કરે છે. (૧ થી ૫) ઈન્દ્રિયપંચક-સ્પર્શન રસના પ્રાણ, ચક્ષુ અને શ્રોત રૂપ પાંચ ઇન્દ્રિયો. (૬ થી ૯) કષાયચતુષ્ક- ક્રોધ, માન, માયા અને લોભ રૂપી ચાર કષાયો. (૧૦ થી ૧૪) અવ્રતપંચક-હિંસા, અસત્ય, અસ્તેય, અબ્રહ્મ અને પરિગ્રહ રૂપ અવ્રતપંચક (૧૫ થી ૧૭) યોગત્રિક-મન, વચન અને કાયા રૂપ ત્રણ યોગો. (૧૮ થી ૪૨) ક્રિયાપંચવિંશતિ-૧-કાયિક, ૨-અધિકરણિકી, ૩-પ્રાદોષિકી, ૪-પારિતાપનિકી, પ-પ્રાણાતિપાતિકી, ૬-આરંભિકી, ૭-પારિગ્રહિકી, ૮-માયાપ્રયિકી, ૯- મિથ્યાદર્શન પ્રત્યયિકી, ૧૦-પ્રત્યાખ્યાનિકી, ૧૧-દષ્ટિકી, ૧૨-સ્મૃષ્ટિકી, ૧૩-પ્રાતીયકી, ૧૪-સામંતોપનિપાતિકી, ૧૫-નૈરશસ્ત્રિકી, ૧૬-સ્વાહસ્તિકી, ૧૭-આજ્ઞાપનિકી, ૧૮-વિદારણિકી ૧૯-અનાભોગપ્રત્યયિકી, ૨૦-અનવકાંક્ષપ્રત્યયિકી, ૨૧-પ્રાયોગિકી, ૨૨-સામુદાયિકી, ૨૩-પ્રેમપ્રત્યયિકી, ૨૪-દ્વેષપ્રત્યયિકી અને ૨૫-ઇર્યાપથિકી રૂપ ક્રિયાપંચવિંશતિ. આ બધા પદોનો દ્વન્દ સમાસ છે. આ બધા પદો રૂપી ભેદથી આશ્રવ બેંતાલીશ પ્રકારનો છે. જો કે સકષાય સંબંધી યોગ, ઇન્દ્રિય, કષાય અને અવ્રતોમાં ક્રિયા રૂપ સ્વભાવનું ઉલ્લંઘન નહિ થવાથી ક્રિયા માત્ર જ આશ્રવ તરીકે પ્રસંગ પ્રાપ્ત થાય છે, તો પણ તે યોગ આદિનું દ્રવ્ય આથવપણું શુભ-અશુભ આશ્રવના પરિણામ રૂ૫ કારણને લઈને છે. ભાવ રૂપ આશ્રવ તો કર્મના ગ્રહણ રૂપ છે. વળી તે કર્યગ્રહણ પચીશ ક્રિયા વડે થાય છે, માટે તેઓનું પૃથપણે ગ્રહણ છે. અર્થાતુ ઇન્દ્રિયપંચક આદિ દ્રવ્યાશ્રવ છે અને પચીશ ક્રિયા ભાવાશ્રય રૂ૫ છે, માટે ભેદથી કથન કરેલ છે. ત્યાં અવ્રતપંચક સકલ આશ્રયસમુદાયનું મૂળ છે. તે અવતપંચકની પ્રવૃત્તિમાં જ આશ્રવોમાં પ્રવૃત્તિ છે. તે અવ્રતપંચકના અભાવમાં સકળ આશ્રવોનો અભાવ છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy