SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ७५४ तत्त्वन्यायविभाकरे मेवेत्यभिप्रायेणाहावगाहनात इति, यथैकप्रदेशावगाढस्य परमाणोस्सप्तप्रदेशा स्पर्शना तथैव यावति क्षेत्रे एकस्सर्वे वाऽवगाढास्तावतः क्षेत्रस्य येऽनन्तरास्सर्वदिग्प्रदेशास्ते तैस्स्पश्यन्त इति स्पर्शनाधिकेति भावः ।। સ્પર્શનાદ્વાર પ્રરૂપણા---- ભાવાર્થ - સિદ્ધ આત્માની અવગાહનાના આકાશપરિમાણથી સ્પર્શના કેટલી છે? એવો વિચાર, એ સ્પર્શનાપ્રરૂપણા કહેવાય છે. અવગાહનાથી તે સિદ્ધોની સ્પર્શના અધિક હોય છે. વિવેચન - સિદ્ધની પોતાના અવગાઢ આકાશપ્રદેશોથી શું સ્પર્શના ન્યૂન, અધિક કે સમાન છે? આવી પ્રરૂપણા “સ્પર્શનાપ્રરૂપણા' છે, એવો અર્થ છે. અભિવ્યાપ્તિરૂપ લક્ષણવાળી “અવગાહના' કહેવાય છે. સ્પર્શના તો સંબંધ માત્રરૂપ છે. આમ વિશેષતા જાણવી. અવગાહના કરતાં સ્પર્શનાની અધિકતા જ છે. આવા અભિપ્રાયથી કહે છે કે-“અવગાહનાત ઈતિ. જેમ એક આકાશપ્રદેશમાં અવગાઢ પરમાણુના સાત (૭) પ્રદેશવાળી સ્પર્શના છે, તેમ જેટલાં ક્ષેત્રમાં અવગાઢ એકસિદ્ધ કે સર્વસિદ્ધો છે, તેટલા ક્ષેત્રના જે અનંતર સર્વ દિશાઓના પ્રદેશો છે (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉર્ધ્વ, અધઃ એમ છ દિશાઓના પ્રદેશો છે.), તે પ્રદેશો એકસિદ્ધ કે સર્વસિદ્ધોની સ્પર્શનાના વિષયરૂપ બને છે. એટલે અવગાહના કરતાં સ્પર્શના અધિક છે, એવો ભાવ છે. अथ कालद्वारं वक्ति - सिद्धावस्थानं कियत्कालमिति विचारः कालद्वारम् । व्यक्त्यपेक्षया साद्यनन्तो जातिमाश्रित्यानाद्यनन्तः स्यात् ।३०। __सिद्धावस्थानमिति । स्थितिमतोऽवधिपरिच्छेदार्थं जीवैस्सिद्धत्वं कियन्तं कालं धार्यत इति प्रश्ने विचारः कालद्वारमित्यर्थः । उत्तरयति व्यक्त्यपेक्षयेति, एकजीवापेक्षयेत्यर्थः, यदा स सिद्धतां गतस्तदा तस्य सिद्धत्वमुपजातमिति सादित्वं, ततस्तस्य प्रलयाभावाच्चापर्यवसि तत्वमिति भावः । जातिमाश्रत्येति, सर्वसिद्धापेक्षयेत्यर्थोऽनाद्यनन्त इति, सिद्धशून्यकालाમાવલિતિ માવ: | હવે કાલધારનું વર્ણનભાવાર્થ - સિદ્ધોનું અવસ્થાન કેટલા કાળ સુધી છે? – એવો વિચાર, એ “કાલધાર' કહેવાય છે. વ્યક્તિની અપેક્ષાએ સાદિઅનંત અને જાતિની અપેક્ષાએ તો અનાદિઅનંત સ્થિતિકાળ છે. વિવેચન - સ્થિતિવાળાની અવધિના જ્ઞાન માટે જીવો વડે સિદ્ધત્વ કેટલા કાળ સુધી ધારણ કરાય છે?આવો પ્રશ્ન થયે છતે તે જે વિચાર, તે “કાલદ્વાર' કહેવાય છે.
SR No.022495
Book TitleTattvanyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarsuri, Vikramsenvijay
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2013
Total Pages814
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy